વિવિધ વિભાગ
News of Monday, 27th July 2020

શ્રાવણ સત્સંગ

કલ્યાણની પ્રાપ્તિ માટે શિવ ઉપાસના ઉત્તમ

શિવ આરાધના ખુબ સારૂ ફળ આપે

શંભુ શરણે પડી માંગું , ઘડી રે ઘડી

કષ્ટ કાંપો, દયા કરી પ્રભુ દર્શન આપો

પાવનકારી શ્રાવણ માસ હિન્દુ સંસ્કૃતિનો પવિત્ર માસ છે. શ્રાવણ માસ એટલે પરમકૃપાળુ પરમાત્મા ભોળાનાથ મહાદેવજીની ઉપાસના કરવાનો મહિનો આ માસ દરમ્યાન સાક્ષાત ભોળાનાથ શિવાલયો અને જ્યોર્તિલીંગમાં બીરાજતા હોય છ. અને શિવભકતો આ મંદિરોમાં તેમની પુજા-પ્રાર્થના અને ઉપાસના કરે છે.ત્યારે હર...હર...મહાદેવ...હર...નાદથી સારૂ યે મંદિર ગુંજી ઉઠે છે.

કરૂણાનિધાન શિવજીને સૃષ્ટિની સર્વ વ્યાપકતાનું પ્રતિક ગણવામાં  આવ્યા છે. પ્રત્યેક માનવી જીવમાંથી શિવત્વ પામે એ જ એનું પરમ ધ્યેય હોય છે. ઁ નમઃ શિવાય, ઁ નમઃ શિવાય, ઁ નમ શિવાયના જપ દ્વારા શિવભકતો સારોયે શ્રાવણ માસ ભોળાનાથની આરાધના કરે છે.

કલ્યાણની પ્રાપ્તિ માટે શિવજીની ઉપાસના ઉત્તમ છે. શિવ નિરાકાર છે. તેથી જ તેઓ અજર-અમર અને અવિનાશી છે. શિવપૂજનનું અનેરૂ મહત્વ છે. રૂદ્રાભિષેક, લઘુરૂદ્ધ, યજ્ઞ, જપ, સ્તુતિ, પ્રાર્થના દ્વારા શિવ-ઉપાસના ખુબ સારૂ ફળ આપે છે.

પરમ કૃપાળુ પરમાત્મા ભોળાનાથ સદાશિવ પિતા સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. અને આત્માની જાગૃતિ વિના પરમ જ્ઞાન શકય નથી. જો માનવીનો આત્મા જાગૃત થાય તો શિવત્વ જાગૃત થાય અને એ જ માર્ગે પરમજ્ઞાન અને સત્યની ઝાંખી થાય છે.

પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની ઉપાસના કરવાથી, માનવ જીવનનું કલ્યાણ થાય છે. અને મુકિત પ્રાપ્ત થાય છે.

શિવમહિમ્ન સ્તોત્રનો પાઠ ૧૧ વખત કરવાથી સાપુજ્ય મુકિત મળે છે., રૂદ્રાભિષેક, લઘુરૂદ્ધ કર્યા પછી શિવજીની મહાપુજાનો પ્રારંભ કરી શકાય છે.

શિવજીને બીલીપત્ર અર્પણ કરવામાં આવે છે. બીલીપત્રનો મહિમા પણ કલ્યાણકારી છે. બીલીપત્ર ચડાવતી વખતે પંચાક્ષર મંત્ર ઁ નમઃ શિવાય, મંત્ર ખુબ સારૂ ફળ આપે છે.

આમ એક માસ સુધી ભોળાનાથની ઉપાસના અને ભકિત કરવાથી જીવ શિવનું શરણ શોંધે છે અને જીવાત્મા મોક્ષની ઉતમ ગતિ પ્રાપ્ત  કરી શકે છે.

હે ! મૃત્યુંજય કૈલાસેશ્વર

સામ્બ સદા શિવ તવ શરણમ્

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:32 am IST)