વિવિધ વિભાગ
News of Wednesday, 9th October 2019

દિવાળીની રજાઓમાં સહેલગાહે નિકળવાની તૈયારી કરો

ગોવા-કુર્ગ-કબિની-મહાબળેશ્વર-લોનાવાલા-ખંડાલા-ઇમેજિકા-સાસણગીર-સોમનાથ-જેસલમેર-જોધપુર-કુંબલગઢ-નૈનિતાલ-સ્ટેચ્યુ ઓફ યુનિટી-સાપુતરા-રાનીખેત-સિમલા-મનાલી-ડેલહાઉસી-ધરમશાલા-કેરાલા-દાર્જીલિંગ-ગંગટોક-કલીમપોંગ-લાચુંગ-પેલીંગ-યુમ્થાંગ-કચ્છ-ઉંટી-કોડાઇકેનાલ-આંદામાન નિકોબાર-દિવ-આબુ-અંબાજી-શીરડી-શ્રીનાથદ્વારા-ઉદયપુર વિગેરે સ્થળોએ જવા માટે લોકોમાં અદમ્ય ઉત્સાહ : અબ્રોડમાં દુબઇનું ધમધોક

રોશનીનો ઝગમગાટ કરતી દિવાળી આવી રહી છે અને સાથે-સાથે નાના-મોટા સૌને મોજ પડી જાય તેવું દિવાળી વેકેશન પણ બારણે ટકોરા મારે છે ત્યારે દિવાળીની રજાઓમાં ફરવા જનારા સહેલાણીઓ પણ દશે-વિદેશના વિવિધ ડેસ્ટીનેશન્સને સર કરવા તલપાપડ બન્યા છે.

ભારતની વાત કરીએ તો ર૦૧૮ માં ગયા વર્ષે પોણા બે કરોડ જેટલા પ્રવાસીઓ ભારત આવ્યા. તો ફોરેનમાં પણ કરોડો પ્રવાસીઓ સમગ્ર વિશ્વમાંથી ફરવા ગયા. જે દેશમાં સૌથી વધુ પ્રવાસીઓ ગયા તેમાં ફ્રાન્સ, સ્પેન, અમેરિકા, ચીન, ઇટાલી વિગેરેનો સમાવેશ થાય છે.

એક સર્વે મુજબ ઓનલાઇન ટ્રાવેલ માર્કેટ સતત ગ્રો થઇ રહ્યું છે. ર૦૧૭ સુધીમાં આ માર્કેટ ૩૬૧૮૪ કરોડ ડોલર જેટલું હતું જે ર૦ર૩ સુધીમાં ૩૯ લાખ કરોડ રૂપિયાનું થવાની ધારણા છે. ટુર એન્ડ ટ્રાવેલ સેકટરમાં મહિલાઓની ભાગીદારી પણ દિવસે-દિવસે વધતી જાય છે, અને ભારતમાં મહિલાઓની ભાગીદારી ૧પ ટકા જેટલી જોવા મળે છે.

ભારતના સ્વતંત્રતા દિન ૧પ ઓગસ્ટના રોજ લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ ભારતના લોકોને આઝાદીના ૭પમાં વર્ષ નિમિતે ર૦રર સુધીમાં ભારતના ઓછામાં ઓછા ૧પ પર્યટક સ્થળોએ ફરવા જવાનો અનુરોધ કર્યો છે. કે જેથી સ્થાનિક પર્યટન સ્થળોને વેગ મળે. ઉપરાંત પર્યટક સ્થળોમાં સુધારાને અવકાશ મળે.

 ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતના પનોતા પુત્ર, સ્વપ્ન દૃષ્ટા, ભારતને અકબંધ રાખવામાં સિંહફાળો આપનાર, લોખંડી પુરૂષ સ્વ. સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે ૧૧ મહિનામાં આશરે ર૬ લાખ જેટલા પ્રવાસીઓ ભારત તથા વિદેશમાંથી આવ્યા. તો સાથે-સાથે ૪પ લાખ જેટલા લોકો સોમનાથ મહાદેવના દર્શને આવ્યા અને ૭ લાખ જેટલા લોકો અમદાવાદ ખાતે સાબરમતી આશ્રમની મુલાકાતે આવ્યા. દર વર્ષે સરેરાશ પ લાખ જેટલા લોકો સાસણગીરનો પ્રવાસ ખેડતા જોવા મળે છે.

પાટણ ખાતે આવેલ રાણકીવાવ, કચ્છનું સફેદ રણ, વિશ્વના પ્રથમ શહેરો પૈકીનું ધોળાવીરા, સાપુતારા, રાજકોટ, જુનાગઢ, અમદાવાદ- દરીયા કિનારાના શહેરો સહિતના સ્થળો ગુજરાતના ઘરેણા સમાન છે. વિશ્વના શ્રેષ્ઠ દસ બીચમાં દ્વારકાથી ૪૦ કી.મી. દુર આવેલ શિવરાજપુરનો બીચ પણ ગણી શકાય. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા નદીમાં તાજેતરમાં જ ગુજરાત રાજયના બાહોશ અને દીર્ઘદૃષ્ટા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રીવર રાફટીંગ પણ શરૂ થયું છે. કે જ ેહર કોઇને રોમાંચિત કરી દે છે. દેશ-વિદેશમાંથી પ્રવાસીઓને ગુજરાત તરફ આકર્ષવા તથા ચિકકાર રોજગારીનું સર્જન કરવા અર્થે સમગ્ર દેશમાં ટુરીઝમ રોડ શો યોજવાની ઇચ્છા પણ ગુજરાતના કેબિનેટ કક્ષાના પ્રવાસનમંત્રી શ્રી જવાહરભાઇ ચાવડાએ વ્યકત કરી હતી.

 દિવાળીની રજાઓમાં સહેલગાહે ઉપડવાના યાદગાર સપના અને જબ્બરદસ્ત ક્રેઝના ભાગરૂપે લોકો અત્યારે તો જોરદાર તૈયારીમાં લાગી ગયા છે. ટીકીટો અને હોટલ બુકીંગ માટે દોડાદોડી કરી રહ્યા છે. પસંદગીના સ્થળોએ જવા માટે ટ્રેઇનમાં લાંબુ વેઇટીંગ લીસ્ટ બની ગયાનું જાણવા મળે છે. ટ્રેન-પ્લેન ઉપરાંત પસંદગીની બસોમાં પણ લાંબા વેઈટીંગ લીસ્ટસ ઓપરેટ થઇ રહ્યા છે.

 ભાઇબીજ નિમિતે મથુરાનું અસામાન્ય મહત્વ હોવાથી તથા ગંગાસ્નાન માટે પણ ભાવિકોનો અવિરત પ્રવાહ રહેતો હોવાથી દિલ્હી, હરીદ્વાર, મથુરા, બનારસ, દહેરાદૂન, ઉતરાખંડ, વૈષ્ણોદેવી વિગેરે તરફની ટ્રેઇનોમાં રાજકોટ અને અમદાવાદથી ટીકીટ માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ઉપરાંત હાવડા, મુઝફફરનગર, મોતીહારી ગોરખપુર, ગોવાહાટી તરફની ટ્રેઇનોમાં પણ સરળતાથી બુકીંગ મળવું મુશ્કેલ દેખાય છે.

તંત્ર દ્વારા ઘણી વખત અમદાવાદ સહિત અમુક જગ્યાએથી હોલી-ડે સ્પેશ્યલ ટ્રેઇન દોડાવવામાં આવે છે. રેલ્વેના ટ્રાફીકને પહોંચી વળવા આખા ઓકટોબર મહિના દરમ્યાન રાજકોટથી પસાર થતી ૧ર જેટલી ટ્રેઇનોમાં વધારાના સ્લીપર અને એસી કોચ જોડવામાં આવ્યા છે. આ રૂટમાં હાવડા, સિકંદરાબાદ, બાન્દ્રા તુતીકોરીન, જયપુર, સાતરાગાછી, મોતીહારી, મુઝફફરપુર, દિલ્હી, સરાઇ રોહિલ્લા, તિરૂનવેલી, મડગાવ વિગેરે એકસપ્રેસનો સમાવેશ થાય છે. જો કે તત્કાલ રીઝર્વેશનમાં ચાન્સ લઇ શકાય છે. તમામ માહિતી ઇન્ડિયન રેલ્વે તથા IRCTC ની વેબસાઇટ ઉપર જોઇ શકાય છે.

દિવાળીની રજાઓમાં ફરવા માટે ઉતર ભારતના મુખ્ય પ્રવાસન સ્થળોમાં કુલુમનાલી, સિમલા, નૈનિતાલ, કાસોલ, મસૂરી, અલમોરા, પાલમપુર, હલ્દવાણી વિગેરેને ગણી શકાય.

 અમુક પસંદગીની ટ્રેનોમાં ભયંકર ટ્રાફીકને કારણે ઘણાં લોકો તો હરીદ્વાર જવા માટે અમદાવાદથી દિલ્હી ફલાઇટ લઇ અને  ત્યારબાદ દિલ્હીથી હરીદ્વાર મેલમાં હરીદ્વાર પહોંચી રહ્યા હોવાના આયોજન પણ સંભળાય છે.

લોકો ધર્મેજ, નિલકંઠ મહાદેવ, સાપુતારા નાસિક, ત્રંબકેશ્વર, શનિદેવ, દેવગઢ, શીરડી અને સપ્તસુંગીના રૂટ ઉપર જવા માટે પણ આતુર દેખાઇ રહ્યા છે.

 આ વર્ષે લોકો એવરગ્રીન એવુ ગોવા, મહાબળેશ્વર, લોનાવાલ, ખંડાલા, શીરડી, શનિદેવ, પંચમઢી, દિવ, માઉન્ટ આબુ, ઉજ્જૈન, ઇમેજિકા, લાવાસા, દાર્જીલિંગ, નૈનિતાલ, ગંગટોક, હરીદ્વારા, ગોકુળ, મથુરા, દિલ્હી, સિમલા, કુલુ-મનાલી, ડેલહાઉસી, આગ્રા, પંચગીની, એસેલવર્લ્ડ ,અંબાજી, શ્રીનાથજી, વૈષ્ણોદેવી, ઉદયપુર, કુંબલગઢ, જયપુર, જોધપુર, સાપુતારા, ઇલોરા, ઘુષ્મેશ્વર, ગાંધીનગર, પાવાગઢ, ચાંપાનેર,   દતઆશ્રમ, ઓરંગાબાદ, કોર્બેટ, સાસણગીર, સોમનાથ, દ્વારકા, કચ્છ, બેંગલોર, ઉંટી, કોડાઇ કેનાલ, મૈસૂર, હૈદ્રાબાદ, હોલીડે કેમ્પ, માધવપુર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજકોટ, તિરૂપતી બાલાજી, રામેશ્વરમ, ગીરનાર, વીરપુર (પ.પૂ. જલારામબાપા), ખોડલધામ, બગદાણા, પરબ, સતાધાર, આણંદ, આંદામાન નિકોબાર (પોર્ટબ્લેર), જેસલમેર, બિકાનેર, કુર્ગ-કબિની,રાનીખેત, ધરમશાલા, ચંડીગઢ, પોરબંદર સહિતના સ્થળોએ હોંશે હોંશે દિવાળીના વેકેશનમાં ફરવા જવા માટે પ્લાન બનાવી રહ્યા છે.

 જો કે માર્કેટમાં સતત સંભળાતી સખત મંદી, મોંઘવારી, જી.એસ.ટી., મની ક્રાઇસીસ, આઇ.ટી.ઇન્કવાયરીનો ડર, મંદીના ડરથી લોકો રૂપિયા બચાવીને રાખવા માંડયા છે, શેરબજારનું ફલકચ્યુએશન વિગેરે કારણોને લીધે હજુ સુધી ફરવા જનારાઓનો ટ્રાફીક પ્રમાણમાં ઓછો જોવા મળી રહ્યાનું ફેવરીટ ટુર્સ એન્ડ ફોરેક્ષ, પ્રા.લી. રાજકોટના દિલીપભાઇ મસરાણી, (મો.૯૮૭૯પ ૪૦૬૩૩) તથા દર્શીતભાઇ મસરાણી અને સનરાઇઝ ટુર્સ રાજકોટના સમીરભાઇ કારીયા (મો.૯૮રપ૩ ૭૭૭૦૪) તથા છબીલભાઇ કારીયા અને આરોહી ટુર્સ રાજકોટના રૂદ્ર મહેતા (મો.૮૪૮૭૦ ૦૦૦૭૦) નું કહેવું છે. દિવ તથા સાસણગીરમાં પસંદગીની હોટલોમાં સહેલાઇથી રૂમ બુકી઼ગ અવેલેબલ હોવાનું અગ્રણી ટ્રાવેલ એજન્ટસ જણાવી રહ્યા છે.

પસંદગીના સ્થળોએ જવા માટે ટ્રાફીકના કારણે સારા ડેસ્ટીનેશન્સની એર ટીકીટસ ઘણી ઉંચી કિંમતમાં મળી રહી છે. જેના કારણે પેકેજની કિંમત પણ ઘણી વધી જતી જોવા મળે છે.પરંતુ જે ટ્રાવેલ એજન્ટ પાસે અગાઉથી લીધેલા અને બુક કરાવેલા બ્લોક

પડયા હોય તેઓ પાસે ટીકીટ થોડી સસ્તી મળી શકે છે. આ વખતે મંદીને કારણે ઘણા ટ્રાવેલ એજન્ટસ 'ડ્રાયસેલિંગ' કરી રહ્યા છે.

 ઘણા કિસ્સામાં તો ડોમેસ્ટીક કરતા ઇન્ટરનેશનલ પેકેજીસ સસ્તા પડતા હોવાનું જોવા મળે છે. આ કારણે સહેલાણીઓ વિદેશ પ્રવાસ તરફ વધુ ઢળી રહ્યાનું દેખાઇ છે. ફોરેન ટુર મારીને 'ફોરેન રીટર્ન' કહેવડાવાની મજા પણ કંઇક ઓર જ હોય છે. ઘણી વખત સસ્તા કરતા 'કવોલિટી પેકેજીસ' સોનામાં સુગંધ ભેળવી દે છે.

 પસંદગીના સ્થળોએ ઘણી જગ્યાએ હોટલ્સના રૂમ્સની અવેલેબિલિટી ન હોય, લોકોએ કોઇપણ કેટેગરીની હોટલ (સ્ટાન્ડર્ડથી માંડી સેવન સ્ટાર) માં જયા પણ કન્ફર્મ બુકીંગ મળે ત્યાં જવા માટે નિકળવાની તૈયારી કરી લીધી છે. અથવા તો કરી રહ્યા છે.

 દિવસે-દિવસે ઘણા નવા-નવા ડેસ્ટીનેશન્સ ખુલવા માંડતા લોકોને પણ પોતાનું બજેટ,  જોઇતી ફેસેલિટીઝ, શોખ તથા અનુકુળતા પ્રમાણે જુદા-જુદા સ્થળોએ ફરવાનો અમૂલ્ય મોકો હવે મળી રહ્યાનું જોવા મળે છે.

વિદેશ પ્રવાસ કરવા માટે ભારતની અગ્રગણ્ય રાષ્ટ્રીય તથા ખાનગી બેન્કો પસંદગીના ટ્રાવેલ એજન્ટસ-ટુર ઓપરેટર્સના સહયોગથી લોન પણ આપી રહ્યાનું જાણવા મળે છે. નકકી કરેલા વ્યાજદર સાથે માસિક હપ્તા સાથે પેમેન્ટ કરવાનું હોય છે.

કઇ હોટલ કેવી ફેસેલીટી આપે છે ? પેકેજમાં શું ઈન્કલુડ છે? હોટલની કવોલિટી કેવી  છે ? ટેરીફ કેવા છે? ફુડ કવોલિટી તથા સ્ટાફ અને રૂમ સર્વિસ કેવા છે ? લોકેશન વિગેરે બાબતો ઇન્ટરનેટની મદદથી 'TRIPADVISER'માં જઇને પણ જાણી શકાય છે. સહેલાણીઓના ઓપીનિયન પણ જોવા મળે છે.

 આ વખતે લોકો રાજસ્થાનમાં ઉદયપુર, કુંબલગઢ, જયપુર જેવા ડેસ્ટીનેશન્સ પસંદ કરી રહ્યા છે. જેમાં ઉદયપુરના બ્રેકફાસ્ટ-ડીનર સાથેના તથા હોટલ બુકીંગ સાથેના કપલ પેકેજીસ વિવિધ કિંમતે ટ્રાવેલ  માર્કેટમાં ઉપલબ્ધ છે. ઉદયપુરથી કુંબલગઢ આશરે ૮૦ કિ.મી. છે. કુંબલગઢનો કિલ્લો, શાંતિમય અને આહ્લાદક વાતાવરણ લોકોને ત્યાં ખેંચી જાય છે.

આ ટુરીસ્ટસ સ્પોટ વધુ ચાલવાના કારણોમાં નજીકમાં શ્રીનાથદ્વારામાં શ્રીનાથજીનું મંદિર, બસ, ટ્રેન, પ્લેનમાં રીઝર્વેશનની પળોજણમાં પડયા વિના ગ્રુપ-સર્કલ-ફેમીલી સાથે સરળતાથી બાય રોડ સેલ્ફ ડ્રાઇવીંગથી જઇ શકાય, નજીક પડે, પ્રમાણમાં ઓછો ખર્ચ વિગેરે ગણી શકાય.

આ ઉપરાંત રાજસ્થાનમાં આ વખતે મેકસીમમ જેસલમેર ચાલે છે.તેના ર રાત્રી ર દિવસના બ્રેક ફાસ્ટ-ડીનર સાથેના એકસ જેસલમેર થ્રી સ્ટાર પેકેજ પ્રતિ વ્યકિત ૧૦ થી ૩પ હજાર રૂપિયામાં સેલ થઇ રહ્યા છે. અમદાવાદથી જેસલમેર ફલાઇટ પણ શરૂ થઇ ગઇ છે. જેની હાલમાં રીટર્ન ટીકીટ ૧૦પ૦૦ રૂપિયા આસપાસ છે. સામાન્ય દિવસોમાં રીટર્ન ટીકીટ પર૦૦ રૂ.આસપાસ મળતી હોય છે.

પોતાની ગાડી હોય તો જોધપુર-જેસલમેરનો પ રાત્રી ૬ દિવસનો થ્રી સ્ટાર પેકેજ પ્રતિ વ્યકિત રપ હજાર આસપાસ બુક કરી શકાય છે જેમાં ર રાત્રી જોધપુર, ર રાત્રી જેસલમેર અને એક રાત્રી સેન્ડયુન્સ' (રણમાં ટેન્ટ સાથે) માં ગાળી શકાય છે.

આ ઉપરાંત આબુ અંબાજી પણ જઇ શકાય છે.જેમાં બ્રેકફાસ્ટ અને ડીનર સાથેના આબુના ર રાત્રી ૩ દિવસના થ્રી સ્ટાર કપલ પેકેજીસ ૧૦ હજાર આસપાસ અવેલેબલ થઇ શકે છે.

 સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડીયા-નર્મદા ડેમ) જબ્બર ચાલે છે. ત્યા જવા માટે ટીકીટ સહિતનું ઓનલાઇન બુકીંગ કરી શકાય છે. ગુજરાત ટુરીઝમ દ્વારા પણ બુકીંગ થઇ શકે છે. ત્યાં ર રાત્રી ટેન્ટમાં રહેવાના કપલ પેકેજ ૧૮ હજાર રૂપિયામાં પડે છે. જેમાં ટ્રાન્સપોર્ટેશન અને ટીકીટ શરતોને આધિન ફ્રી આપવામાં આવતા હોય છે.

 કચ્છ જવાવાળા સહેલાણીઓમા આઉટ ઓફ ગુજરાતના વધુ જોવા મળે છે. કચ્છમાં વ્હાઇટ ડેઝર્ટ, કાળો-ભુજીયો ડુંગર, માતાનો મઢ, નારાયણ સરોવર, ગાંધીધામ-ભુજનો રીસોર્ટ  વિગેરે સાઇટસીન્સનો સમાવેશ થાય છે. લકઝુરીયસ ટેન્ટના પેકેજ ૧૮ હજાર રૂપિયા આસપાસ મળે છે. જેમાં કમ્પ્લીટ ફુડ અને સાઇટસીન્સ ઇન્કલુડ હોય છે.

 સાપુતારામાં ર રાત્રી ૩ દિવસના થ્રી સ્ટાર કપલ પેકેજ ૧૦ હજાર આસપાસ છે. તો ગુજરાત ટુરીઝમના ર રાત્રી ૩ દિવસના કપલ પેકેજ ૬ હજાર આસપાસ પ્રીફર થઇ રહ્યા છે. સાસણગીરના રૂટ ઉપર છેલ્લા દિવસોમાં ધસારો રહેતો હોય છે.

 સાઉથ ઇન્ડિયાના બેંગ્લોર-મૈસુર-ઉંટી-કોડાઇ કેનાલના ૭ રાત્રી ૮ દિવસના એકસ બેંગ્લોર પેકેજ પ્રતિ વ્યકિત ૩ર હજાર આસપાસ મળી રહ્યા છે. આ પેકેજ  છેલ્લે કોઈમ્બતુર પુરો થાય છે.

 આ ઉપરાંત કુર્ગ-કબિનીના ૬ રાત્રી ૭ દિવસના એકસ અમદાવાદ બાય એર થ્રી સ્ટાર પેકેજ પ્રતિ વ્યકિત ૩૫ થી ૪૦ હજાર આસપાસ બોલાઈ રહ્યા છે. અમદાવાદથી બેંગ્લોર ફલાઈટની ટીકીટ અવેલેબલ થતી હોય છે.

 દિવાળીની રજાઓમાં ઉતરાંચલ (નૈનિતાલ-રાનીખેત-કોર્બેટ)ના ૬ રાત્રી ૭ દિવસના એકસ અમદાવાદ પેકેજ પણ પ્રતિ વ્યકિત ૩૨ હજાર આસપાસ પસંદગી પામી રહ્યા છે.

 નોર્થ ઈન્ડીયામાં કુલુ-મનાલી-સિમલા-ચંડીગઢના ૬ રાત્રી ૭ દિવસના એકસ અમદાવાદ પેકેજ વરસાદનો ભય હોવા છતા પણ પ્રતિ વ્યકિત ૩૫ હજાર રૂપિયા આસપાસ ડીમાન્ડેબલ છે.

આ ઉપરાંત સિમલા, મનાલી, ડેલાહાઉસી, ધરમશાલા, અમૃતસરના ૯ રાત્રી ૧૦ દિવસના એકસ અમદાવાદ બાય એર પેકેજ (અમદાવાદ-દિલ્હી બાય એર) પ્રતિ વ્યકિત ૪૫ હજાર આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે.

 ગયા વર્ષ કરતા આ વર્ષે કેરાલા થોડુ ઓછુ ચાલતુ હોવાનું દેખાઈ છે, કારણ કે અમદાવાદથી એર ટીકીટ પ્રમાણમાં કોસ્ટલી પડે છે. જે ટ્રાવેલ્સ એજન્ટ પાસે ફલાઈટની ટીકીટના બ્લોક અવેલેબલ હોય તેની પાસે કેરાલાના ૭ રાત્રી ૮ દિવસના એકસ અમદાવાદ પેકેજીસ પ્રતિ વ્યકિત ૩૮ થી ૪૦ હજાર આસપાસ બુક થઈ રહ્યા છે.

 નોર્થ ઈસ્ટ (દાર્જીલીંગ, ગંગટોક, કલીમપોંગ, લાચુંગ, પેલીંગ, યુમ્થાંગ)ના ૭ રાત્રી ૮ દિવસના એકસ અમદાવાદ બાય એર પેકેજ પ્રતિ વ્યકિત ૪૫ હજાર આસપાસ મળી રહ્યા છે.

 નાના સેન્ટરની ઈન્કવાયરીમાં ગોવા, મહાબળેશ્વર, લોનાવાલા, ખંડાલા, ઈમેજિકા વિગેરેનો સમાવેશ થાય છે.

ગોવાનો ૩ રાત્રી ૪ દિવસનો થ્રી સ્ટાર એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્યકિત ૨૧ હજાર આસપાસ તથા ફાઈવ સ્ટાર પેકેજ બાય એર પ્રતિ વ્યકિત ૩૫ હજાર આસપાસ હોવા છતા પણ ચમચમાવીને વેચાય રહ્યા છે. જો કે ગોવાના એકસ અમદાવાદ તથા એકસ મુંબઈ પેકેજ પ્રમાણમાં થોડા સસ્તા પણ જોવા મળતા હોય છે.

આ ઉપરાંત મહાબળ ેશ્વર, લોનાવાલા, ખંડાલાના બ્રેકફાસ્ટ, ડીનર સાથેના ૬ રાત્રી ૭ દિવસના એકસ મુંબઈ થ્રી સ્ટાર પેકેજીસ પ્રતિ વ્યકિત ૨૯ થી ૩૫ હજાર આસપાસ વેચાઈ રહ્યા છે. આ પેકેજમાં ૨ રાત્રી લાવાસા એડ કરીએ તો પ્રતિ વ્યકિત ૩૬ થી ૪૫ હજાર રૂપિયા આસપાસ થવા જાય છે.

અમદાવાદથી પુના નિયમિત ફલાઈટ મળે છે ત્યાંથી ઈમેજિકા જઈને લોનાવાલા જઈ શકાય છે. મુંબઈથી ઈમેજિકા જવા માટે દરરોજ સવારે એ.સી. કોચ પણ ફ્રીલી અવેલેબલ હોય છે. બજેટને અનુરૂપ ઈમેજિકા જવાનો રૂટ અને પેકેજ પસંદ કરી શકાય છે.

ઈમેજિકાનો નોવાટેલ ફાઈવ સ્ટાર હોટલનો ૨ રાત્રી ૩ દિવસનો કપલ પેકેજ ૧૮ હજાર રૂપિયા આસપાસ બુક થતો હોય છે. આમા ઈમેજિકા પાર્કની ટીકીટ ઈન્કલુડ નથી. એક પાર્કની ટીકીટનો ભાવ ૧૮૦૦ રૂપિયા જેટલો છે, ત્યાં બે પાર્ક આવેલા છે.

 આંદામાન - નિકોબાર (પોર્ટબ્લેર)ના ૬ રાત્રી ૭ દિવસના લકઝુરીયસ અને લેવિસ લાઈફ સ્ટાઈલ માણી શકાય તેવા બાય એર એકસ અમદાવાદ પેકેજ પણ ડીઝાઈન થઈ રહ્યા છે. માણસો ભૂતાન પણ લઈ રહ્યા છે.

 આ ઉપરાંત હૈદ્રાબાદ લીયોના રીસોર્ટ તથા રામોજી સ્ટુડીયો પણ લોકોની ચોઈસ બની રહ્યા છે.

 સૌરાષ્ટ્રની વાત કરીએ તો લોકો જૂનાગઢ-ગીરનાર જઈને ત્યાં આવેલા પ્રસિદ્ધ પ્રેરણાધામ અને વિવિધ આશ્રમોમાં એક બે દિવસનું રોકાણ કરીને વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. દ્વારકા પણ જગપ્રસિદ્ધ કૃષ્ણ મંદિર તથા નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શનનો લાભ લેવા લોકો તલપાપડ હોય છે.

સાથે - સાથે વીરપુર (પ.પૂ. જલારામબાપા), ખોડલધામ, પરબ, સતાધાર, બગદાણા,  ચોટીલા, રાજકોટમાં મોલ, મલ્ટીપ્લેક્ષ થીયેટર, પાણીથી છલોછલ ભરેલા ડેમો, નવુ નિર્માણ પામેલ ગાંધી ઈન્ટરનેશનલ મ્યુઝીયમ, તુલશીશ્યામ, વીરપુર પાસે આવેલ કિંગ્સ તથા હેવન્સ વોટરપાર્કસ  સહીતના સ્થળોએ લોકો દિવાળી દરમ્યાન રજાની મોજ માણશે.

સોૈરાષ્ટ્રમાં ખાસ કરીને બહારથી આવીને સગા-વ્હાલાઓને ત્યાં રોકાયેલા લોકો તેમના પરિચીતો દ્વારા સોૈરાષ્ટ્રના વિવિધ ધાર્મિક સ્થળોની ટુર કરતા પણ જોવા મળે છે.

 જોકે આ વખતે મંદી તથા અન્ય કારણોને લીધે મોટાભાગની જગ્યાએ હજુ પણ બુકીંગ અવેલેબલ હોવાનું અગ્રણી ટ્રાવેલ એજન્ટસ કહી રહયા છે. ઉપરાંત અમુક પેકેજીસમાં તો ડીસ્કાઉન્ટ પણ મળે છે.

 ગુજરાતમાં નર્મદા જિલ્લામાં પોઇચા ખાતે સ્વામીનારાયણ સંપ્રદાયનું નિલકંઠધામ પણ ફરવા લાયક અને જોવા લાયક છે. ભકતોનો અવિરત પ્રવાહ અહીં જોવા મળે છે. રાજ પીપળાથી ૧૨ કિ.મી. તથા વડોદરાથી ૫૦ કી.મી. જેટલું અંતર છે www.nilkanthdham.org.

સરદાર સરોવર ડેમ, કેવડીયા તરફ પણ જઇ શકાય છે. અમદાવાદની પાસે સાણંદ વોટર પાર્ક તથા ગાંધીનગરથી આગળ સ્વપ્નસૃષ્ટિ વોટરપાર્ક અને  પ્રખ્યાત મહુડી પણ જઇ શકાય છે.

રાજકોટ ખાતે ચારે બાજુ લીલીછમ્મ ધરતીના ખોળે, ન્યારી ડેમ રોડ, કાલાવડ રોડ ઉપર આવેલ લકઝુરીયસ-ફેબ્યુલસ રીસોર્ટ રીજન્સી લગૂનના પેકેજ પણ આકર્ષક હોય છે. અહીં સમગ્ર ગુજરાતનો સોૈથી મોટો કહેવાતો રજવાડી બેન્કવેટ હોલ પણ અસ્તિત્વ ધરાવે છે.

યુરોપીયન કન્ટ્રીઝની લાઇફ સ્ટાઇલનો અનુભવ કરાવતો રીજન્સી લગુન રીસોર્ટ કવોલીટી ઓફ ફુડઝ, બેસ્ટ હોસ્પિટાલીટી તથા એટ્રેકટીવ એમેનિટીઝ માટે જાણીતો છે. અહીં યાદગાર રજાઓ ગાળી શકાય છે. (મો. ૭૦૬૯૦ ૫૩૬૧૪-૧૩-૧૨)

ટ્રેન-પ્લેન સિવાય રાજકોટ તથા અન્ય જગ્યાએથી લકઝરી બસ દ્વારા પણ ભારતભરમાં વિવિધ જગ્યાઓ માટેના દિવાળીના પેકેજ ઉપડતા હોય છે. એલટીસી માન્ય પ્રવાસો પણ હોય છે. જેમાં જીરાવાલા ટુરીઝમ (મો. ૯૩૭૫૬ ૪૮૫૦૦),સુરજ ટુરીઝમ (૯૫૫૮૪ ૪૭૩૮૮), કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (૮૩૪૭૯ ૯૪૯૯૯), સંજય યાત્રા સંધ (૯૪૨૬૭ ૮૮૧૯૬), ઉમીયાજી યાત્રા પ્રવાસ (૯૪૨૯૩ ૬૩૦૪૦) વિગેરે અગ્રણી ટ્રાવેલ એજન્ટનો સમાવેશ થાય છે.

ફોરેન ટુરના પેકેજીસ

દિવાળીની રજાઓ તથા વેકેશનમાં આઉટ ઓફ ઇન્ડિયા ફલાઇ કરવાવાળા સહેલાણીઓની વાત કરીએ તો આ વર્ષે પણ દુબઇ ધ મોસ્ટ ડીમાન્ડીંગ ડેસ્ટીનેશન રહ્યું છે. ફોરેનના અન્ય પેકેજો કરતા પ્રમાણમાં સસ્તુ અને ઝગમગાટ સાથે મોજ-મસ્તી કરાવતા દુબઇના ૫ રાત્રી તથા ૬ રાત્રીના એકસ-અમદાવાદ પેકેજ ૬૦ હજારથી માંડી ૮૫ હજાર સુધી ટ્રાવેલ એજન્ટ દ્વારા ઓફર

૮૦ હજારથી એક લાખ વીસ હજાર આસપાસ પસંદગી પામી રહ્યા છે.

 શ્રીલંકા (કોલંબો- નુવારાએલીયા-બેન્ટોટા-કેન્ડી)ના એકસ અમદાવાદ પેકેજ પણ પ્રતિ વ્યકિત ૫૫ થી ૬૦ હજાર આસપાસ બુક થઇ રહ્યા છે.

 અઝરબાયજાન(બાકુ)ના ૪ કે ૫ રાત્રીના પેકેજ પ્રતિ વ્યકિત ૬૦ હજાર આસપાસ બોલાઇ રહ્યા છે. આ ડેસ્ટીનેશન માત્ર જેન્ટસ માટેનું ગણાય છે. અહીની નાઇટ લાઇફ ચર્ચામાં  રહેતી હોય છે.

યુરોપ મોટે ભાગે ઠપ્પ પડયું છે છતાં પણ અમુક ટ્રાવેલ એજ્ન્ટસ તેના બુકીંગ લઇ રહ્યા છે.

દિવાળીની રજાઓમાં રશિયાની પણ ઇન્કવાયરી થઇ રહી છે. મોસ્કો અને સેન્ટ પીટસબર્ગના ૬ રાત્રી ૭ દિવસના એકસ અમદાવાદ / મુંબઇ/ દિલ્હી પેકેજ પ્રતિ વ્યકિત ૮૦ હજાર આસપાસ શોર્ટઆઉટ થઇ રહ્યા છે.

FIT (ફ્રીકવન્ટ ઇન્ડીવિઝયુઅલ ટ્રાવેલર) તથા (ફ્રી ઇન્ડીપેન્ડન્ટ ટ્રાવેલર)માં પણ ફોરેનના વિવિધ પેકેજીંસ લોકો લઇ રહ્યા છે. જેમાં ઇન્ડોનેશીયા (બાલી), ન્યુઝીલેન્ડ,ઓસ્ટ્રેલીયા, સાઉથ આફ્રીકા, જાપાન, ટર્કી, ગ્રીસ, એમ્સ્ટરડમ, યુરોપ, અમેરિકા, ક્રોએશિયા, તાશકંદ વિગેરેનો સમાવેશ થાય છે.

 ડોમેસ્ટીક તેમજ ઇન્ટરનેશનલ તમામ પેકેજીસમાં કમ્પેરેટીવ રેઇટસ મળી શકે છે. વિવિધ ઇન્ટરનેશનલ ફ્રેન્ચાઇઝી અને ચેઇન પણ ફોરેનના શોખીનો માટે અવેલેબલ છે.જેમાં કોક્ષ એન્ડ કિંગ્સ,  SOTC, કેસરી, વિણા વર્લ્ડ, ફલેમિંગો,  ACE  ટુર્સ, ઝેનિથ હોલિડેઝ વિગેરે છે. ઇન્ટરનેટ તથા ઓનલાઇન બુકીંગના જમાનામાં મેક માય ટ્રીપ, GOIBIBO, કલીયર ટ્રીપ વેબ પોર્ટલ તથા OYO રૂમ્સ વિગેરે પણ લાભ લઇ શકાય છે. વિવિધ ડેસ્ટીનેશન્સ ઉપર ઓનલાઇન બુકીંગ પણ કરી શકાય છે. ડીસ્કાઉન્ટ અને બેસ્ટ પ્રાઇસ પણ મળી શકે છે.

 ઘણાં ટ્રાવેલ એજન્ટસ પાસે અગાઉ લીધેલા ટીકીટોના બ્લોક પડયા હોવાનું જાણવા મળે છે. હોટલ બુકીંગ પણ પડયા હોવાનું સંભળાઇ રહ્યું છે જે હજુ વેચવાના બાકી છે. તો આવી રીતે પડેલા બ્લોક કે હોટલ બુકીંગ ફાયદો કરાવી આપતા હોય છે.

(કોઇ પણ જ્ગ્યા માટેના પેકેજ લેતા પહેલા કે બુકીંગ કરાવતા પહેલા ટુર પેકેજ વિશેની સંપૂર્ણ માહિતીની ચોખવટ જે તે જવાબદાર વ્યકિત સાથે કરી લેવી હિતાવહ છે. જેથી ટુર દરમ્યાન કોઇ અગવડતા ભોગવવી ન પડે. બની શકે તો લેખિતમાં લેવાનો આગ્રહ રાખી શકાય. અહીં લેખમાં આપેલ પેકેજની કિંમતમાં સંજોગોવસાત ફેરફાર શકય છે. અમુક  ટ્રાવેેલ્સ એજન્ટ દ્વારા કસ્ટમર્સ સાથે છેતરપિંડી થતી હોવાના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે. તેથી વિશ્વાસપાત્ર અને ઓથોરાઇઝડ એજન્ટ પાસે જ બુકીંગ કરાવવું હિતાવહ છે.)

તો થઇ જાવ તૈયાર અને કરો લગેજ પેક. દિવાળીની રજાઓને યાદગાર બનાવવા અને આ અમૂલ્ય યાદગીરીને મોબાઇલ -ટેકનોલોજીની મદદથી ફોટોગ્રાફી વિડીયોગ્રાફીના રૂપમાં મન-હૃદયમાં કંડારવા.

 અને હા, દેશ-વિદેશમાં કયાંય પણ જશો ત્યાં સમયને અનુરૂપ કામના સમયે કામ કરીને 'ખાઓ, પીઓ ને મોજ કરો'ની થીયરી અપનાવતા ખમીરવંતા સૌરાષ્ટ્રવાસીઓ અને ગુજરાતીઓ તો મળવાના જ છે. અને એટલે જ કહેવાય છે ને કે 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત.'

દિવાળીની રજાઓ અને દિવાળી પછી શરૂ થતું નવું વર્ષ આપ સૌને સુખ, શાંતિ, સમૃધ્ધિ, કીર્તિ અને ઐશ્વર્ય અર્પે તેવી હૃદયપૂર્વકની શુભકામનાઓ અને પ્રભુ પાસે પ્રાર્થના. જય જય ગરવી ગુજરાત સાથે સર્વેને હેપ્પી જર્ની તથા જયશ્રી કૃષ્ણ. કરાઇ રહયા છે. પેકેજમાં રેઇટ પ્રમાણે એક રાત્રી વિશ્વ વિખ્યાત લાપીતા રીર્સોટ ખાતે આપવામાં આવે છે.

વિવિધ ફેસેલીટીઝ, હોટલની કેટેગરી, દિવસો, ફલાઇટની કવોલીટી, હોસ્પિટાલીટી અને સાઇટ સીન્સના આધારે દુબઇના પેકેજની કોસ્ટ નક્કી થતી જોવા મળે છે. દુબઇમાં નવા નવા આકર્ષણ પણ ઉમેરાતા જાય છે. જેમ કે દુબઇ ફ્રેમ બિલ્ડિંગ, અબુધાબીમાં આવેલ લોવરૂ (LOUVRE) મ્યુઝીયમ, બાળકોને આકર્ષતો વોર્નર બ્રધર્સ સ્ટુડીઓ, શેખ ઝાયદ નેશનલ મ્યુઝીયમ, સદીયાત આઇલેન્ડ (અબુધાબી) વિગેરેનો સમાવેશ થાય છે.

અબ્રોડના અન્ય પેકેજીસમાં સિંગાપુર, મલેશીયા, થાઇલેન્ડ વીથ ડ્રીમ ક્રુઝ ૧૨ રાત્રી, ૧૩ દિવસ સાથે એકસ અમદાવાદ પ્રતિ વ્યકિત એક લાખ ચોત્રીસ હજાર આસપાસ ચપોચપ વેચાઇ રહ્યા છે.

આ ઉપરાંત સિંગાપુર, મલેશિયા વીથ ડ્રીમ ક્રુઝ ૯ રાત્રી ૧૦ દિવસના એકસ અમદાવાદ પેકેજ પણ પ્રતિ વ્યકિત એક લાખ અઢાર હજાર રૂપિયા આસપાસ પસંદગી પામી રહયા છે.

ફોરેનના નવા પેકેજ અને નવુ ડીસ્ટીનેશન પસંદગી પામી રહયા છે. તેમાં પ્રાગ (ચેક રીબ્લિક) વિયેના (ઓસ્ટ્રીયા) અને બુડાપેસ્ટ (હંગેરી) નો ૮ રાત્રી ૯ દિવસના પેકેજનો સમાવેશ થાય છે. એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્યકિત એક લાખ પચીસ હજાર આસપાસ પ્રીફર થઇ રહયો છે. ફલાઇટમાં અમદાવાદ-શારજાહ-પ્રાગ અને રીટર્ન વિયેના-શારજાહ-પ્રાગ આવી શકાય છે.

આ ઉપરાંત હોંગકોંગ-મકાઉ-સેન્ઝેન (ચાઇના) ના ૭ રાત્રી ૮ દિવસના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્યકિત એક લાખ દસ હજાર આસપાસ બોલાઇ રહયા છે .જોકે હોંગકોંગમાં છેલ્લા થોડા સમયથી અશાંત પરિસ્થિતીને કારણે પેકેજના ભાવ ડાઉન જઇ રહ્યા હોવાનું પણ દેખાય છે.

 દરીયા કિનારે (બીચ) ફરવાના શોખીનો ઇન્ડિયાં બહાર મોરેેશીયસ પ્રીફર કરી રહ્યા છે. ત્યાંના રમણિય બીચ નાના-મોટા સૌને આકર્ષે છે. ૬ રાત્રી ૭ દિવસના એકસ. મુંબઇ પેકેજીસ પ્રતિ વ્યકિત ૭૦ થી ૯૦ હજાર આસપાસ લોક થઇ રહ્યા છે.

ફુકેત-ક્રાબી તથા તેની સાથે બેંગકોકના ફેમીલી પેકેજ પણ સારા ચાલતા હોવાનું દેખાય છે. ૬ રાત્રી ૭ દિવસના એકસ મુંબઇ પેકેજીસ પ્રતિ વ્યકિત ૬૦ થી ૭૫ હજાર આસપાસ ધડાધડ બુક થઇ રહ્યા છે.જેમાં ૩ રાત્રી ફુકેત, ૨ રાત્રી ક્રાબી તથા ૧ રાત્રી બેંગકોકનો સમાવેશ થાય છે.

 આ દિવાળી ઉપર ફરવા જવા માટે માલદિવ્ઝ પણ ચાલ્યું છે. જેના ૪ રાત્રી ૫ દિવસના એકસ મુંબઇ પેકેજ પ્રતિ વ્યકિત ૮૦ હજારથી એક લાખ વીસ હજાર આસપાસ પસંદગી પામી રહ્યા છે.

 શ્રીલંકા (કોલંબો- નુવારાએલીયા-બેન્ટોટા-કેન્ડી)ના એકસ અમદાવાદ પેકેજ પણ પ્રતિ વ્યકિત ૫૫ થી ૬૦ હજાર આસપાસ બુક થઇ રહ્યા છે.

 અઝરબાયજાન(બાકુ)ના ૪ કે ૫ રાત્રીના પેકેજ પ્રતિ વ્યકિત ૬૦ હજાર આસપાસ બોલાઇ રહ્યા છે. આ ડેસ્ટીનેશન માત્ર જેન્ટસ માટેનું ગણાય છે. અહીની નાઇટ લાઇફ ચર્ચામાં  રહેતી હોય છે.

યુરોપ મોટે ભાગે ઠપ્પ પડયું છે છતાં પણ અમુક ટ્રાવેલ એજ્ન્ટસ તેના બુકીંગ લઇ રહ્યા છે.

દિવાળીની રજાઓમાં રશિયાની પણ ઇન્કવાયરી થઇ રહી છે. મોસ્કો અને સેન્ટ પીટસબર્ગના ૬ રાત્રી ૭ દિવસના એકસ અમદાવાદ / મુંબઇ/ દિલ્હી પેકેજ પ્રતિ વ્યકિત ૮૦ હજાર આસપાસ શોર્ટઆઉટ થઇ રહ્યા છે.

FIT (ફ્રીકવન્ટ ઇન્ડીવિઝયુઅલ ટ્રાવેલર) તથા (ફ્રી ઇન્ડીપેન્ડન્ટ ટ્રાવેલર)માં પણ ફોરેનના વિવિધ પેકેજીંસ લોકો લઇ રહ્યા છે. જેમાં ઇન્ડોનેશીયા (બાલી), ન્યુઝીલેન્ડ,ઓસ્ટ્રેલીયા, સાઉથ આફ્રીકા, જાપાન, ટર્કી, ગ્રીસ, એમ્સ્ટરડમ, યુરોપ, અમેરિકા, ક્રોએશિયા, તાશકંદ વિગેરેનો સમાવેશ થાય છે.

 ડોમેસ્ટીક તેમજ ઇન્ટરનેશનલ તમામ પેકેજીસમાં કમ્પેરેટીવ રેઇટસ મળી શકે છે. વિવિધ ઇન્ટરનેશનલ ફ્રેન્ચાઇઝી અને ચેઇન પણ ફોરેનના શોખીનો માટે અવેલેબલ છે.જેમાં કોક્ષ એન્ડ કિંગ્સ,  SOTC, કેસરી, વિણા વર્લ્ડ, ફલેમિંગો,  ACE  ટુર્સ, ઝેનિથ હોલિડેઝ વિગેરે છે. ઇન્ટરનેટ તથા ઓનલાઇન બુકીંગના જમાનામાં મેક માય ટ્રીપ, GOIBIBO, કલીયર ટ્રીપ વેબ પોર્ટલ તથા OYO રૂમ્સ વિગેરે પણ લાભ લઇ શકાય છે. વિવિધ ડેસ્ટીનેશન્સ ઉપર ઓનલાઇન બુકીંગ પણ કરી શકાય છે. ડીસ્કાઉન્ટ અને બેસ્ટ પ્રાઇસ પણ મળી શકે છે.

 ઘણાં ટ્રાવેલ એજન્ટસ પાસે અગાઉ લીધેલા ટીકીટોના બ્લોક પડયા હોવાનું જાણવા મળે છે. હોટલ બુકીંગ પણ પડયા હોવાનું સંભળાઇ રહ્યું છે જે હજુ વેચવાના બાકી છે. તો આવી રીતે પડેલા બ્લોક કે હોટલ બુકીંગ ફાયદો કરાવી આપતા હોય છે.

(કોઇ પણ જ્ગ્યા માટેના પેકેજ લેતા પહેલા કે બુકીંગ કરાવતા પહેલા ટુર પેકેજ વિશેની સંપૂર્ણ માહિતીની ચોખવટ જે તે જવાબદાર વ્યકિત સાથે કરી લેવી હિતાવહ છે. જેથી ટુર દરમ્યાન કોઇ અગવડતા ભોગવવી ન પડે. બની શકે તો લેખિતમાં લેવાનો આગ્રહ રાખી શકાય. અહીં લેખમાં આપેલ પેકેજની કિંમતમાં સંજોગોવસાત ફેરફાર શકય છે. અમુક  ટ્રાવેેલ્સ એજન્ટ દ્વારા કસ્ટમર્સ સાથે છેતરપિંડી થતી હોવાના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે. તેથી વિશ્વાસપાત્ર અને ઓથોરાઇઝડ એજન્ટ પાસે જ બુકીંગ કરાવવું હિતાવહ છે.)

તો થઇ જાવ તૈયાર અને કરો લગેજ પેક. દિવાળીની રજાઓને યાદગાર બનાવવા અને આ અમૂલ્ય યાદગીરીને મોબાઇલ -ટેકનોલોજીની મદદથી ફોટોગ્રાફી વિડીયોગ્રાફીના રૂપમાં મન-હૃદયમાં કંડારવા.

 અને હા, દેશ-વિદેશમાં કયાંય પણ જશો ત્યાં સમયને અનુરૂપ કામના સમયે કામ કરીને 'ખાઓ, પીઓ ને મોજ કરો'ની થીયરી અપનાવતા ખમીરવંતા સૌરાષ્ટ્રવાસીઓ અને ગુજરાતીઓ તો મળવાના જ છે. અને એટલે જ કહેવાય છે ને કે 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત.'

દિવાળીની રજાઓ અને દિવાળી પછી શરૂ થતું નવું વર્ષ આપ સૌને સુખ, શાંતિ, સમૃધ્ધિ, કીર્તિ અને ઐશ્વર્ય અર્પે તેવી હૃદયપૂર્વકની શુભકામનાઓ અને પ્રભુ પાસે પ્રાર્થના. જય જય ગરવી ગુજરાત સાથે સર્વેને હેપ્પી જર્ની તથા જયશ્રી કૃષ્ણ.

રાજકોટ તથા અન્ય જગ્યાએથી ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ ટુર પેકેજીસ ઉપાડતા અગ્રણી ટ્રાવેલ એજન્ટસ

કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (મો.૮૩૪૭૯ ૯૪૯૯૯),બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષ (મો. ૮૦૦૦૫ ૦૦૦૫૦), ફેવરીટ ટુર્સ એન્ડ ફોરેક્ષ (મો. ૯૮૭૯૫ ૪૦૬૩૩), ફેસ્ટીવ હોલીડેઝ (મો. ૯૭૩૭૮ ૭૭૭૭૯), પ્રભાવ ટ્રાવેલ્સ (મો. ૯૩૨૭૭ ૪૬૨૦૨), આગમ ટુર્સ (મો. ૮૮૬૬૨ ૨૩૮૯૧), (મો. ૯૪૨૮૨ ૮૭૯૧૯), અપ્સરા ટુર્સ (મો. ૯૮૨૪૫ ૬૮૦૧૩), આરવી હોલીડેઝ (મો. ૯૭૧૪૯ ૯૯૯૧૪), બી ટુરીઝમ (મો. ૭૦૧૬૩ ૦૫૫૬૦), સફારી ટુરીઝમ (મો. ૯૫૫૮૯ ૫૫૧૯૯), અખિલ ભારત ટુર્સ (મો. ૯૮૨૫૯ ૧૧૯૨૦), A S ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (મો. ૮૩૨૦૧ ૨૧૧૧૮),  ટીપટોપ તથા હેવન્સ ટુર્સ (મો. ૯૯૨૪૩ ૯૪૨૭૦), આર.પી. ટુર્સ (મો. ૮૦૮૦૦ ૦૦૦૯૮), નિજ હોલીડેઝ (મો. ૯૮૨૫૦ ૭૭૯૬૯), વ્યાસ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (મો. ૯૮૨૪૩ ૩૦૫૫૫), વીર ટ્રાવેલ હાઉસ (મો. ૯૦૮૧૭-૭૧૭૧૩), સંજય યાત્રા સંઘ (મો. ૯૪૨૬૭ ૮૮૧૯૬), એન્જોય હોલીડેઝ (મો. ૯૭૨૩૨ ૮૮૮૮૨), નૂતન ટ્રાવેલ્સ 'અમદાવાદ' (મો. ૯૭૨૪૩ ૦૩૩૭૫), જીયા હોલીડેઝ (મો. ૯૬૨૪૭ ૫૫૧૫૫), રેયાંશ હોલીડે (મો. ૯૦૩૩૪ ૪૫૫૯૯), સૂરજ ટુરીઝમ (મો. ૯૫૫૮૪ ૪૭૩૮૮), બાલભદ્ર હોલીડેઝ (મો. ૯૫૮૬૯ ૭૦૨૨૨), જયેશભાઇ શાહ (મો. ૮૮૬૬૭ ૩૫૬૭૮), મિનાક્ષી ટુરીઝમ (મો. ૯૪૦૮૧ ૯૭૯૫૮), રિદ્ધિ સિદ્ધિ ટ્રાવેલર્સ (મો. ૯૪૨૮૭ ૯૯૬૮૪), ડીસન્ટ ટુર્સ (મો. ૮૨૩૮૫ ૦૮૫૫૧), ડોલફીન ટુરીઝમ (મો. ૮૪૬૦૩ ૪૪૪૪૦), જીરાવાલા ટુરીઝમ (મો. ૭૦૬૯૮ ૮૮૮૪૧), કશીશ હોલીડેઝ (મો. ૬૩૫૬૧ ૦૨૮૬૧), સ્કાય ટુર્સ (મો. ૯૩૭૬૧ ૧૧૧૧૩), અક્ષર ટ્રાવેલ્સ (મો. ૯૮૨૪૨ ૧૫૪૮૧), કોમ્પાસ હોલીડેઝ (મો. ૮૧૪૦૮ ૯૯૯૯૬),જરીવાલા હોલીડેઝ (મો. ૯૧૭૩૩ ૯૧૩૩૩), કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (મો. ૯૭૧૪૫ ૯૭૧૪૦), સ્ટાર ટુર્સ -અમદાવાદ (૦૭૯૪૦ ૪૦૧૧૧૧), એરેઓ હોલીડેઝ -અમદાવાદ-(મો. ૭૯૬૧૯ ૦૧૧૧૧), માધવન ટુરીઝમ  (મો. ૯૯૯૮૩ ૫૦૦૫૭), વિનસ હોલીડેઝ (મો. ૭૫૭૫૮ ૪૫૫૮૭), કેલાશ યાત્રા પ્રવાસ (મો. ૯૪૨૬૯ ૧૬૩૭૪), સાંઇદિપ ટુર્સ (મો. ૯૮૨૪૪ ૮૪૪૮૪), પટેલ હોલીડેઇઝ (મો. ૯૮૭૯૧ ૨૪૭૭૪), નોવા ટુર્સ, (મો. ૭૮૭૮૨ ૧૦૬૯૬, સ્માઇલ હોલીડેઇઝ (મો. ૯૫૧૨૫ ૦૮૧૮૧), ટ્રાવેલ ટુર્સ-અમદાવાદ ( ૦૭૯૬૭૧૨ ૫૫૫૫), બી ટુરીઝમ (મો. ૮૮૬૬૪ ૩૧૧૧૦), રાધે ક્રિષ્ના ટુરીઝમ(મો. ૭૮૭૮૫ ૫૫૬૫૬), રાધેશ્યામ ટ્રાવેલ્સ (મો. ૯૯૦૯૦ ૩૩૫૩૭), થોમસ કૂક (૦૨૮૧ ૨૪૫૪૪૩૧-૩૨), ફલેમીંગો ટ્રાન્સવર્લ્ડ (મો. ૯૩૭૭૭ ૧૬૬૪૨), શ્રી જલારામ ટુર્સ-રાજકોટ (મો. ૯૬૮૭૫ ૭૧૬૬૧), જેમ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (મો. ૭૨૦૩૦ ૪૦૯૪૪) સત્સંગી યાત્રા -દક્ષિણ ભારત ટૂર (મો. ૯૪૦૮૧ ૦૧૧૨૦), અંજુ ટ્રાવેલ્સ (મો. ૯૯૨૪૪ ૦૫૩૨૫), સાગર ટ્રાવેલ્સ (મો. ૯૪૨૬૦ ૨૦૨૧૦), કૈલાશ યાત્રા પ્રવાસ (મો.૮૨૦૦૯ ૩૩૭૬૮),  શુભ હોલીડેઇઝ (મો. ૭૨૧૧૧ ૧૧૪૭૦), શ્રી રામ હોલીડેઇઝ (મો. ૯૮૨૫૮ ૦૪૨૬૪), ક્રિષ્ના યાત્રા સંઘ-જામનગર (મો. ૯૭૧૪૮ ૮૭૩૮૭), પર્યટન ટુર્સ (મો. ૯૫૮૬૫ ૪૦૫૪૦), ઓમ ટ્રાવેલ્સ (મો. ૯૬૬૨૪ ૪૩૦૦૫), વિનટેઝ ટુર્સ (મો. ૭૦૯૬૨ ૮૬૦૦૩), ટ્રાવેલમ (મો. ૯૨૭૫૧ ૦૪૧૦૪), રાઇટ ફલાઇટ હોલીડેઇઝ (મો. ૮૭૧૦૦ ૦૨૩૦૦), નિયુ ટુર્સ (મો. ૯૧૦૬૯ ૫૯૮૨૯), રોયલ ટુર્સ (મો. ૯૯૦૯૯ ૭૭૭૩૧), વેદાંશી ટ્રાવેલ્સ (મો. ૮૯૦૫૭ ૭૭૩૩૩), ગાંધી ટુર્સ (મો. ૯૯૭૮૧ ૨૧૯૯૯), નવભારત હોલીડેઇઝ (મો. ૯૮૨૫૮ ૦૪૦૭૯), ઇ-૩ હોલીડેઇઝ (મો. ૯૨૨૭૬ ૧૪૩૮૫), યાત્રિક ટુર્સ (મો. ૮૯૯૯૯ ૫૫૯૫૫), જયઅંબે યાત્રા સંઘ (મો. ૭૮૭૪૯ ૬૦૪૬૫), અજય મોદી ટુર્સ (મો. ૬૩૫૧૯ ૬૯૬૯૯), ઇન્ડિયા દર્શન ટ્રાવેલ્સ (મો. ૯૭૧૪૯ ૯૯૯૨૪), કોકસ એન્ડ કિંગ્સ (મો. ૮૮૬૬૬ ૨૫૬૨૪), આરોહી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ-રૂદ્ર મહેતા (મો. ૮૪૮૭૦ ૦૦૦૭૦), વૃંદાવન યાત્રા સંઘ   (૯૮૯૮૩ ૫૦૦૯૬), પેલિકન ટૂર્સ (૯૦૧૬૨ ૧૮૯૧૮), અર્ક ટૂર ( ૯૪૨૯૫ ૬૨૯૧૧), કલ્યાણ ટૂર્સ (૯૮૨૪૬ ૩૬૧૧૧), ટ્રાવેલ હોલિક (મો. ૯૧૫૭૫ ૯૮૯૯૯), શિવ ટ્રાવેલ્સ (મો. ૯૩૭૪૬ ૩૧૮૫૪), જોય હોલીડેઝ (મો. ૯૩૭૫૮ ૨૮૦૯૫), જલીયાણ ટુર્સ (મો. ૯૪૨૬૬ ૨૩૪૫૧), અપ્સરા ટુર્સ (૯૮૨૪૫ ૬૮૦૧૩), માય ટ્રીપ માય વે (૭૬૦૦૦ ૧૨૯૯૩), આર.કે. વેકેશન્સ (મો. ૭૯૬૧૬ ૧૩૫૩૫), શ્રી હરી ટુર્સ (૯૦૬૭૦ ૭૮૭૯૦), જય ગણેશ ટુર્સ (મો. ૯૪૦૯૫ ૨૮૫૪૭), કલીક ટુ ટ્રીપ ટ્રાવેલ્સ (મો. ૯૦૩૩૦ ૭૪૪૪૫), ઉમીયાજી યાત્રા પ્રવાસ (૯૪૨૯૩ ૬૩૦૪૦), ફન હોલીડેઝ ( ૯૪૨૫૦ ૧૧૯૧૧), એમ.ડી. ટુર્સ (૯૯૭૯૯ ૦૯૩૯૪), એસ્કેપ ટુર્સ ( ૯૮૭૯૦ ૦૩૦૭૩), ડ્રીમ ટુર્સ (૯૭૧૬૪ ૯૭૨૬૪), દ્વારકાધીશ યાત્રા સંઘ જામનગર (૯૬૬૨૬ ૫૪૪૦૦), ડોલર ટુર (૯૪૨૮૨ ૯૬૪૬૪), આરૂષ હોલીડેઝ (૯૫૧૦૩ ૭૩૪૭૫), અર્ક ટુર (૯૪૨૯૫ ૬૨૯૧૧),  અરવિંદ ટુર્સ (૯૯૭૮૬ ૧૫૪૮૬), વંદના ટ્રાવેલ્સ (૯૯૭૯૮ ૭૭૫૦૨), સ્ટેલે ટુર્સ (૯૮૭૯૨ ૬૮૬૪૧), મેઘનાદ હોલીડેઝ (૮૯૫૫૫ ૫૫૫૯૧), એરો ટુર્સ (૯૮૨૪૦ ૫૩૩૭૭), કૈલાશ હોલીડે (૯૮૭૯૩ ૫૨૪૯૯), શકિત ટુર્સ (૭૨૨૬૦ ૨૮૧૮૪), નાગરાજ ટુર્સ (૯૦૯૯૪ ૪૬૬૨૨), કામ્પસ ટુર્સ (૯૪૨૭૪ ૯૫૭૩૩), રાજકોટ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (૯૮૨૫૯ ૧૧૯૨૦), બાબા ટુર્સ (૯૪૨૬૯ ૮૧૪૭૭), એટલાન્ટા ટુર્સ (૭૬૦૦૬ ૦પપ૪ર), એ. એસ.ટુર્સ (૯૯૦૪૯ ૩૩૩૩પ), લીંક લાઇન ટુરીઝમ (૯૯રપ૦ ૭૧૬૭૬), અરિહંત ટ્રાવેલમ (૯૪૨૦૮ ૯૫૨૦૮), અમૃતા ટ્રીપ્સ (૭૯૯૦૩ ૧૦૧૦૧), અક્ષર હોલીડેઝ (૯૮૨૫૪ ૧૧૧૨૨), બુટ ભવાની ટુરીઝમ (૯૭૨૩૪ ૨૮૯૯૬), મનિષ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (૭૨૯૩૩ ૦૦૦૦૧), તેજસ ઇન્ટરનેશનલ ટુર્સ (૯૮૨૫૦ ૦૯૯૯૯), ઓરો હોલીડેઝ (૯૯૧૩૪ ૨૦૨૦૩), ભારત ટ્રાવેલ સર્વિસીસ (૯૭૨૪૪ ૧૨૧૨૧),  બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષ (૯૭૧૨૭ ૫૮૪૦૦), હિમાલય ટુરીઝમ (૯૦૮૧૪ ૮૪૪૮૪),યુનિટી ટુર્સ એન્ડ ફોરેક્ષ (૯૪૨૬૭ ૮૪૮૬૯, ૯૯૭૮૬ ૧૫૪૮૬), શ્રી સ્વામિનારાયણ ટુરીઝમ (૭૩૫૯૩ ૦૦૦૪૯),આતિસ્ય ટુરીઝમ (૯૭૨૩૨ ૭૭૯૭૭, ૯૭૩૭૫ ૭૭૯૭૭), ધ રૂદ્ર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (૯૫૧૦૦ ૭૭૭૭૧),શિવસાગર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (૯૯૭૯૯ ૦૯૩૯૪),ટ્રાવેલ સુખ (૭૬૦૦૯ ૦૦૩૮૮),ડેસ્ટીની ટ્રાવેલ પોઇન્ટ (૯૬૬૨૬ ૯૯૭૯૯),દિપક ટ્રાવેલ્સ (૯૮૨૪૨ ૦૮૪૮૭), નવભારત ટુર્સ (૭૪૦૫૦ ૯૦૦૯૦),શ્રીબ્રહ્માણી ટ્રાવેલ્સ-અમદાવાદ (૯૧૭૩૯ ૧૧૨૯૯), ઝીલ હોલીડે(૯૯૭૮૬ ૧૫૪૮૬),પાયલ હોલીડેઝ(૭૪૩૪૦ ૫૪૧૦૦), સાગર ટ્રાવેલ્સ (૯૪૨૬૦ ૨૦૨૧૦) વિગેરેનો સમાવેશ થાય છે.

પ્રવાસ દરમિયાનના યાદગાર, સારા-નરસા અનુભવો અમારી સાથે અચૂક શેર કરો

E-Mail: paragdevani@gmail.com

-: આલેખન :-

ડો. પરાગ દેવાણી

મો. ૯૮૨૪૪ ૫૧૫૪૧

(3:31 pm IST)