વિવિધ વિભાગ
News of Thursday, 16th November 2017


ધ્‍યાન એટલે શું ? વોટ ઇઝ મેડીટેશન

ધ્‍યાન એટલે... તમારો સ્‍વભાવ

શું ધ્‍યાન એક વિધિ છે, જેનો અભ્‍યાસ કરવામાં આવે છે ? શુ ધ્‍યાન કોઇ એવી વસ્‍તુ છે જેનાથી મન કે બુધ્‍ધિ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે ? ધ્‍યાન એવુ નથી. તે બધુ જે કાંઇ પણ બુધ્‍ધિ કરી શકે તે ધ્‍યાન ના હોઇ શકે. એ કોઇ એવી વસ્‍તુ છે કે જે બુધ્‍ધિથી પાર છે, અને મન જયા સંપૂર્ણ રીતે અસહાય છ. બુધ્‍ધિ કે મનનો ધ્‍યાનમાં પ્રવેશ ના થઇ શકે જયાં મન મીટે છે, ત્‍યાંથી ધ્‍યાન શરૂ થાય છે. એ યાદ રાખવાની જરૂરત છે, કેમ કે આપણા જીવનમાં આપણે જે કાંઇ પણ કરીએ છીએ એ મન દ્વારા જ કરીએ છીએ, જે કાંઇ પણ પ્રાપ્ત કરીએ છીએ, એ મન દ્વારા જ પ્રાપ્ત કરીએ છીએ અને જયારે આપણે ભીતર જાઇએ છીએ, ત્‍યારે આપણે ફરી વિધિઓ, તરકીબો અને કાંઇ કરવાના સંબંધિત વિચારવાનું શરૂ કરી દઇએ છીએ, કેમ કે જીવનભરનો અનુભવ એ બતાવે છે કે પ્રત્‍યેક ચીજ બુધ્‍ધિ દ્વારા જ કરી શકયા છ.ે

જી હા ! ધ્‍યાન સિવાયની પ્રત્‍યેક ચીજ બુધ્‍ધિ દ્વારાજ કરી શકાય છે. પ્રત્‍યેક ચીજ, મન દ્વારા જ કરી શકાય છ, સિવાય ધ્‍યાન કેમ કે ધ્‍યાન કોઇ ઉપલબ્‍ધિ નથી, એ તો પહેલેથી જ એક સ્‍થિતિ છે, એ તમારો સ્‍વભાવ છે અને પ્રાપ્ત નથી કરવાનો એને માત્ર ઓળખવાનો છે, એને માત્ર યાદ કરવાનો છે. તે ત્‍યાં તમારી પ્રતીક્ષા કરી રહ્યો છે. હવે જરાક ધૂમાં, અને તે હાજર છે તમે એને હંમેશાથી સાથે લઇને ચાલી રહ્યા છો.

ધ્‍યાન તમારો આંતરિક સ્‍વભાવ છે. એ તમે જ છો એ તમારૂ જ અસ્‍તિત્‍વ છે, એનો તમારે કાંઇ કરવા ના કરવાથી લેવા-દેવા નથી તમે તેને પોતાના વશમાં નથી કરી શકતા, એને પોતાના અધિકારમાં નથી રાખી શકતા એ કોઇ ચીજ નથી, જેને માલકિયતમાં રાખી શકાય એ તમે જ છો એ તમારૂ હોવું છે.

 

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩ર વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 સ્‍વામિ સત્‍ય પ્રકાશ

ભાષાંતર ભત્‍વના સેચ સંદારાણા

(માં દેવ અમૃત્‍મ)

 

(10:23 am IST)