વિવિધ વિભાગ
News of Thursday, 18th June 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

સંકોચાયેલ હૃદય

''જ્યારે તમે કોઇ શંકાને આવવા દો છો ત્યારે તમે હૃદયમાં તાણ અનુભવો છો કારણ કે વિશ્વાસથી હૃદયને આરામ મળે છે. અને શંકાથી તનાવ.''

સામાન્ય રીતે લોકોને આ ક્રિયાની ખબર નથી હોતી. ખરેખર તો તેઓ સતત હૃદયથી સંકોચાયેલા રહે છે. તેથી તેઓ ભૂલી ગયા છે કે હૃદયને આરામની અવસ્થામાં કેવો અનુભવ થાય છે. તેઓને લાગે છેકે બધુ બરાબર છે. પરંતુ સોમાંથી નવાણું લોકો સંકુચીત હૃદય સાથે જીવે છે.

જેટલા વધારે તમે મસ્તીષ્કમાં રહો છો તેટલું હૃદય-સંકુચીત થાય છે જયારે તમે મસ્તીષ્કમાં નથી હોતા ત્યારે હૃદય કમળની જેમ ખીલી જાય છે. અને તે ખૂબજ સુંદર છે જયારે તે ખીલે છે. પછી તમે ખરેખર જીવંત છો અને હૃદય આરામમાં છે. પરંતુ હૃદય ફકત વિશ્વાસ અને પ્રેમની અવસ્થામાં જ વિશ્રામ કરી શકે શંકાની -સ્થીતીમાં મન દાખલ થાય છે. શંકા મનનો દરવાજો છે.

એકવાર તમે શંકામાં જકડાઇ જાવ છો તમે મનથી જકડાઇ જાવ છો તેથી જયારે શંકા આવે તેને કોઇ મુલ્ય ના આપો હું એવું નથી કહેતો કે તમારી શંકા દરેક  વખતે ખોટી છે તમારી શંકા -સંપૂર્ણ પણે સાચી પણ હોઇ શકે પરંતુ તેમ છતા પણ તે ખોટી છે કારણ કે તે તમારા હૃદયનો વિનાશ કરે છે. તે કિંમત યોગ્ય નથી.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:32 am IST)