વિવિધ વિભાગ
News of Wednesday, 2nd May 2018

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાના સ્થાપક પિનાકી નાનકભાઇ મેઘાણીનો જન્મદિવસ

ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિને જીવંત રાખવા માટે પિનાકી મેઘાણી સવિશેષ પ્રયત્નશીલ અને કાર્યરત

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનનાં સ્થાપક-મેનેજિંગ ટ્રસ્ટી અને www. jhaverchandmeghani.com વેબ-સાઈટનાં પ્રણેતા પિનાકી નાનકભાઈ મેઘાણીનો આજે જન્મદિવસ છે. પિનાકી મેઘાણીનો જન્મ ૨ મે ૧૯૭૦ના રોજ રાજકોટ ખાતે થયો હતો. ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિને જીવંત રાખવા અને એમનાં જીવન, કાર્ય અને સાહિત્યના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવૃત્ત્િ।ઓને વેગ આપવા તથા નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય માટે પિનાકી મેઘાણી સવિશેષ પ્રયત્નશીલ અને કાર્યરત છે. ઉત્ત્।મ પુસ્તકો વાંચકો અને ખાસ કરીને યુવા પેઢી સુધી પહોંચે તે માટે પિનાકીભાઈના પિતા સ્વ. નાનકભાઈ ઝવેરચંદ મેઘાણી આજીવન કાર્યશીલ રહ્યા હતા. નાનકભાઈએ રાજકોટમાં ધર્મેન્દ્રસિંહજી કોલેજની સામે 'સાહિત્ય મિલાપ'ની સ્થાપના ૧૯૬૧માં તથા અમદાવાદ ખાતે 'ગ્રંથાગાર'ની સ્થાપના ૧૯૭૭માં કરી હતી. પ્રાધ્યાપક રહી ચૂકેલા માતા કુસુમબેન નાનકભાઈ મેઘાણીએ ૨૬ એપ્રિલનાં રોજ ૮૦ વર્ષ પૂર્ણ કર્યાં છે.

ઝવેરચંદ મેઘાણીના જીવન-કવનને નિરૂપતી માહિતીસભર અને વિસ્તૃત વેબ-સાઈટ www.jhaverchandmeghani.com  પિનાકી મેઘાણીએ બનાવી છે, જેમાં ૫૦૦  જેટલી દુર્લભ તસ્વીરો ઉપરાંત ઝવેરચંદ મેઘાણીના કંઠે ગવાયેલાં ૨૧ ગીતો પણ ઉપલબ્ધ છે. વેબસાઈટનાં સંશોધન માટે પિનાકી મેઘાણી અને તેમના માતા કુસુમબેન મેઘાણીએ સઘન પ્રવાસ કર્યો છે.ઝવેરચંદ મેઘાણીનાં જીવન-કવન સાથે સંકળાયેલાં વિવિધ સ્મૃતિ-સ્થળો - ચોટીલા, બોટાદ, ધંધુકા, રાણપુર, રાજકોટ, અમરેલી, બગસરા, જૂનાગઢ, ભાવનગર ખાતે સ્મારક, સચિત્ર પ્રદર્શન અને 'મેઘાણી-સાહિત્ય'કોર્નર માટે પિનાકી મેઘાણી સવિશેષ પ્રયત્નશીલ છે. આ સ્મૃતિ-સ્થળો જીવંત બને તેવી તેમની ભાવના છે. ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનો પર આધારિત 'મેઘાણી વંદના',  'કસુંબીનો રંગ', 'ઘાયલ મરતા મરતા રે, માતની આઝાદી ગાવે'(શૌર્ય અને દેશપ્રેમનાં ગીતો), 'રઢિયાળી રાત'(લોકગીતો-રાસ-ગરબા), 'સોરઠી સંતવાણી (ભજનો)' જેવાં કાર્યક્ર્મો માટે પણ પિનાકી મેઘાણી પ્રયત્નશીલ રહે છે. ૨૮ ઓગસ્ટ - ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતી, ૯ માર્ચ – ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ, ૩૦ જાન્યુઆરી – ગાંધી નિર્વાણ દિન, ૨૩ માર્ચ – શહીદ દિન ઉપરાંત નવરાત્રી નિમિત્તે વિશેષ કાર્યક્ર્મોનું આયોજન કરે છે.'મેઘાણીગાથા', 'કસુંબીનો રંગ', 'ઘાયલ મરતા મરતા રે, માતની આઝાદી ગાવે', 'બાપુ તમે કયાં છો ?' તથા ÒJhaverchand Meghani : A Legendary Gujarati Litterateur and Freedom FighterÓ જેવાં રસપ્રદ અને માહિતીસભર પુસ્તકોનું આલેખન-સંકલન કર્યું છે. ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનો પર આધારિત મ્યુઝીક સીડી 'કસુંબીનો રંગ', 'ઘાયલ મરતા મરતા રે, માતની આઝાદી ગાવે', 'રઢિયાળી રાત'તથા 'સોરઠી સંતવાણી'નું પણ સંકલન કર્યું છે. આ પુસ્તકો અને મ્યુઝીક સીડી શાળા, કોલેજ અને ગ્રંથાલયમાં ભેટ અપાય છે.'ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન' ટ્રસ્ટની સ્થાપના ૨૦૧૨માં પિનાકી મેઘાણીએ કરી છે. 'ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન'નું તેઓ મેનેજિંગ ટ્રસ્ટી છે. વ્યવસાયે કોમ્પ્યુટર ક્ષેત્રે કાર્યરત એવા પિનાકી મેઘાણી 'સંસ્કૃત વિશારદ'અને 'સંગીત વિશારદ'પણ છે.  

સંપર્ક : પિનાકી નાનકભાઈ મેઘાણી, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન, પાર્થસારથી એવેન્યુ, ૯૦૩, કાન્હા, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઈટ, અમદાવાદ ૩૮૦ ૦૧૫. મોબાઈલ ૯૮૨૫૦૨૧૨૭૯.  ઈમેઈલ  pinakimeghani@gmail.com  

(1:03 pm IST)