વિવિધ વિભાગ
News of Monday, 7th May 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

મારૃં જે વ્યકિત-રૂપ કાલે હતું તે આજે નથી. જે આજે છે તે કાલે નહિ રહે.

જીવનમાં પ્રવેશ કરીને જ જીવનને સમજી શકાય છે. પ્રેમમય થઇને જ પ્રેમને જાણો.

સ્વયંની સત્તાનો નજદીકથી પણ જેને ભાસ નથી થતો તે વ્યકિત જીવિત છે એમ શી રીતે કહેશો? તે તો મરવાના વાંકે જ જીવી રહેલ છે.

વાસ્તવિક પ્રકૃતિ પરમાત્મામાં છે અને પરમાત્મા પ્રકૃતિમાં છે જ નહીં. પ્રકૃતિથી પૂર્ણ તથા સંયુકત બનીને જ પરમાત્મા છે.

વ્યકિત અસત્ય છે, અવ્યકિત સત્ય છે. અહમ્ અસત્ય છે, બ્રહ્મ સત્ય છે.

અસત્યને મેં રૂના ઢગલાં જાણ્યું છે. તેમાં શકિત તો છે નહિ. સત્યની નાની શી ચિનગારી તેને ભસ્મ કરી દે છે.

અહંકાર સિવાય બીજું કોઇ નરક નથી. અહંકાર દુર થાય તો નરક કયાંય રહેતું નથી.

તમે જ તમારા માટે અંધકાર છો. તમે તમારા માટે પ્રકાશ બની શકો છો. બીજું કોઇ તમારા માટે પ્રકાશ શી રીતે બની શકે ?

મત અને સત્ય ભિન્ન છે .મત બૌદ્ધિક ધારણા છે, જયારે સત્ય સમગ્ર પ્રાણની અનુભૂતિ છ.ે મત બદલાઇ શકે છે, સત્ય પરિવર્તિત નથી થતું

વિચારનો માર્ગ ઉધાર છે. બીજાના વિચારોને જ એમાં પોતાની સંપત્તિ માનીને ચાલવાનું હોય છે. વિચાર કદી પણ મૌલિક હોઇ ન શકે.

જે પોતાના પગમાં પોતાને હાથે બેડીઓ જડવા સમર્થ હોય તે એમને તોડવાની ક્ષમતા પણ અવશ્ય ધરાવે છે.

જૂઠા સિધ્ધાંતો જે હજારો વર્ષ સુધી રટવામાં આવે તો પછી આપણે ભૂલી જ જઇએ છીએ કે એ સિધ્ધાંતો જૂઠા છે.

પ્રેમ ઉત્પન્ન થવાની જે બુનિયાદી સંભાવના છે. તેની જ ધર્મોએ હત્યા કરી નાખી છે.

અજ્ઞાન કેન્દ્ર છે અનાચારનું માટે જ્ઞાન સદાચારનું કેન્દ્ર નિશ્ચિત જ બનશે.

અંદર આનંદ હોય તો બહાર સુંદર લાગે અને અંદર દુઃખ હોય તો બહાર કદરૂપું લાગે.

સંસારમાં આપણે દર્પણની સામે ઉભા છીએ અને પોતાની મુખાકૃતિઓ જોઇએ છીએ. ધૃણા છે તો બહારથી ધૃણા જ દેખાય છે. અંદર પ્રેમ હશે તો આખા સંસારનો પ્રેમ પોતા તરફ ઢળતો દેખાશે.

જેણે પોતાને નથી જાણ્યો તેનું બધાં માટેનું જ્ઞાન ખોટું છે, અને જે પોતાને જાણે છે તે બીજાને વગર જાણ્યે પણ જાણી લે છે.

જે કાંટો નથી બનતો તે ફુલ બને છે. જેવાદળ નથી બનતો તે ચળકતો તારો બને છ.ે

એક તમે પોતે છો. તે 'એક' જ બધામાં બેઠો છે. તે 'એક' સિવાય કયંાય કંઇ જ નથી. જયાં સત્તા છે, જીવત છે, અસ્તિત્વ છે, ત્યાં જ તે 'એક' હાજર છે.

સાગરતટે પથ્થર જ મળશે, મોતી મેળવવા ઉંડા ઉતરવું પડશે.

સ્વયંમાં પ્રદીપ્ત એક નાનો સરખો દીવો આકાશના અનંત સૂર્યા કરતાં વધુ કીંમતી છે.

તમારૃં સ્વર્ગમાં હોવું તમારા જ હાથમાં છે.

જેમ ખરાબ માણસો જીવતા નથી તેમ સારા કદી મરતા નથી.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:54 am IST)