વિવિધ વિભાગ
News of Monday, 18th January 2021

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૧૭૩

એક રમત

‘‘તમારૂ પાત્ર ભજવો, તેને માણો, પરંતુ તેને હળવાશથી લો. તેમા કઇ ચીંતા કરવા જેવુ નથી.''

કોઇપણ ચોક્કસ પરીસ્‍થિતિમાં જે પણ પાત્ર તમારે ભજવવું પડે તેને તમારા પુરી ક્ષમતાથી ભજવો, પુરેપુરી રીતે ભજવો, પરંતુ જયારે તે પુરૂ થઇ જાય, તમે તેમાં સફળ થયા છો કે અસફળ તેને કોઇ-સબંધ નથી. પાછું વાળીને નહી જુઓ, આગળ વધો બીજા પાત્રો પણ તમારે ભજવવાના છે. સફળતા અને નીષ્‍ફળતા અગત્‍યની નથી અગત્‍યની છે તમારી જાગૃતતા કે બધુ જ રમત છે.

જયારે તમારૂ આખુ જીવન આ જાગૃતતાથી ભરાઇ જશે, તમે-આઝાદ થઇ જશો, કોઇ તમને બાંધી નહી શકે. તમે મહોરાનો ઉપયોગ કરો છો પરંતુ તમે જાણો છો કે તે તમારો સાચો ચહેરો નથી. અને તમે મહોરાને દુર પણ કરી શકો છો કારણ કે હવે તમે જાણો છો કે તે શેના માટે છે. એકવાર વ્‍યકિત જાણી લે છે કે જીવન રમત છે તો તે સાચો ચહેરો પણ ઓળખી લે છે.

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૪ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:43 am IST)