વિવિધ વિભાગ
News of Thursday, 3rd January 2019

આચાર્ય રજનીશ સાનિધ્યમાં કેટલીક જ્યોતિર્મય ક્ષણ

અમે રેતીમાં બેઠા હતાં. ઉનાળાની રાત હતી. આકાશમાં શુભ્ર ચાંદની હતી. આચાર્યશ્રીએ કહ્યું, ''કેટલાક લોકો પોતાનું જીવન રેતી પર લીટા દોરવામાં જ પુરૃં કરે છે!''

અમે સાંભળ્યું. અને રેતીમાં લીટી દોરવી બંધ થઇ ગઇ. તેઓ હસ્યા. કહ્યું, '' આટલું જલ્દી કોઇ સાંભળતું ય નથી. અને બોલતું નથી. માણસથી વધારે બહેરૃં કોણ ે ? પોતાની વિરૂદ્ધ જતં ુરોકવામાં પણ માસણ ખૂબ અસમર્થ છે ''

પછી તેઓ ચાંદ જોઇને બોલ્યા ''જીવન અનંત, આલોક, આનંદ અને અમૃત છે .તેને મેળવવાની આ તક છે પણ આપણે તેને સમયની રત પર લીટી દોરવામાં પુરૃં કરીએ છીએ. આ રમત મોંઘી છે. મહામહેનતે જે લીટી આપણે દોરી શકીએ, તે આપણાં ઊઠતાં પહેલાં જ નાશ પામે છે. પવન તે સ્થળને ફરી સાફ કરી નાખે છે. જેથી બીજાને લીટી દોરવા સાફ સ્થળ મળે. જે સ્થળે તે લીટી દોરી અને હસ્તાક્ષર કર્યા તે સ્થળે અનંત લોકોએ પોતાના હસ્તાક્ષર કર્યા હશે, લીટીઓ દોરી હશે. આ રમત સનાતન છે. જેઓ રમતની ઊંઘમાંથી જાગે છે, તેઓ જ માત્ર વિજયી નીવડે છે જેઓ રમ્યા જ કરે છે, તેઓ હાર્યે જ જાય છે. અને જેઓ જાગે છે, રોકાય છે, તેઓ જીતે છે.''

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:08 am IST)