વિવિધ વિભાગ
News of Friday, 19th November 2021

સાથી હાથ બઢાના

ભાર્ગવ અજાણીને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની સારવાર માટે રૂ.૪૦ લાખની મદદની જરૂર

રાજકોટ તા. ૧૯ : યુવાનીના ઉંબરે ડગ માંડી રહેલ રાજકોટ તાલુકાના સણોસરા ગામના પટેલ જ્ઞાતિના ભાર્ગવ કિશોરભાઇ અજાણી (ઉ.વ.૨૦) છેલ્લા ઘણા સમયથી થેલેસેમીયા મેજરનો સામનો કરી રહેલ છે. પરંતુ આ બિમારીમાંથી તેને કાયમી છુટકારો મળે તેવા પ્રયાસના ભાગરૂપે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કલકતાના ટાટા મેડીકલ સેન્ટર ખાતે કરાવવાનું નકિક કરાયુ છે. ટાટા મેડીકલ સેન્ટરના માધ્યમથી બોર્નમેરો ડોનર પણ મળી ગયા છે. પરંતુ ઓપરેશનની સારવાર માટે રૂ.૪૦ લાખનો ખર્ચ થાય તેમ છે. ભાર્ગવના પિતા કિશોરભાઇ અજાણી સણસોરામાં સસ્તા અનાજની દુકાન ચલાવે છે. આટલો મોટો ખર્ચ ઉઠાવી શકવા તેમનો પરિવાર સક્ષમ ન હોય સમાજના સુખી સંપન્ન લોકો અને દાતાઓએ આગળ આવવા અપીલ કરી છે. ભાર્ગવ કિશોરભાઇ અજાણીના નામે બેંક ઓફ ઇન્ડિયા કુવાડવા બ્રાન્ચમાં બચત ખાતુ ધરાવે છે. જેના ખાતા નં. ૩૧૧૨૧૦૧૧૦૦૦૬૭૩૮ છે. IFSC : BKID0003112 છે. વધુ માહીતી માટે તેમના નિવાસ સ્થાને કિશોરભાઇ ડુંગરશીભાઇ અજાણી, પ્લોટ વિસ્તાર, ગામ સણોસરા, તા.જિ. રાજકોટ ખાતે રૂબરૂ અથવા મો.૯૯૧૩૩ ૨૪૪૫૪ ઉપર સંપર્ક કરી શકાય છે.

(3:31 pm IST)