વિવિધ વિભાગ
News of Thursday, 7th October 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૩૮

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

શ્વાસોશ્વાસ
‘‘શ્વાસોશ્વાસ જો બરાબર હોય તો બધુ જ બરાબર ચાલે છે શ્વાસ જીવન છે. પરંતુ લોકો તેને અવગણે છે. તેઓ તેના ઉપર ધ્‍યાન આપતા નથી. જે કઇપણ બદલાવ આવે છે.તે શ્વાસના બદલાવથી આવે છે.''
બધાજ લોકો ખોટી રીતે શ્વાસ લે છે કારણ કે આખો સમાજ ખોટી માન્‍યતાઓ વિચારો અને અભીગમ ધરાવે છ.-ઉદાહરણ તરીકે નાનુ બાળક રડે છ.ે અને માતા રડવાની ના પાડે છે બાળક શું કરશે ? તે પોતાના શ્વાસને રોકવાની કોશીષ કરશે કારણ કે રડવુ બંધ કરવાનો આ એક જ રસ્‍તો છે જો તમે શ્વાસને રોકી લો તો બધુ જ રોકાઇ જાય છે. પછી ધીમે-ધીમે તે કાયમી થઇ જાય છે-ગુસ્‍સો નહી કરો, રડો નહી, આ નહી કરો, પેલુ નહી કરો.
બાળક શીખી જાય છે કે જો તે છીછરા શ્વાસ લેશે તો બધુ જ કાબુમાં રહેશે જો તે પુરેપુરો અને સંપૂર્ણ શ્વાસ લેશે કે જે દરેક બાળકમાં જન્‍મજાત હોય છે તો તે પોતાની જાતને કાબુમાં નહી રાખી શકે તેવા તે પોતાની જાતને અપંગ બનાવી દે છ.ે
દરેક બાળક પોતાના જનનાંગો સાથે રમે છે કારણ કે- તેનાથી તે આનંદીત થાય છે. બાળકને સમાજના રીત રીવાજો અને અર્થહીન નીયમોની ખબર નથી. પરંતુ જો તમારી માતા-પિતા તમને તમારા જનનાંગ સાથે રમતા જુએ તો તે તમન ેઅટકાવે છે. તેઓની આંખોમાં આલોચના હોય છેતમને અચરજ થાય છે અને તમને ઉંડા શ્વાસ લેવાની બીક લાગે છે કારણ કે જો તમે ઉંડા શ્વાસલેશો તો તે તમારા જનનાગને અંદરથી મસાજ આવે છે. તે મારા માટે તકલીફ કરાવે છે તેવી તમે ઉડા શ્વાસ નથી લેતા છીછરા શ્વાસ લો છો તેથી તમે તમારા જનનાગથી  અલગ થઇ જાવ છો જે પણ સમાજ સેકસને દબાવે છે તે-છીછરા શ્વાસ લેવાવાળો સમાજ છે જે લોકોનો-સેકસને દમન કરવાનો અભીગમ નથી તેઓ જ પુરેપુરો શ્વાસ લે છે તેઓના શ્વાસોશ્વાસ સુંદર છે તેઓ પ્રાણીઓની જેમ શ્વાસ લે છે બાળકની જેમ શ્વાસ લે છ.ે
આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.  
સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-
સ્‍વામી સત્‍યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(10:46 am IST)