વિવિધ વિભાગ
News of Monday, 20th July 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

હેરાનગતી

''કોઇ હેરાન થવા માંગતુ નથી પરંતુ હેરાન થવા માટેના બીજ આપણી અંદર જ પડેલા છે મુખ્ય વાત છે આપણા ઉપર કામ કરીને આ બીજનો નાશ કરવાની તેનો નાશ કરવામાં પણ થોડી હેરાનગતી થાય છે. પરંતુ તે આખી જીંદગીના દુઃખ સામે કઇ જ નથી.''

એકવાર હેરાનગતી ઉત્પન્ન કરતા બીજનો નાશ થાય તો તમારૂ આખુ જીવન આનંદમય બની જશે. તેથી જો તમે તમારા - અંદરના દુઃખને અવગણો, તેનો સામનો કરવાનું અવગણો તો તમે એક એવી પરિસ્થિતી ઉત્પન્ન કરશો જે તમને આખી જીંદગી હેરાન કરશે.

એકવાર તમારી અંદર રહેલા ઘાવ બહાર આવશે તો તેઓમાં રૂઝ આવવી શરૂ થઇ જશે. આ જ મટવાની પ્રક્રિયા છે. પરંતુ હું જાણું છું કે જ્યારે તમને ઘાવ થાય છે. ત્યારે તમે નથી ઇચ્છતા કે કોઇ તેને-સ્પર્શે, તમે ખરેખર કોઇને જણાવવા જ નથી માંગતા કે તમને ઘાવ છે તમે તેને છુપાવવા માંગો છો પરંતુ તેને છુપાવી-રાખવાથી રૂઝ નહી આવે તેને સુર્યપ્રકાશમાં પવનમાં ખુલ્લો રાખવો પડશે.

શરૂઆતમા કદાચ તે દુખદાયક હશે પરંતુ જ્યારે તેના રૂઝ આવશે તમે સમજી જશો અને ઉપાય કરવાનો બીજો કોઇ રસ્તો નથી. તેના માટે તમારે જાગૃત થવુ જ પડશે ફકત જાગૃત થઇ જવાથી જ ઉપચારની પ્રક્રિયા શરૂ થઇ જશે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:38 am IST)