વિવિધ વિભાગ
News of Monday, 11th November 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

ક્રિયાપદ

''વિશ્વસનીયતા એક ક્રિયાપદ છે. જીવનમા જે કઇપણ સુંદર છે તે ક્રિયાપદ છે. તે નામ નથી. સત્ય એક ક્રિયાપદ છે, તે નામ નથી, પ્રેમ નામ નથી, તે ક્રિયાપદ છે પ્રેમ એ એક ક્રિયા છે.''

વિશ્વસનીયતા જીવનના મહાન મૂલ્યોમાંથી એક છે તેની સાથે બીજી કોઇ વસ્તુની તુલના ના થઇ શકે જુની ભાષામાં વાત કરીએ તો વિશ્વસનીયતાને સત્ય કહેવામાં આવે છે કારણ કે આપણે જ્યારે સત્ય વિશે વાત કરીએ છીએ, તે એક વસ્તુ જેવુ લાગે છે, કોઇક જગ્યાએ કોઇ ઘટના બની છે અને તક મારે તે- શોધવાની છે સત્ય નામ જેવુ વધારે દેખાય છે. પરંતુ વિશ્વસનીયતા ક્રિયાપદ છે. તે એવી વસ્તુ નથી કે તમારી રાહ જોઇને બેઠી છે. તમારે વિશ્વસનીય બનવુ પડશે. તમારે તેને શોધવાની નથી. તમારે સાચા બનીને સતત તેન ેઉત્પન્ન કરવાની છે તે એક સક્રિય પ્રક્રિયા છે.

જે કઇપણ જીવનમાં સુંદર છે તે ક્રિયાપદ છે, તે નામ નથી, આ વાતને તમારી અંદર ખૂબજ ઉંડે સુધી ઉતરી જવા દો સત્ય ક્રિયાપદ છે, તે નામ નથી. ભાષા ભ્રામક છે પ્રેમ નામ નથી, તે ક્રિયાપદ છે તે એક પ્રક્રિયા છે જ્યારે તમે પ્રેમ કરો છો ત્યારે જ પ્રેમ ત્યા છે જયારે તમે પ્રેમ નથી કરતા તે અદ્રશ્ય થઇ જાય છે જ્યારે તે સક્રિય છે. ત્યારે જ તેનું અસ્તીત્વ છે. ભરોસો ક્રિયાપદ છ.ે નામ નથી. જયારે તમે ભરોસો કરો છો, તે ત્યા છે ભરોસાનો અર્થ ભરોસો કરવો અને પ્રેમનો અર્થ પ્રેમ કરવો. સત્યનો અર્થ સાચુ બનવું.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(3:42 pm IST)