વિવિધ વિભાગ
News of Friday, 24th July 2020

શ્રાવણ સત્સંગ

હૃદયમાં શ્રદ્ધાધારણ કરે તે ઉત્તમ ભકત

પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન મહાકાલ મહાદેવજીની પૂજા આરાધના જલ, બીલીપત્ર, અને ચંદનથી કરી શકાય છે એમ કાળાતલ, ચોખા, મગ, પણ મહાદેવજીને ચડાવી શકાય છ. એમ કહે છ ેકે,  કાળાતલ મહાદેવજીને ચડાવવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે. શ્રાવણના ચારેય સોમવારે એક મુઠી દ્રવ્ય ચડાવાથી અને પૂજા કરવાથી સંસારના તમામ સુખોની પ્રાપ્તિ શકય બને છે.

કહે છે કે મહાદેવજીની પૂજા ઉપાસના માટે કોઇ બંધન નડતું નથી મહાકાલની પુજા કરવાથી બ્રહ્મા-વિષ્ણુ અને મહાદેવજીની પુજા થઇ જાય છે. અને હા બીલીપત્રમાં પણ માતા પાર્વતી અને લક્ષ્મીજીનો વાસ હોવાનું મનાય છે.

પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ યોગશાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરતા હતા માનવીના પરમ શ્રેય માટે આત્મ સાક્ષાત્કાર કરવો જરૂરી છે અને તેમાયે શિવ યોગ આત્મસાક્ષાત્કારનો શ્રેષ્ઠ માર્ગ કહેવાય છે.

શિવ એ પરમતત્વ છે. જે બધાની સાથે અને જગતમાં બધેજ સંલગ્ન છે તે બધા કારણોનું મુળ કારણ છે. તે પરમ ઇશ્વર અને સર્વના નિયતા છે.

રૂગ્વેદ, સદાશિવ માટે કહે છે. ઇશાનઃ સર્વ વિદ્યાના -મીશ્વર સર્વ ભૂતાનામ્-શિવ સર્વ વિદ્યાઓના સ્વામી અને પ્રાણી માત્રના નિયન્તા એવા ઇશ્વર છે.

મહાદેવજી પરમ યોગેશ્વર પણ છે. તેઓ કહે છે. મારા બતાવેલા માર્ગ અનુસાર મારામાં મન લગાવી બીજી વૃતિઓનો વિરોધ કરવો એ જ યોગ છે. પૂર્ણ સભાનતા સજાગતા સાથે મનને અલિપ્ત કરી બહારના વિષયોથી નિવૃત કરી -શિવ-શકિત સાથે સ્થિર કરવું એજ યોગ છે.

તાત્વિક જગતમાં પ્રસિદ્ધ સત્ય, રજસ તમસ, એ ત્રણ ગુણ જ સૃષ્ટિનો આધાર સ્તંભ છે. આ ત્રણેય ગુણોના મોહરૂપ અસુરનો નાશ કરનારા હોવાથી સદાશિવ ત્રિપુરારી કે ત્રિપુરાન્તક કહેવત છે.

મેરૂદંડ પર્વતમાં રહેનારી શકિતને પર્વત પુત્રી એટલે કે પાર્વતી કહેવાય છે પાર્વતીએ કુ઼ંડલીની શકિતનું જ રૂપ છે. જે શિવજીને પ્રાપ્ત કરવા ઉધ્વગમન કરે છે.

એ પર્વતની ટોચ પર જે કૈલાસ છે. પાર્વતીએ તપ દ્વારા આત્મ સમાધિનો નિશ્વયમાં કર્યો સમાધિની પૂર્ણતાએ જ શિવની પ્રાપ્તિ છે. યોગ પરિપૂર્ણ થતા પરમ ચૈતન્યરૂપ ભોળાનાથ મહાદેવનો સાક્ષાત્કાર એક અનુભુતિ છે.

મહાકાલ મૃત્યુંજપ છે. જે શિવયોગથી એમને સાક્ષાત્કાર કરે તે અમૃત વચનને પ્રાપ્ત કરી લે છે. અને અમર બની જાય છે. જે ભકત હૃદયમાં શ્રદ્ધાં  ધારણ કરે છે. તે ઉત્તમ ભકત ગણાય છે.

શિવયોગ માનવ શરિરના રોગ દુર કરી મનના દોષો મિટાવી આત્મ સાક્ષાત્કાર કરાવે છે.

કરચરણ કૃત વાકકાયજ કર્મ જેવા

શ્રવણ નયન જંવો માનસ વાડ પસધમ,

વિહિત વિહિતં તા સર્વ મે તત ક્ષમસ્થ

જય જય કરૂણાબ્ધ શ્રી મહાદેવ શંભો !!

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:39 am IST)