વિવિધ વિભાગ
News of Thursday, 30th July 2020

શ્રાવણ સત્સંગ

ભોળાનાથે ત્રીજુ નેત્ર ખોલ્યુ ને જગતમાં અંધકાર વ્યાપી ગયો

આ જોઇને પાર્વતીજી ગભરાઇ ગયા...!

વૃષભ વાહન ભોળાનાથ મહાદેવજી એક વખત કૈલાસ ઉપર તપ કરતા હતા એવામાં પાર્વતીજી પોતાની સખીઓ સાથે ત્યાં આવી પહોંચ્યા,

તેમણે મઝાકમાં મહાદેવજીની પાછળ ઉભા રહીને તેમનાં બન્ને નેત્રો પોતાના હાથ વડે ઢાંકી દીધા.... અને...પછી તો એકાએક બધેજ અંધકાર વ્યાપી ગયો.

હોમ હવન વગેરે સર્વ ધાર્મિક ક્રિયાઓ બંધ પડી ગયું જગત આખુય ભયભીત બની ગયું જાણે કે સુર્ય જ નષ્ટ થઇ ગયો હોય એવો સૌને ભાસ થયો.

પરંતુ તરત જ ભોળાનાથ મહાદેવજીના કપાળમાંથી પ્રલયકાળના અગ્નિ સમાન દેદીપ્યમાન અગ્નિ જવાળા નીકળી અને એ જવાળામાથી પશુ, પક્ષી અને વૃક્ષાદ્દી સહીત કૈલાસ પર્વત બળી ગયો.

ને જગતમાં વ્યાપેલો અંધકાર પણ તેના તેજથી નષ્ટ થયો.

આ જોઇને પાર્વતીજી તો ઘણા ગભરાઇ ગયા અને નતમસ્તકે હાથ જોડીને ભોળાનાથ પાસે ઝાંખા મુખે ઉભા રહ્યા.

તેમનો ભાવ જાણી લઇ તથા પિતા હિમાલયની આવી દુર્દશા એમનાથી જોઇ જતી નથી.

એમ વિચારીને ભોળનાથે એમની કરૂણાસભર દયાદ્રસ્ટી શ્રી કૈલાસને જોયો...અને એકાએક કૈલાસતો હતો એવો જ પૂર્વવત્ સુશોભીત બની ગયો.

આશ્ચર્ય ચકિત બની ગયેલા પાર્વતીજીએ ભોળાનાથને પુછયુ.

કિંમર્ર્થ તે લલાટે વૈ તૃતિય નેત્રમુત્થિતમ્ ા

કિંમર્થ ય ગિરિદ્ધઃ સપશિક્ષગણ કાનન : ાા

આપના કપાળમાં આ ત્રિજુ નેત્ર કેમ ઉપજયું ? તેમજ મારા પિતા હિમાલયને બાળીને ફરી પહેલાની જેમ કર્યા...!

ત્યારે ત્રિનેત્રેશ્વર મહાદેવજી બોલ્યા કે હે, પાર્વતી ! તે અવિચારથી મારા નેત્ર બંધ કરી દીધા તેથી સુર્ય જાણે નાશ પામ્યો હોય એવુ આ જગત બની ગયું. અને બધે જ ઠેકાણે અંધકાર વ્યાપી ગયો.

લોકો ભયભીત બની ગયા ત્યારે મેં પ્રજાના રક્ષણ માટે ત્રીજુ નેત્ર પ્રકટ કર્યુ તેની અગ્નિજવાળમાથી આ પર્વત સમસ્ત પ્રાણીઓ તથા વનરાજી સહીત બળી ગયો.

પરંતુ તને સંતુષ્ટ કરવા માટે ફરી તેને પૂર્વવત સુશોભીત કર્યો...!!

અને ત્યારે માતા પાર્વતીજી ભોળાનાથ મહાદેવજીને આભાર વશ લાગણીથી નીરખી રહ્યા ...!!

વિશ્વંભર પ્રભુ વિશ્વ વિનાશક

વિશ્વનાથ શિવ તવ શરણય...ૐ

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:08 am IST)