વિવિધ વિભાગ
News of Wednesday, 7th August 2019

પ્રત્યેક જન્મદિવસ જનતાની સેવા કરવાનો સંકલ્પ બની રહે

૬૩માં જન્મદિવસે ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મઘાણીના પૌત્ર પિનાકી મેદ્યાણીને લાગણીસભર પત્ર

રાજકોટ : ગુજરાતના પ્રજા-વત્સલ, સતત કર્મશીલ, સંવેદનશીલ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના ૬૩માં જન્મદિવસે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીએ મુખ્ય મંત્રીશ્રીને  ભાવભરી શુભેચ્છા પાઠવી હતી.ગુજરાતના યશસ્વી મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પિનાકી મેઘાણીને લાગણીસભર પત્ર લખ્યો છે. જાહેર જીવનમાં જન્મદિવસ એક વિશેષ જવાબદારીરૂપે આવે છે, જયાં સેવા અને સહકારની આહલેક જગાવી પ્રજાની પડખે ઊભા રહેવાનો હરહંમેશ પ્રયાસ હોય છે. પ્રત્યેક જન્મદિવસ જનતાની સેવા કરવાનો સંકલ્પ બની રહે. સમગ્ર રાજયની જનતાનાં સાથ-સહકાર સંગે રાજયને નવી ઊંચાઈએ લઈ જવાનાં લક્ષ સાથે પત્રમાં લાગણીઓ બદલ મુખ્ય મંત્રીશ્રીએ આભાર પણ વ્યકત કર્યો હતો.

આલેખન 

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન 

(મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(1:18 pm IST)