વિવિધ વિભાગ
News of Wednesday, 22nd July 2020

શ્રાવણ સત્સંગ

ભોળાનાથ સદાશિવ નિર્ગુણ સ્વરૂપ

દેવાધિદેવ મહાદેવ સ્વયં પ્રકાશ છે. અને તેઓ સુખનુ અમૃત મેળવવા મથતા માનવીને તેના આત્માને સત્યનું અજવાળું માર્ગદર્શાવી શકે છે.

જયારે સમુદ્ર મંથનથી હળાહળ વિષ નીકળ્યું ત્યારે સમગ્ર સૃષ્ટિ આકુળ વ્યાકુળ બની ગઇ. ત્યારે ભોળાનાથ મહાદેવતો લોક કલ્યાણ અર્થે તપમા મગ્ન હતા.

દેવોએ તેમને પ્રાર્થના કરી કે આ વિષ પ્રકોપથી બચાવો અને ત્યારે ભોળાનાથ આ દુઃખી લોકોને સહાયરૂપ બન્યા અને આ વિષય પ્રકોપથી સૃષ્ટિને બચાવનારા મહાદેવે વિષને પચાવ્યુ. અને તેઓ નિલકંઠ કહેવાયા.

સદાશિવ સ્વયં પ્રકાશરૂપ હોવાથી સુખનું અમૃત મેળવવા ઇચ્છતા માનવીને સત્યનું અજવાળેુ અને માર્ગદર્શાવી શકે છે.

સુખના મૃગજળ પાછળ દોડવામાં મશુગુલ માનવી એ ભૂલી ગયો કે પોતે પણ ભગવાન શિવનું જ રૂપ છે.

મહાકાલ મહાદેવનું સ્મરણ એને ભોળાનાથ સાથે આત્મસાત કરાવી શકે ભોળાનાથનું સ્મરણ ધર્મ તરફ દોરી જાય છે. કારણ કે એ પોતેજ ધર્મનું સ્વરૂપ છે.

વિશ્વના અણુઅણુમાં ધબકતુ એ સ્વરૂપ શિવતત્વ માનવામાં આવે છે.આમ તત્વ વસ્તુતઃ એક જ છે. પરંતુ અવિદ્યાના માયાના આવરણથી જીવતુ બ્રહ્મસ્વરૂપ ઢંકાઇ જાય છે.અને જયારે અજ્ઞાનનું એ આવરણ દુર થાય ત્યારે જીવાત્મા પરમાત્માના જીવ શિવના અદ્વેતની પરમાનંદમયી અનુભૂતિ થાય છે.

હે ! મહેશ્વર આપ કેવા સ્વરૂપે છો તે આપનું મુળ તત્વ હું જાણતો નથી તેમ છતાં હે દેવાધિદેવ ભોળાનાથ, મહાદેવજી આપને અમારા વંદન છે.

શિવતત્વ તો નિરંજન નિરાકાર અને આદિ-અંત રહીત અનંત છે. શિવતત્વ નિરાકાર અને સાકાર બંને છે. આ પરમતત્વ આનંદ સ્વરૂપ છે.  યોગીજનો આવા શિવતત્વની અનુભુતિનો દિવ્યાનંદ અનુભવે છે.

આધ્યાત્મિક અર્થમાં સચ્ચિદાનંદ સ્વરૂપ પરબ્રહ્મ જેનું સ્વરૂપ નિર્ગુણ તે સદાશિવ અને સગુણ સ્વરૂપ મહાકાલ મહેશ્વર

નમામી શમીશાન નિર્વાણ રૂપમ

વિભુ વ્યાપક બ્રહ્મ વેદ સ્વરૂપમ્

અજં નિર્ગુણ નિર્વિકલ્પં નિરીહ

ચિદાકા શમા કાશ વાશ ભજેડહમ્

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:24 am IST)