Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

સેકસથી વધારે

''લોકો સંપૂર્ણપણે ભૂલી ગયા છે કે જયારે બે વ્યકિતઓ એકબીજાની બાજુમાં ગહન પ્રેમ, આદર અને પ્રાર્થનામય બનીને સુતા હોય ત્યારે એકી કરણ થાય છે. તેની સામે સેકસ કઇ જ નથી.''

જયારે શારીરીક ઉર્જા સેકસમા ના  વપરાય ત્યારે તે એક નવી જ ઉંચાઇ પ્રાપ્ત કરે છે. તે ખૂબજ ઉંચાઇ સુધી પહોંચે છે, સમાધી અને આત્મજાગૃતી સુધી પરંતુ લોકો સંપૂર્ણપણે ભૂલી ગયા છે તેઓ વિચારે છે કે સેકસજ અંત છે. પરંતુ સેકસ ફકત શરૂઆત છે. જયારે તમે કોઇને પ્રેમ કરો છો, પહેલા ગહન પ્રેમથી એકીબીજા સાથે સુઓ અને તમેસુક્ષ્મ અને ગહન તૃપ્તી સુધી પહોંચી જશો તેવી રી તે ધીમે-ધીમે ખરૂ બ્રહ્મચાર્ય ઉદીત થાય છે. તે સેકસથી વધારે છે તે સેકસથી ગહન છે. જે સેકસ આપે છેતેના કરતા પણ વધારે તે આપે છે. તેથી તમે જયારે જાણો કે ઉર્જાનો ઉપયોગ કરીને વધારે ઉચી અવસ્થા સુધી પહોંચી શકાય તો પછી બીજી અવસ્થા ચીંતા ક્ષણે કરે, કોઇ નહી !

હું સેકસને છોડવાનું નથી કહેતો કે એમ કહ્યું છું કે કયારેક તમારી જાતને શુદ્ધ પ્રેમની અવસ્થામાં રહેવા દો કે જેમાં સેકસ સાથે કઇ લેવા દેવા નથી નહીતર તમે પૃથ્વી તરફ ખેચાઇ જશો અને કયારેય આકાશમાં ઉડી નહી શકો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:35 am IST)