A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined offset: 0

Filename: views/print_vividh_vibhag.php

Line Number: 17

Backtrace:

File: /home/akilanew/public_html/application/views/print_vividh_vibhag.php
Line: 17
Function: _error_handler

File: /home/akilanew/public_html/application/controllers/Other_section.php
Line: 173
Function: view

File: /home/akilanew/public_html/index.php
Line: 315
Function: require_once

વિવિધ વિભાગ
વિવિધ વિભાગ
News of Friday, 9th March 2018

ઝવેરચંદ મેઘાણીની ૭૧મી પુણ્યતિથિઃ રાત્રે બોટાદમાં ડાયરો

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૭૧મી પુણ્યતિથિ નિમિતે આજે શુક્રવારે રાત્રે ૯ કલાકે, એમની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ (જૂનું માર્કેટ યાર્ડ, પાળિયાદ રોડ) ખાતે મેઘાણી વંદના (કસુંબલ લોકડાયરા)નું ભવ્ય આયોજન સુરક્ષા સેતુ સોસાયટી – બોટાદ જિલ્લા પોલીસ તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા થયું છે. ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, દમયંતીબેન બરડાઈ, રાધાબેન વ્યાસ, નીલેશ પંડ્યા અને નવનીત શુકલા ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવશે. લોકસાહિત્યકાર ગોપાલ બારોટ ઝવેરચંદ મેઘાણીના જીવન-કવન વિશે રસપ્રદ વાતો કહેશે. શ્નમેઘાણી વંદનાલૃ કાર્યક્ર્મને માણવા સહુ રસિકજનોને પિનાકી મેઘાણી (મો. ૯૮૨૫૦૨૧૨૭૯)નું ભાવભર્યું જાહેર નિમંત્રણ છે. વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ આ ભાવાંજલિ કાર્યક્ર્મને ઘર બેઠા નિહાળી શકે તે માટે તેનું ઈન્ટરનેટ પર જીવંત પ્રસારણ (વેબકાસ્ટ) www.eevents.tv/meghani પર થશે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને તેમની ચિરકાલિની કૃતિઓ ગુજરાતી ભાષાની વિશિષ્ટ ઓળખઃ વિજયભાઇ રૂપાણી

ગુજરાતના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઝવેરચંદ મેઘાણીને ૭૧જ્રાક પુણ્યતિથિ અવસરે ભાવાંજલિ અર્પણ કરી છે તથા મેઘાણી વંદના કાર્યક્ર્મ માટે શુભેચ્છા પાઠવતો લાગણીસભર પત્ર પિનાકી મેઘાણીને લખ્યો છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી લખે છે : 'રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને એમની ચિરકાલિન કૃતિઓ ગુજરાતી ભાષાની વિશિષ્ટ ઓળખ છે. સ્મરણ માત્ર વંદનીય ન રહી, સમાજ અને નવી પેઢી માટે માર્ગદર્શક અને ઉપયોગી બની રહે તે દિશામાં થતાં આપના તમામ પ્રયત્નોને વધાવું  છું.'

સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

www.jhaverchandmeghani.com

ફોનઃ (૯૧-૭૯) ૨૬૭૬ ૧૮૧૪ 

મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯

ઈ-મેઈલઃpinakimeghani@yahoo.com

(11:27 am IST)