વિવિધ વિભાગ
News of Monday, 25th January 2021

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૧૭૫ : કઇક આપવા જેવુ

‘‘પ્રેમ તમારા અને બીજા વચ્‍ચે એક સબંધ છે. ધ્‍યાન-તમારા અને તમારા વચ્‍ચે સબંધ છે પ્રેમ બહાર જાય છે. ધ્‍યાન અંદર જાય છે પ્રેમ વહેચવામાં છે. પરંતુ જો તે પહેલા સ્‍થાન ઉપર નહી હોય તો કેવી રીતે વહેચી શકશો ? તમે શું વહેચશો?''

લોકો પાસે ગુસ્‍સો, ઇર્ષ્‍યા ધૃણા છે તેથી પ્રેમના નામે આ વસ્‍તુઓ પણ આપવા લાગે છે. કારણ જે આ જ તેમની પાસે છે.  એકવાર હનીમુન પુરૂ થઇ જાય છે અને તમે તમારૂ મહોરૂ ઉતારી નાખો છો અને અસલીયત સામે આવી જાય છ.ે પછી તમે શું આપશો ? તમારી પાસે જે હશે એ જ તમે આપશો પછી લડાઇ-ઝઘડા થશે.

અને દરેક બીજા ઉપર વર્ચસ્‍વ સ્‍થાપવાની કોશીષ કરશે.

ધ્‍યાન તમને વહેચવા જેવુ કઇક આપશે ધ્‍યાન તમને એવી ઉર્જા આપશે જે પ્રેમ બની શકે જયારે તમે બીજા સાથે જોડાવ. સામાન્‍ય રીતે તમારી આ ગુણવતા હોતી નથી કોઇ પાસે હોતી નથી તમારે તે ઉત્‍પન્ન કરવી પડશે તમારે જન્‍મ પ્રેમ સાથે નથી થયો. પ્રેમ તમારી જાતે ઉત્‍પન્ન કરવો પડશે તે એક સંઘર્ષ છે. એક પ્રયત્‍ન છે. એક કળા છે.

જયારે તમારી અંદર પ્રેમ ઉભરાતો હશે ત્‍યારે તમે તેને-આપી શકસો પરંતુ તે ત્‍યારે જ બનશે જયારે તમે તમારી જાત સાથે જોડાવ અને ધ્‍યાન બીજુ કઇ જ નથી પરંતુ તમારી જાત સાથે સંબંધ બાંધવાનું શીખવાની પ્રક્રિયા છ.ે

 

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૪ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:33 am IST)