વિવિધ વિભાગ
News of Saturday, 19th August 2017

શ્રાવણ - શ્રધ્ધાબિંદુ

ભોળાનાથ અમૃતવાહક છે વિષપાન કરવાની અસીમ શકિત

શિવ સ્વરૂપ પ્રાપ્ત કરવું પરમ ઉપલબ્ધી

ફકત એકજ વખત સચ્ચાઇ પૂર્વક શરણ લેવાથી ભગવાન સત્વરે સ્વીકારી લે છે. સમર્થ સહાયક તરીકે આપણી પાસે જ રહે છે.અપાર ભકત વત્સલતા અને અનંત કારૂણ્યગુણથી એના અંકમાં બેસાડી દે છે. અને આપણું જીવન સર્વસ્વ બની રહે છ.ે અનન્ય શરણાગતનું સાધન પણ ભગવાન છે. અને સાધ્ય પણ ભગવાન છે.

જે ભગવાન ભોળાનાથના પાંચ મુખોમાં અનુક્રમે ઉર્ધ્વમુખ ગજમુકતા સમાન આછા લાલ રંગનું પૂર્વ મુખ પીળા રંગનું દક્ષિણ મુખ, સજલમેધ સમાન નીલ વર્ણનું પશ્ચિમ મુખ મુકતા સમાન કંઇક ભુરા રંગનું ઉત્તર મુખ જપા પુષ્પ-(જાસુદ), સમાન રકત વર્ણનું છે.

જેની ત્રણ આંખો છે, જેના બધા મુખ મંડળો પર નીલ વર્ણના મુકુટની સાથે ચંદ્રમાં શુશોભિત થઇ રહ્યો છે. જેના મુખમંડળની આભા કરોડો પૂર્ણ ચંદ્રમાંની જેમ આહલાદિત કરનારી છે.

જે પોતાના હાથમાં ત્રિશુલ, પરશુ તલવાર, વ્રજ, અગ્નિ, નાગરાજ, ઘંટા, અંકુશ, પાસ તથા અભય મુદ્રા ધારણ કરેલી છે અને જે અંનત કલ્પવૃક્ષ સમાન કલ્યાણકારી છે. એ સર્વેશ્વર ભગવાન પરમકૃપાળુ પરમાત્મા દેવાધિદેવ મહાદેવજીનું હૃદયથી દિલથી ધ્યાન ધરો.

ભોળનાથ સદાશિવ સર્વત્ર વ્યાપ્ત છે. પરમ તત્વ નિયંતા અને નિયામક છે. નિયતિ છે. પરમાનંદના સ્વામી અને દાતા છે.પાંચ તત્વોમાં બધા તત્વો ભિન્ન રહેવા છતાં પણ અભિન્નરૂપે એક બીજામાં સમાયેલા છે. આજ આજ્ઞાચક્રનું અમૃતત્વ છે.

આજ શિવસ્વરૂપને પ્રાપ્ત કરી લેવું એ પરમ ઉપલબ્ધી છે. સદ્દગુરૂની આ તાદાત્મયતા જ શિવ સ્વરૂપ છે.

આ સંસારમાં બધા જીવ એકજ કુળના છે. ઉર્ધ્વમુખ ત્રિકોણ, અકુલ કે શિવ છે. ઉર્ધ્વમુખ થયું એ જ જગતના પ્રપંચમાંથી નિવૃત થવાનું સદ્દગુરૂ શકિત સંપન્ન સદાશિવ જ છે અને શિવ ભાવનામય શકિતથીજ આ સૃષ્ટિની સંરચના સંભવ બની છે.

ભોળાનાથ મહાદેવ અમૃતવાહક છે. તેમનામાંજ વિષપાન કરવાની અસીમ શકિત છ.ે સમુદ્રમંથન પછી નીકળેલા વિષનું મહાદેવજીએ જો પાન કર્યુ ન હોત તો દેવતાગણ અમૃત ગ્રહણ કરી શકત નહી, અને તેઓ અસત્રૃપી મૃત્યુનો કોળીયો બની જાત કંઠપ્રદેશ, વિશુધ્ધિનું ક્ષેત્ર કે આકાશ તત્વ છે તેના સંપર્કમાં આવ્યા પછી ચારેય ચક્રોનું વિષશયન થાય છે. ત્યાર પછી આજ્ઞાચક્રમાં ગયા પછી દિવ્ય પ્રકાશની અનુભુતિ થાય છે. આકાશ વૃત્તિ થવુંજ પડે છે, કારણ કે સૃષ્ટિની ગતિનો છે.

આકાશ વિશાળ છે અને સમભાવે બધામાં વિદ્યમાન છે. તેમા કોઇ ભેદ નથી કારણ કે ભોળાનાથ શિવજી જ અધોરેશ્વર છે તેનો સર્વત્ર સમભાવ છે...!

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:29 am IST)