વિવિધ વિભાગ
News of Monday, 19th August 2019

શ્રાવણ સત્સંગ

તાંડવ નૃત્ય તો રાક્ષસોને ભય પમાડવા અને સૃષ્ટિના રક્ષણ માટે

સર્વ સૃષ્ટિના મહાન રાજા-મહાદેવ

શિવજીનું તાંડવ નૃત્ય ત્રિલોકીનાથનું તાંડવ, જેનાથી ધરતી ધ્રુજી ઉઠી બ્રહ્માંડ ખળભળી ઉઠયું પાતાળ ઉછળી ઉઠયંુ અને આકાશ પણ હલબલી ગયું

સમગ્ર સૃષ્ટિને વિહળ બનાવવા માટે પ્રભુ ભોળનાથનું એકલુ માત્ર તાંડવ જ પુરતું હતું.અને તેમાં ભીલ નર્તકીનું તાંંડવ નૃત્ય, ત્રિનેત્રેશ્વરનો પાનો  ચડાવતું હતું.

ત્યારે વન વૃક્ષો પશુ પક્ષીઓ અને સૌ કોઇ બાવરા બની ચિત્કાર કરવા લાગ્યા દેવતાઓ પણ દ્રવી ઉઠયા તેઓએ પ્રભુને મનાવવા માટે પ્રાર્થના ઉપાસના શરૂ કરી ...!

ભોળાનાથ પણ એક અદ્દભુત દ્રશ્ય નિહાળતા હતા નૃત્ય કરતી ભીલ નર્તકી થોડીવારમાં પાર્વતીજી લાગતા હતા અને માયારૂપ માતા પાર્વતીજીજ માંડવા નૃત્ય કરી રહ્યા હોય એમ લાગતું હતું તો થોડીવારમાં ભીલ નર્તકી દેખાતી.

ત્રિલોકનાથ તો અકળાયા તેઓતો પાર્વતીજીને શોધવા નીકળ્યા હતા...અને પછી પાર્વતી, પાર્વતી, બોલીને તેને પોકારવા લાગ્યા અને ત્યારે માંડવ નૃત્ય ધીરેધીરે જામતું ગયું અને બંધ થયું

એ સમયે એ ભીલ નર્તકી હુબહુ પાર્વતીજી બની રહ્યા...!!!

તાંડવ નૃત્ય કરતા મહાકાલ ભોળાનાથને તેમનુ નૃત્ય પુરૂ કરતા થોડીવાર લાગી પરંતુ પરંતુ માતા પાર્વતીજીને જોઇને તેઓ પુલકિત થઇ ગયા અને સાથોસાથ આશ્ચર્ય પણ વ્યકત કર્યું ભીલ નર્તકી અને કયાં પાર્વતી....!! અમારે પાર્વતી, ઉમા તમે જ ભીલ નર્તકી તેઓ બોલી ઉઠયા...!

અને ત્યારે પાર્વતીજીએ કહ્યું મને શોધવા માટે કેમ નીકળ્યા ? આપણે એકજ છીએ ઉમા-મહેશ -શિવ-પાર્વતી....! પરમેશ્વર હંમેશા પાર્વતીજ પહેલા નૃત્ય કરે એ જ યોગ્ય છ.ે

તાંડવ નૃત્ય તો આપ જગતનું ભક્ષણ કરવા ઇચ્છતા રાક્ષસને ભય પમાડવા માટે અને જગતનું રક્ષણ કરવા માટે કરો છો.

પ્રભુતા ઘણી કપરી હોય છ.ે કોઇ સાધારણ રાજા પોતાના દેશનું રક્ષણ કરવા સૈન્ય લઇને નીકળે છે ત્યારે પોતાના દેશની પ્રજાને કેટલો બધો ત્રાસ સહન કરવો પડે છ.ે તો પછી આ...તો, સર્વસૃષ્ટિના મહાન રાજા છે. એ પરમ કૃપાળુ પરમાત્માની તો વાત જ શી કરવી...?

આવા મહાન પ્રભાવશાળી દેવાધિદેવ મહાદેવને શત્...શત્ વંદન ...!

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:06 am IST)