વિવિધ વિભાગ
News of Thursday, 17th October 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

સ્વતંત્રતા

''જીવન અસુરક્ષીત છે-તેનો અર્થ જીવન આઝાદ છે જો ત્યા સુરક્ષા હશે તો પછી બંધન પણ હશે જો બધુ જ નિશ્ચીત હશે તો પછી કોઇ સ્વતંત્રતા નહી હોય.''

જો આવતીકાલ નિશ્ચિત હશે તો જ સુરક્ષા મળશે પરંતુ તમને સ્વતંત્રતા નહી હોય પછી તમે એક રોબોટ બની જશો તમારે અમુક નિશ્ચિત કામો પુરા કરવાના છે જે પહેલેથી જ નકકી છ.ે આવતીકાલ સુંદર છે. કારણ કે આવતીકાલમાં સંપૂર્ણ સ્વતંત્રતા છે કોઇ જાણતુ નથી કે શુ થવાનુ છે તેના લીધે જ સુંદરતા છે કારણે કે બધુજ અવ્યવસ્થિત છે, બધુ જ પડકારરૂપ છે અને બધી જ શકયતાઓ છે.

આશ્વાસન નહી માંગો જો તમે સતત માંગશો તો તમે-અસુરક્ષીત રહેશો. અસુરક્ષીતતાને સ્વીકારો અને અસુરક્ષીતતા અદ્રશ્ય થઇ જશે આ કોઇ વિરોધભાસ નથી. તે એક સરળ સત્ય છે- વિરોધાભાસી પરંતુ સંપૂર્ણ સત્ય અત્યાર સુધી જો તમે જીવંત છો તો શા માટે આવતીકાલ માટે ચિંતા કરવી ? જો તમારૂ, અસ્તીત્વ આજે છે, જો તમારૂ અસ્તીત્વ ગઇકાલે હતું તો આવતીકાલ પણ પોતાની જાતે જ સંભાળ લઇ લેશે

આવતીકાલ વિશે નહી વિચારો અને સ્વતંત્ર રીતે જીવો અરાજકતાને પણ સરળતાથી સ્વીકારો-તેવી જ રીતે વ્યકિતઓ હોવુ જોઇએ જ્યારે તમે તમારી અંદર ક્રાંતી કરશો તો દરેક ક્ષણ એક નવીજ દુનિયા, એક જ નવા જ જીવનને લાવશે, દરેક ક્ષણ એક નવો જન્મ બની જશે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે

૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:08 am IST)