વિવિધ વિભાગ
News of Monday, 4th December 2017


ધ્યાન એટલે શું ? વોટ ઇઝ મેડીટેશન

ધ્યાન એટલે...ભાગેડું (પલાયનવાદી) ન થાવું

મનુષ્ય, ભવિષ્યમાં રહે છે અને એક નકલી જીંદગી જીવે છે. એ વાસ્તવમાં જીવતો નથી, ફકત (માત્ર) જીવવાના બહાના કરે છે તે જીવવાની આશા કહે છે, જીવવાની ઇચ્છા કરે છે, પરંતુ જીવતો કદી નથી. અને આવનાર પળ કાલે નથી આવતી એ હંમેશા આજ હોય છે અને તે એ નથી જાણ તો કે અત્યારે અને અહીંયા આમા જ કેમ જીવી શકાય ? તે કેવળ એ જાણે છે કે અત્યારે અને અહીંથી ભાગી કેવી રીતે શકાય.

ભાગવાના રસ્તાનું જ નામ છે, 'ઇચ્છા', તન્વાએ બુધ્ધનો શબ્દ છે, જેવર્તમાનથી, વાસ્તવિકતાથી અવાસ્તાવિક તરફ પલાયન (દોટ) છે.

જે મનુષ્ય જે ઇચ્છા કરે છે, તે ભાગેડું છે. હવે એ બહુ અજબ વાત છે કે ધ્યાની લોકોની વિશે એ ખ્યાલ કરવામાં આવે છે કે તે ભાગેડું છે. (જાગોડે) એ સંપૂર્ણ રીતે બકવાસ છે. કેવળ ધ્યાની ભાગેડું નથી. જયારે બીજા બધા ભાગેડું છે ધ્યાનના અર્થ છે, ઇચ્છાઓને છોડી દેવી, વિચારોથી બહાર નીકળી જવું, બુધ્ધિની પાર નીકળી જાવું. ધ્યાનનો અર્થ છે એ ક્ષણ જેમાં ચિંતા રહિત, આરામપૂર્ણ થાવું (વિશ્રામપૂર્ણ) સંસારમાં માત્ર ધ્યાન જ એક એવી વસ્તુ છે,જે ભાગેડુ નથી, છતાંય એવું વિચારાય છે કે ધ્યાન બધાથી અધિક ભાગેડુ ચીજ છેજે લોકો ધ્યાનને ખરાબ માને છે, તે હંમેશા એ તર્ક સાથે ચાલેછે કે ધ્યાન દોષ સભર છે. કે તેભાગેડુ છે, જીવનથી દુર ભાગવાનો પ્રયત્ન છે. એ લોકો સ્વાભાવિક રૂપથી વ્યર્થ વાતો કરે છે, તેઓ એવું સમજતા પણ નથી કે તેઓ શું કહે છે?

ધ્યાન જીવનથી ભાગવું નથી. ધ્યાન જીવન તરફથી ખસકવુ છે. બુધ્ધિ, જીવનથી પલાયન (ભાગવું) છે, ઇચ્છા કરવી પણ જીવનથી એક પલાયન (ભાગવું) છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ. સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 સ્વામિ સત્ય પ્રકાશ

ભાષાંતર ભત્વના સેચ સંદારાણા

(માં દેવ અમૃત્મ)

(9:30 am IST)