વિવિધ વિભાગ
News of Thursday, 23rd July 2020

શ્રાવણ સત્સંગ

મહાદેવજીને બીલીપત્ર ચડાવવાથી પાપોનો નાશ થાય

શ્રાવણ માસમાં શિવ પૂજા ઉપાસના માટે દસ સામગ્રીની જરૂરત રહે છે.

ત્રિશુલ-ભોળાનાથ મહાદેવજીના હાથોમાં હંમેશા ત્રિશુલ રહે છે આ ત્રણ દેવ અને ત્રણ લોકનું પ્રતિક મનાય છે.

આથી શ્રાવણ માસના પ્રથમ દિને ચાંદીનું ત્રિશુલ લાવવાથી વર્ષભર આપતિઓ સામે રક્ષા મળે છે.

રૂદ્રાક્ષ-સૌભાગ્ય અને સમૃદ્ધિ માટે તેમજ મનની પવિત્રતા માટે અસલી રૂદ્રાક્ષ ઘરમાં હોવો જરૂરી છે રૂદ્રાક્ષને ચાંદીમાં મઢાવીને પહેરી શકાય અને તે જીવન માટે અત્યંત શુભ અને સમૃદ્ધિ દાયક છે.

ડમરૃઃ- આ ભોળાનાથનું પવિત્ર વાદ્યયંત્ર છે.એના ધ્વનીથી આસપાસની સમસ્ત નકારાત્મક શકિતઓ દુર ભાગે છે આરોગ્ય માટે પણ ડમરૂનો નાદ અસરકારક મનાય છે. શ્રાવણ માસમાં એને લઇને આવો અને શ્રાવણના અંતિમ દિને કોઇને ભેટ સ્વરૂપે આપો.

ચાંદીના નંદીઃ- નંદી ભોળાનાથના ત્રાગ  છે. અને વાહન પણ છે. શ્રાવણના પહેલા દિને ચાંદીના નંદી લાવી આખો શ્રાવણ માસ તેની પુજા કરવાથી આર્થિક સંકટથી મૂકિત મળે છે.

 જલ પાત્રઃ- દેવાધિદેવ મહાદેવને જલ બહુ પ્રિય છે. ગંગાજળ લાવીને શ્રાવણમાસમાં પુજન કરીએ તે શકય હોય નહી તો ચાંદી ત્રાબા કે પિત્તળના પાત્રમાં જળ લઇને સ્વચ્છ નિર્મળ જળથી પ્રભુ શિવજીને જલ અર્પિત કરો ફરીથી ભરીને રાખો આ પ્રયોગ પણ ધનના આગમન માટે પ્રભાવી છે.

 સર્પઃ- સદાશિવજીના ગળામાં હંમેશા સર્પરાજ રહે છે. શ્રાવણ માસમાં ચાંદીના નાગ-નાગીન લાવી ઘરમાં રાખો તેની નિત્ય પુજા કરવી શ્રાવણના અંતિમ દિને શિવમંદિરમાં રાખવી આ પ્રયોગ આપને પિતૃ દોષ કાલસર્પ યોગ રાહત આપે છે.

 ચાંદીની ડબ્બીમાં ભસ્મઃ- કોઇ પણ શિવ મંદિરમાંથી ભસ્મ લાવી નવી ચાંદીની ડબ્બીમાં રાખો શ્રાવણ માસમાં તેનાથી પુજન કરો બાદમાં તિજોરીમાં રાખો તેનાથી બરકત વધે છે.

ચાંદીનું કડું :-શિવજી પગમાં ચાંદીના કડા, ધારણ કરેલ છે શ્રાવણ માસમાં તે લાવીને રાખવાની તિર્થયાત્રા વિદેશ યાત્રાનો યોગ બને છે.

 ચાંદીના યંત્રઅઃ- મોતી, શિવજીના મસ્તક પર ચંદ્રમાં બીરાજીત છે શ્રાવણ માસમાં ચાંદીના યંત્ર પુજનમાં રાખવાથી ચંદ્ર ગ્રહ ઘરમાં શાંતિ કરે છે.

 ચાંદીના બિલીપત્રઃ- શ્રાવણ માસમાં શિવજીને બીલીપત્ર અર્પણ કરવામાં આવે છે કયારેક અખંડ બીલીપત્ર મળે નહી તો ચાંદીના બીલીપત્ર શિવજીને અર્પણ કરવાથી કરોડો પાપોનો નાશ થાય છે ઘરમાં  શુભ કાર્યનો સંયોગ બને  છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:31 am IST)