વિવિધ વિભાગ
News of Thursday, 1st November 2018

પ્રેમ પ્રિયતમાથી પરમાત્મા સુધીની સફર

પ્રેમ તો સર્વાધિક સ્વાભાવિક, સ્વસ્કૂર્ત ઘટના છે. પ્રેમ તો આપણો આત્મા છે. પ્રેમ તો આપણું સ્વરૂપ છે. પ્રેમ જ તો છે, જેનાથી આપણે બન્યા છીએ. એ પ્રેમને જ તો આપણે પરમાત્માનું નામ આપ્યું છ.ે બીજો કોઇ પરમાત્મા નથી- બસ પ્રેમને જ આપેલું એક નામ છે. પ્રેમ જ પરમાત્મા છે.

સંસાર છે પ્રેમની ભૂલ, પ્રેમની ભ્રાંતિ. પ્રેમ તો સુંદર છે, શાશ્વત છે, પરંતુ ક્ષણભંગુર જેવો થઇ ગયો છે. જયારે પ્રેમ ખોટો થઇ જાય, તો બધું ખોટુ થઇ જાય છે. કારણ કે પ્રેમ આપણો પ્રાણ છે. પ્રેમની ઊર્જાથી જ પુરું અસ્તિત્વ નિર્મિત છે. મનુષ્ય જયારે પ્રેમ કરે છે, તો વસ્તુતઃ પરમાત્માની શોધમાં જ કરે છ.ે જયારે પણ તમે કોઇને ચાહ્યા છ, તો પરમાત્માને જ ચાહ્યા છે.પરંતુ તમે પોતાની ચાહતના રંગને, ચાહના ઢંને સમજી નથી શકયાં.

પ્રેમ ધાર્મિક ઘટના છે. પ્રેમ તો પ્રાર્થનાની નજીક છે. જયારે પ્રાર્થના ઉદ્દભવે છ, તો તેની આગળનું પગલું પરમાત્મા છે. પ્રેમ-પ્રાર્થના -પરમાત્મા-એક જ મંદિરની ત્રણ સીડીઓ છે.પ્રેમ કરો-

પોતાનાં બાળકોને, પોતાની પત્નીને, પોતાના પતિને, પોતાનાં પરિવારને, પ્રિયજનોને, મનુષ્યને, પશુઓને, પક્ષીઓને, વૃક્ષોને, છોડને, પહાડોને, જયાં સુધી તમારાથી બની શકે, પ્રેમને ફેલાવતાં રહો.

જેમ-જેમ તમારો પ્રેમ ફેલાવા લાગશે, તેમ-તેમ તમને લાગશે કે, પરમાત્માની ઝલક આવવી શરૂ થઇ ગઇ. જે દિવસે તમારો પ્રેમમય થઇ જાઓ છો,

તે દિવસે તમને લાગે છે, પરમાત્મા આવી ગયો.

પરમાત્માને પામવાની એક આશા છે કે સંસારમાં કાંઇક હોય, જે સંસારનું ન હોય. કાંઇક હોય, જે અહીં આવતું હોય અને અહીંનું ન હોય, ત્યાંનું હોય, પારનું હોય તમારા જીવનમાં પ્રેમ સિવાય એવી બીજી કોઇ ચીજ નથી. પ્રેમ જ એકમાત્ર સૂત્ર છે. જેના સહારે, તમે ધીરે-ધીરે વધતા-વધતા, એક દિવસ, પરમાત્મામાં પહોંચી જશો.

પ્રેમ અહંકારનું મૃત્યુ છે. જયારે અહંકાર નથી રહેતો, તો તમે જે એકને પ્રેમ કર્યો હતો તેમાં તમને મનષ્ુય નહીં દખાય, તેમાં તમને પરમાત્મા દેખાશે. એકમાં પરમાત્મા દેખાઇ જાય, તો તમારી આંખ યોગ્ય થઇ ગઇ, કુશળ થઇ ગઇ. પછી તમે જયાં જોશો, ત્યાં પરમાત્મા દેખાશે. પોતાનામાં પણ, પારકાઓમાં પણ, પછી તમારી આંખ જયાં જોશે, ત્યાં પરમાત્માને જ જોશો.

પરમાત્મા તમારી ભીતર છે, તમારા પ્રેમની  ક્ષમતાનું નામ છે., તમારા પ્રેમની પરિપૂર્ણાતાની ધારણા છે. જયારે તમારો પ્રેમ તમને મિટાવી દે, તમારો પ્રેમ જયારે એટલો વિરાટ થઇ જાય કે તમે તમારા પ્રેમમાં ખોવાઇ જાઓ, તો જે તમે જાણશો, એ અનુભવનું નામ પરમાત્મા છે. ન તેને શબ્દોમાં બાંધી શકાય છે, ન સિદ્ધાંતોમાં, ન શાસ્ત્રોમાં  તે અભિવ્યકત થતો જ નથી. અનુભવ થાય છે.

જયાં સુધી ધ્યાનનો સંબંધ છે-ન ગુરૂની જરૂર છે, ન ધ્યાનની, ન યોગની, ન વિધિ-વિધાનની, જયાં સુધી ભકિતનો સંબંધ છે- જેટલા લોકો ધ્યાનથી પહોંચ્યા છે, તેનાથી વધારે લોકો ભકિતથી પહોંચ્યા છે. સ્વભાવત્ મનુષ્ય પ્રેમની વધુ નજીક છે. પ્રેમ બહુ સ્વાભાવિક છે. ધ્યાન ચેષ્ટા છે, પ્રયત્ન છે, સાધના છે, પ્રીતિ સહજતા છે, સ્વાભાવિકતા છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:31 am IST)