વિવિધ વિભાગ
News of Monday, 4th June 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

સ્નેહ શુધ્ધ હોય તો પ્રેમ બને, પ્રેમ શૂધ્ધ હોય તો શ્રદ્ધા બને અને શ્રદ્ધા શુધ્ધ હોય તો ભકિત ! શુધ્ધતાના આ સૂત્રને સંભાળીને યાત્રા કરવી પડશે.

જે સ્ત્રી તમે પ્રેમ કરો છો તેને બે રીતે પ્રેમ કરી શકાય.  એક રીત છે મારી છે માટે પ્રેમ કરૃં છું. અને બીજી રીત છે. -પરમાત્માનો પ્રસાદ છે. તેનામાં પરમાત્માનું સૌદર્ય પ્રગટ થયું છે. પરમાત્મા તેનામાં ઝલકે છે.

તમારા ઘરે દીકરો જન્મ્યો હોય તો સમજો કે પરમાત્માનું આગમન થયું છે. પરમાત્મા તમારે ઘરે મહેમાન બનીને આવ્યો છે. દીકરાને તમારા મોહ અને મમતાના બંધનથી મુકત રાખો.

જે ક્ષણે તમે નાના બાળકમાં પરમાત્માને જોઇ શકો તે ક્ષણે તમારો સ્નેહ શુધ્ધ થયો. હવ સ્નેહનું બી ધરતીમાં નહિ રહે. બી ફુટયું, તેનું અંકુરણ થયંુ હવે તે ધરતીની સપાટીથી ઉપર આવ્યું.

જો અહંકાર ન તૂટે તો તે તમને નરકની યાત્રા કરાવશે. અને જો અહંકાર તૂટે તો સંપૂર્ણ સ્વર્ગ તમારી પ્રતીક્ષામાં છે. જો અહંકાર ન તૂટે તો તે છાતી પર મૂકેલી શિલા સમાન છે. તમે કઇ રીતે ઉડી શકશો ? અને અહંકાર તુટે તો જાણે પાંખો ફુટી. પછી તો અનંદ આકાશમાં ઉડવું શકય છે. માટે તમારા સ્નેહમાંથી અહંકારને દુર કરો. મમત્વને કાઢી નાંખશો કે તમે સ્નેહમાંથી ઝેર દુર કર્યું પછી તે સ્નેહ, પ્રેમ બનશે. તે વખતે ધ્યાન રાખજો કે પ્રેમમાં પાછલા બારણેથી અહંકાર પ્રવેશી ન જાય. નહિ તો પ્રેમનો સંપૂર્ણ આનંદ વિષયકત થઇ જશે.

શ્રદ્ધાનો અર્થ છે-આ સંસારમાં રહીને પ્રીતના છોડે પોતાની પુરેપુરી ઉંચાઇ મેળવી લીધી. હવે તેનાથી ઉંચે જવાની શકયતા ન રહી. હવે છોડમાં ઉંચાઇ માટેનો રસ વહેતો હતો તે ફુલ બનશે. ફળ બનશે. છોડની ઉર્જા અત્યાર સુધી ઉંચાઇ પામવામાં વપરાતી હતી તે હવે ફુલ અને ફળ બનાવવામાં વપરાશે.

હવે પ્રીતના છોડ પર ભકિતના ફુલ, ભકિતના ફળ ઉગશે.

શ્રદ્ધા પછી ભકિત જન્મે છે. અને આ ઘટના અનિવાર્યપણે અને સ્વાભાવિકપણે સંભવે છે.

નિશ્ચીત, યાત્રા લાંબી છે. તમે તેને તીર્થયાત્રા કહી શકો, સ્નેહથી ભકિત સુધીની તીર્થયાત્રા ! વચ્ચે પ્રેમ અને શ્રધ્ધાના પડાવ આવશે પરંતુ તે પડાવોને મંજિલ નહિ માની લેતા કયાંય અટકતા નહિ. જયાં સુધી પરમાત્મા સુધી ન પહોંચો. તમારી ઉર્જાને સ્નેહ, પ્રેમ અને શ્રધ્ધામાં લુંટાવી દો. કંઇ જ બચાવતા નહિ. બન્ને હાથે લૂંટાવો.

જો તમે સ્નેહને લુંટાવ્યો તો તમે અનુભવશો કે તમારો પ્રેમ પાકયો. અને તમે પ્રેમને લૂંટાવ્યો તો તમારી શ્રદ્ધા પરિપકવ થઇ. અને તમે જયારે શ્રધ્ધાને લૂંટાવશો ત્યારે ભકિતનું ફળ પાકશે.

કંજૂસાઇ માત્ર નહિ કરતા. હું તેને જ સન્યાસ કહું છું- કંજુસાઇ કે કૃપણતા નહિ કરતા.

જે રીતે પ્રભુખે કોઇ પણ શરત વગર તમને આપ્યું છે તેમ તમે આપતા રહેજો. તમને જે મળ્યું છે તેને વહેંચો. અહીથી કંઇ લઇ જવાનો ભાવ ન રહે. બધું આપી દેવાનો ભાવ રહે. પી તમને કોઇ અટકાવી નહિ શકે. આજે નહિ તો કાલે તમે કહી શકશો કે -હવે પ્રીત માત્ર તે ચિરનૂતન પરમાત્મા માટે છ.ે

જીવનમાં એક એવી સ્થિતી આવે છે જયારે તમારો રસ માત્ર પરમાત્માં જ રહે છે. કારણ કે સર્વ પ્રકારના રસમાં તેની જ ઝલક દેખાવા લાગે છે. સ્નેહમાં પણ તેને ેજ અનુભવ્યો હતો પરંતુ ત્યારે ઘણા આવરણો થોડા ઓછા થયા હતા શ્રદ્ધા વખતે તેની અનુભી થઇ હતી. ત્યારે માત્ર એક જ આવરણ રહ્યું હતું.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:35 am IST)