વિવિધ વિભાગ
News of Thursday, 14th October 2021

નાણા મંત્રાલયે કોમ્પ્યુટર કંપની બદલતા તમામ કરદાતાઓની હાલાકી : ટાટા કન્સલટન્સીને બદલે ઇન્ફોસીસ શા માટે ?

ભારતની જાણીતી કોમ્પ્યુટર કંપની T.C.S. એટલે કે ટાટા કન્સલટન્સી સર્વિસ છેલ્લા ઘણા વર્ષોથી ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ, જી.એસ.ટી. ડિપાર્ટમેન્ટ, પેન્સન ફંડ વગેરેનું તમામ કોમ્પ્યુટર કામ સરકાર વતી સંચાલન અત્યંત સંતોષપૂર્વક સર્વિસ આ બધા ડિપાર્ટમેન્ટોને સેવા આપતી હતી અને તેથી તમામ સી.એ. ઇન્કમટેક્ષ - જી.એસ.ટી.ના વકીલો, કંપનીઓ તથા સામાન્ય કરદાતાઓને સંતોષ હતો પરંતુ ટાટા કન્સલટન્સી કંપની સાથે નાણા મંત્રાલયને કોઇપણ રીતે મેળ ન પડતા તેમણે T.C.S. સાથે ૩૧મી માર્ચ ૨૦૨૧થી કોન્ટ્રાકટ રીન્યુ ન કર્યો અને ભારતની બીજા નંબરની કોમ્પ્યુટર કંપની ઇન્ફોસીસને આ બધા કામકાજનો કોન્ટ્રાકટ અપાયો. કારણ શું હોઇ શકે તે આપણે વિચારવું ? પણ ઇન્ફોસીસને અપાયેલ કોન્ટ્રાકટ શરૂ થયો ત્યારથી ઇન્કમટેક્ષ, જી.એસ.ટી., પ્રો.ફંડ, ઇમ્પોર્ટ એક્ષપોર્ટ વગેરે તમામ સરકારી ટેક્ષ ઉઘરાવતી સરકારી કચેરીમાં સૂર્ય તેમજ ચંદ્ર ગ્રહણો એવા શરૂ થયા કે કોઇપણ સાઇટ બરોબર ચાલતી નથી. અનેક કરદાતાઓની ફરીયાદ બાદ નાણામંત્રીએ ચાર-પાંચ મીટીંગ ઇન્ફોસીસ કંપનીના અધિકારીઓ સાથે કરી પણ હજુ આજની તારીખે પણ સંતોષપૂર્વક કામ થતું નથી. -તો શા માટે ટાટા કન્સલટન્સી કંપની જે ખૂબ જ ઝડપી તથા સારૂ કામ કરતી હતી તેને ચાલુ કેમ ન રાખી ? આનો જવાબ ફકત નાણા મંત્રાલય જ તેના રહસ્યનો જવાબ આપી શકે.

હવે પરિસ્થિતિ એવી બની કે સામાન્ય રીતે જુન, જુલાઇ તથા સપ્ટેમ્બર સુધીમાં ભરાતા રીર્ટનોની છેલ્લી તારીખ લગભગ બધે ૬ માસ મોડી છેલ્લી તારીખ ગણી ૩૧મી ડિસેમ્બર ૨૦૨૧ સુધી લંબાવવામાં આવેલ છે પરંતુ સરકારે એવો પણ કાયદો ઘડયો કે રીર્ટન ભલે તારીખો (કોમ્પ્યુટર એજન્સી બદલાવતા) મોડી કરી પણ તમારી આવકની ગણત્રી કરી ટેક્ષ એડવાન્સ ટેક્ષ તેમજ સેલ્ફ એસેસમેન્ટ ટેક્ષ કરદાતાઓએ સમયસર ભરી દેવાનો, જેથી સરકારી તીજોરી ખાલી ન રહે. જો ટેક્ષ મોડો ભરાય તો તેનાં ઉપર ૧૨ ટકા લેખે વ્યાજ પણ વસુલાત કરશે. તેની તકેદારી કરદાતાઓએ રાખવાની. 'આમ પાડાને વાંકે બીચારા ઝાડે ભોગવવાનું'

ઉપરોકત વિગત એટલા માટે જણાવેલ છે કે, તમામ ઉંચી આવક ધરાવતા કરદાતાઓ વ્યકિત, પેઢી, કંપની વગેરેએ પોતાની આવકની ગણત્રી (કોમ્યુટેશન ઓફ ઇન્કમ) આવકવેરા કાયદા પ્રમાણે પોતાના સી.એ. વકીલ વગેરે પાસે કરાવી. ટેક્ષ ભરવાની જે કાંઇ જવાબદારી થતી હોય તેનાં અંદાજીત ટેક્ષ તાત્કાલિક ભરી આપે. ૩૧મી ડીસેમ્બરની રાહ ન જુએ. જો કોઇ સંજોગોમાં ટેક્ષ વધુ ભરાઇ ગયો હોય તો રીફંડ પણ હવે તુરત જ રીર્ટન ભર્યા બાદ મળી જશે.

: આલેખન :

નીતીન કામદાર

ચાર્ટડ-એકાઉન્ટન્ટ

૭/૯ પંચનાથ પ્લોટ, રાજકોટ

મો. ૯૮૨૫૨ ૧૭૮૪૮

Email : info@nitinkamdar.com

(3:07 pm IST)