વિવિધ વિભાગ
News of Monday, 23rd April 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

ખેલ, રમત દ્વન્દ્વ દ્વારા જ સંભવે. ખેલ, રમત તો બે વિરોધની વચ્ચે શકય છે. જો બન્ને પક્ષ રમતમાં એકમત થઇ જાય તો પછી રમત જ બંધ થઇ જાય.

સંસાર ખેલ છે અને તેમાંથી બહાર નીકળી જવું છે. નિર્વાણ !

જો પરમાત્મા આ રમત, ખેલ રમાડી રહ્યો છે તેની એવી ઇચ્છા છે કે તમે દુઃખને પણ એ રીતે પચાવો, જાણે તેસુખ છે. ઝેરને પણ એ રીતે પી જાવ જાણે, તે અમૃત છે.

જીવનને લીલા સમજવાનો અર્થ છે-હવે અમને જીવન પ્રત્યે કોઇ ફરીયાદ ન રહી. છેવટે તો આ બધો ખેલ જ છે ને ! માટે તેને ગંભીરતાથી લેવાની કોઇ જરૂર નથી. અહી અન્ય કોઇ છે જ નહિ. અહીં 'એક' જ પોતાને બેમાં વિભાજીત કરીને રમી રહ્યો છે. અહી જે સંતાકુકડીની રમત રમાઇ રહી છે તે 'એક'ની વચ્ચે જ ચાલી રહી છે. પરમાત્મા જ ભાગીને છુપાઇ રહ્યોછે અને પરમાત્મા જ શોધી રહ્યો છે. અહી શોધનાર અને સંતાઇ જનાર બે નથી.

દુઃખને પણ એ રીતે જ સ્વીકારી લો જે રીતે સુખને સ્વીકારો છો.

જો જીવનને સીધા સમજશો તો દ્રષ્ટા સાક્ષી બની શકશો. અને ગંભીરતાથી લેશો તો કર્તા બનશો. ભોકતા બનશો તો દુઃખમાં પડશો. સુખમાં પડશો.

જો તમે સાક્ષી બનીને જોતા રહેશો-શુભ-અશુભ, પક્ષ-વિપક્ષ, સારા-ખરાબનો ભાવ મનમાં નહિ લાવો...નિરપેક્ષ, તટસ્થ ! બસ, ત્યાં છે સૂત્ર !

બુધ્ધ પુરૂષોના આગમન સાથે એક બીજું આકર્ષણ ઉભું થાય છે. મહાવીર, કૃષ્ણ, કબીર, ઇસુ જયારે તમારી વચ્ચેથી પસાર થાય છે ત્યારે તમારામાં એક અપૂર્વ પ્યાસ જન્મે છે-'અમે કયારે આવા થઇ શકીએ!' આ પણ પ્રકૃતિનો  જ સાદ છે પરંતુ તે જાગ્રત આયામથી છે જયાંસુધી મનુષ્ય વચલી અવસ્થામં છે ત્યાં સુધી મુશ્કેલીમાં છે, ત્યાં સુધી તે ત્રિશંકુ છે- ન તો ધરતી પર કે ન આકાશમાં, વચ્ચે લટકી રહ્યો છે. આ અવસ્થામાંથી બહાર નીકળવા કાં તો નીચે પડે, જે શકય નથી અથવા ઉત્થાન કરે. જે શકય છે પરંતુ કષ્ટસાધ્ય છે. તે અસંભવ નથી, મુશ્કેલ છે.

ભગવતતાનો અર્થ એટલો જ છે કે-તમારા અંતરમાં જે મૂર્છિત દશા હતી, તે હવ ેઅમૂર્છિત થઇ ગઇ. જે પ્રકૃતિ સુપ્ત હતી, તે જાગ્રત થઇ ગઇ. જાગ્રત વ્યકિતને ક્ષણ ાટે પણ દુઃખ થતું નથી. મૂર્છિત વ્યકિતને ક્ષણ પુરતું સુખ થતું હોય તેમ લાગે છે. પરંતુ હકીકતમાં હોય છે કયાં ? પાણી પર ખેંચેલી રેખા જેવી છે આ સુખની ક્ષણો ! થોડા બુધ્ધિશાળી બનો. સમયને અને ઉર્જાને વ્યર્થ ન વેડફો. અત્યાર સુધી મંદમતિની જેમ ઘણું જીવ્યા, હવે પ્રજ્ઞાપૂર્વક જીવો. થોડો થોડો હોશ સંભાળતા શીખો. ધીરે ધીરે એક દિવ હોશપૂર્ણ બની જશો.

બુધ્ધ પુરૂષ તો કહે છે કે માત્ર પરમાત્મા જ છે - તે તમારા હૃદયમાં ધબકી રહ્યો છે. તે જ તમારા અંતરમાં શ્વાસ લઇ રહ્યો છે. તે જ જન્મ્યો છે અને તે જ વિદાય લેશે. પરમાત્મા જ અનંત કાળથી, અનંત-અનંત રૂપોમાં પ્રગટ થઇ રહ્યો છે. - કયાંક વૃક્ષ રૂપે, કયાંક પક્ષી તો કયાંક મનુષ્ય!

પરમાત્મા જ છે ! તેના સિવાય કંઇ જ નથી. બસ, આ સત્યની પ્રતિવિજ્ઞા આ સત્યનું સ્મરણ..

જો કોઇ સાધક સમ્યક્ શ્રવણ કરે તો શ્રવણ માત્રમાં જ જાગ્રતિની ઘટના સંભવી શકે.

સત્યને તમારા હૃદય સુધી પહોંચવા દો. તેમાં બાધારૂપ ન બનો. ગ્રાહ્ય બનો. માત્ર શ્રવણ કરો ! તમારા હૃદયમાં સત્યના તીરને પહોંચવા દો, બસ, તેનો આઘાત માત્ર પર્યાપ્ત છે અને ત્યારે જન્મોજન્મની વિસ્મૃતિ નષ્ટ થઇ જશે. અને સ્મૃતિ જાગ્રત થશે કે - તમે પરમાત્મા છો.

સાધક પ્રારંભથી જ ભ્રાંત છે. શોધનો તો અર્થ થયો કે તમે માની જ લીધું કે પરમાત્માને તમે ગુમાવી બેઠા છો. તેને શોધવા પડશે. આ તે કેવી વાત કહેવાય ! તમે પરમાત્માને કઇ રીતે ગુમાવી શકો ?

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:57 am IST)