વિવિધ વિભાગ
News of Monday, 27th November 2017


ધ્યાન એટલે શું ? વોટ ઇઝ મેડીટેશન

ધ્યાન એટલે... સંવેદનશીલતા

આ ચૈતન્યનો જ પ્રકાશ છે જે ચીજોને કિંમતી અને અસાધારણ બનાવી દે છે. ત્યારે નાની વસ્તુ પણ નાની રહેતી નથી. જયારે કોઇ વ્યકિત, જાગૃતતાથી, સંવેદનશીલતા અને પ્રેમની સાથે સમુદ્ર તટ પર કોઇ સાધારણ મોતીને પણ અડી દેતાં પણ એ કોહીનુર બની જાય છે. અને જો પોતાની અચેતન સ્થિતિમાં કોઇ કોહીનુરને પણ સ્પર્શ કરે તો એ સમયે એ એક સાધારણ મોતી જેવું લાગે છે-અને કયારેક તે પણ નથી લાગતું તમારે જીવનમાં જેટલી વધારે જાગૃતતા કે હોશ હંશે, તમારૂ જીવન એટલું જ વધારે સમૃધ્ધ અને એટલું જ વધારે અર્થપૂર્ણ હશે હવે આખા સંસારમાં લોકોએ જ પૂછે છે, ''આખરે આ જીવનનો અર્થ શું  છે?'' વાસ્તવમાં એનો અર્થ જ ખોવાય ગયો છે, કેમ કે તમે અર્થ શોધવાનો રસ્તો જ ગુમાવી બેઠા છો-અને એ રસ્તો (માર્ગ) છે હોશ પૂર્ણ હોવું.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 સ્વામિ સત્ય પ્રકાશ

ભાષાંતર ભત્વના  સેચ સંદારાણા

(માં દેવ અમૃત્મ)

(1:39 pm IST)