Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

પવિત્ર શ્રાવણ માસ

આધ્યાત્મિક જીવનમાં વિકાસ પામશો તો ઝળકી ઉઠશો

માનવ જીવન દુર્લભ છે, જીવનના પરમલક્ષ્ય ને પ્રાપ્ત કરી શકીએ છીએ માનવ જીવન માનવી માટે પરમાત્માએ આપેલ એક અમુલ્ય, અતુલનીય, અને અનુપમ ભેટ છે, જીવનના પરમ લક્ષ્યને પામવાનો અલૌકિક અવસર પણ છે. પરંતુ આ માટે જરૂરી છે. જીવનમાં પુરૂષાર્થ.

માનવ જીવનમાં ચાર પુરૂષાર્થ જણાવવામાં આવ્યા છે. ધર્મ, અર્થ કામ, અને મોક્ષ,

જીવનમાં ધર્મ પ્રથમ પુરૂષાર્થ છે, ધર્મ માનવ જીવનનું મુળ છે. પાયો છે. આધાર છે.

ધર્મ જ એ તત્વ છે, જેના કારણ માનવી માનવ બની શકે છે.જેમ-જળનો સ્વભાવ છ.ે વહેવું, સુર્યનો સ્વભાવ છે તપવું તેમ મનુષ્યનો સ્વભાવ છે. સ્વધર્મ માનવતા આત્મસાત ્ કરવી અને માનવીના સ્વભાવમાં રહેવું એ જ માનવીનો સ્વધર્મ છે સત્ય, પ્રેમ, કરૂણા, સેવા સંવેદના, શ્રમ વગેરે તેના આભુષણો બની જાય છે.

ધર્મને ધારણ કરનાર વ્યકિત સદાને માટે અભય અને અજેય બની જાય છે.

બીજો પુરૂષાર્થ અર્થ, એટલે કે ધન, જીવન નિર્વાહ માટે જરૂરી છે. ધન એક પવિત્ર શકિત છે. તેનો સ્ત્રોત શુભ હોવો જોઇએ અને વ્યય પણ શુભ સાત્વિક કાર્યોમાંજ હોવો જોઇએ.

ત્રીજો પુરૂષાર્થ, કામ છે, એટલે કે ઇચ્છાઓ ઇચ્છાઓની પૂર્તિ માટે પણ પુરૂષાર્થ છે. પરંતુ તે પડાવ માત્ર માત્ર છે, લક્ષ્ય નથી. કામના પૂર્તિમાં સંયમ અને નૈતિકતાનો અંકુશ અવશ્ય હોવો જોઇએ.

મોક્ષ એ અંતિમ પુરૂષાર્થ છે, જીવનનું પરમ લક્ષ્ય છે. મોક્ષ એટલે કે, અજ્ઞાનનો અભાવ, કામનાઓનો અભાવ, આસકિતનો અભાવ, અને પરમાનંદની પ્રાપ્તિ.

ધર્મથી મોક્ષ સુધીની યાત્રા કામ ક્રોધ, મોહ અહંકાર, દંભ, દુર્ભાવ, દ્વેષ, વગેરે કેટલાય તોફાનોમાંથી પસાર થઇ શકે છે.

આથી જ વિવેકશીલ, માનવી પોતાના જીવનના આરંભથી જ હંમેશા પોતાના જીવન લક્ષ્યની પ્રાપ્તિ માટે સજાગ રહે છે.

જે સત્પુરૂષ ધર્મમાર્ગે યોગ માર્ગે, અધ્યાત્મ માર્ગે ચાલી નીકળે છે તે અંતે પોતાના દ્રઢ સંકલ્પ અને પ્રચંડ પુરૂષાર્થના બળે જીવન લક્ષ્યને પામી જાય છે.

સમય, કિંમતી છે, ધન કરતા પણ એ વધુ મુલ્યવાન છ.ે ગુમાવેલ ધન તો ફરીથી કમાઇ શકાય, પણ વિતી ગયેલો સમય પાછો મેળવી શકાતો નથી પસાર થઇ ગયેલ પળ પૂનઃ પ્રાપ્ત થઇ શકતી નથી. જીવન એ નાની નાની પળોનો સમુહ છે આ સમુહનો સારી રીતે ઉપયોગ કરવાથી જ તમે મહાપુરૂષ બની શકો છો જો તમે તમારા આધ્યાત્મિક જીવનમાં વિકાસ પામશો તો ઝળકી ઉઠશો અને એક તારલાની જેમ પ્રકાશી ઉઠશો.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:34 am IST)