Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

(યાદેવી શકિત રૂપેણ સંસ્થિતા)

મા સરસ્તીની ઉપાસના

આપણા ઋષિમુનિઓએ માં સરસ્વતીની ઉપાસનાથી સાહિત્ય કલા વિજ્ઞાન તત્વ જ્ઞાન અને અનેક ઉપયોગી વિષયો ઉપર જ્ઞાન માં હિતીના ભંડાર વિશ્વને આપ્યા છે.

પ્રકૃતિ અને માં નવીમાં નવજીવનનો સ્પર્શ કરાવવા નવ ઉ-મેષથી માનવ જિંદગીને ભરવા વસંત પંચમી આવે છે, વસંતપંમીના વધામણા કેવી રીતે ેકરવા ?

આજના ધમાલીયા અને ધાંધલીયા વાતાવરણમાં કાગડાનો કર્કશ અવાજ અને કોયલના મીઠા સૂર વચ્ચે કોઇ ફરક લાગતો નથી આવા સંજોગોમાં આપણા વાણી વર્તનમાં મંજુલ સુર વહેવા માંડશે ત્યારે લાગશે કે વસંત વહાલથી આપણને સ્પર્શી રહી છે હૈયુ હાથ રહેતું નથી તે પોતાની મધુર ઉર્મીઓને ઉછાળવા માંડે છે કોઇ રંગપીછીથી ઉર્મીઓના વહેવાડવવા પ્રેરશે.

માનવી તરીકે વિદેશ, જ્ઞાન, સહિત્ય વકત્વ શકિત વિવેચન, સર્જન સાહસ કે પછી ઉંમંગના ઉત્સાહથી મનોરથોને સફળ બનાવવા શકિત આપનાર માં સરસ્વતીજીને નમન કરીએ.

અને ભાવથી સ્તુતિ કરીએ

યા કુંન્દેદેતુષરહાર ધવલા

યા શુભ વસ્ત્રાવૃતા

આ વિણાવર દંડમંડિત કરા

આ શ્વેત પદ્વાસન I

યા બ્રહ્માસ્યુત શંકર,

પ્રભુતિભિ દેવૈઃ સદાવંન્દિતા

સા મામ્ પાતુ સરસ્વતી ભગવતી

નિઃ શેષ જાડવા પહ II

સાચા માનવ તરીકેની ઓળખ ઉભી કરવા વસંતપચમીના વધામણા સંયમના સાવધી કરીએ

જુની રૂઢીઓ, અંધશ્રદ્ધા, વહેમને ઇર્ષાને વેરઝેરને કુસંપને સ્વાર્થ તેમજ સંકુચિયતાને વિદાય આપીએ.

સમય પ્રયાણે વિવેકથી વિચારમાં સકારાત્મ પરિવર્તન લાવીએ.

યોગ આનંદ પ્રેમને પામીએ જે જે પરિવર્તન આવે તેને સ્વીકારીએ નવુ જ્ઞાન કલા કૌશલ્ય પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા વધારીએ અને જીવનમાં એવી વસંત પ્રગટે જેનાથી જીવનમાં આનંદ ઉલ્લાસ પ્રગટે પરિવારનો પ્રેમ, વડીલોના આશિષ અને સ્નેહીજનોની હુંફ મળે.

વસંત પંચમીથી જ વસંતોત્સવનો પ્રારંભ થાય છે વસંતોત્સવ એટલે રાસલીલાનો પ્રેમ વિલાસનો ગોપી વલ્લભ શ્રીકૃષ્ણને ફુલોના ઝુલે ઝુIવવાનો ફુલડોલ રંગોત્સવ શ્રીકૃષ્ણ-હિંડોળાના ગીતો ગવાય છે. વસંત રાગ આલાપાય છે.

માં સરસ્વતીજીની નિયમિત પુજા-પાઠથી વ્યકિત જ્ઞાનિ, બુદ્ધિશાળી બની જાય છે.

મહાસુદ પંચમી એટલે વસંત પંચમી વસંત પંચમી સુગંધ, સંગીત અને સુંરતાનો વૈભવ પ્રગટ કરે છે. વસંતઋતુમાં લત્તામંડપોથી શોભતી વાટીકાઓમાં રાધાકૃષ્ણ રમણ કરે છે

ભગવાન શ્રી કૃષ્ણએ રાધા-ગોપીએસાથે મહારાસલીલા, વસંતમાં કરેલી.

વસંત પંચમીનો સાહિત્ય સંગીત અને કલાની દેવી સરસ્વતી બે વસંતમાં ભગવતી સરસ્વતી પણ હાથમાંં વિણા ધારણ કરી વિહાર કરવા નીકળે છે.

હંસ પર બિરાજમાન વિણા ધારિણી અને શ્વેત વસ્તા વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી માતા સરસ્વતીનો પાદુભાંવ વસંતપંચમીએ થયેલો અને આથીજ વસંત પંચમીનું  પર્વ તો સરસ્વતીજીની પૂજા દ્વારા વિદ્યારંભની તિથિ રૂપે પ્રતિષ્ઠિત થયું.

પૌરાણીક કથા પ્રમાણે સર્વપ્રથમ ભગવાન શ્રી કૃષ્ણે ભગવતી સરસ્વતીજીની પુજા આરાધના કરી એમણે સરસ્વતીને વરદાન આપેલું-હે ભગવતી તમે દ્વારા એક અંશાવતાર રૂપે ભગવાન વિષ્ણુની સેવા કરો કૃષ્ણના આવા આશિષથી વસંત પંચમીએ શિક્ષણ સંસ્થાઓમાં સરસ્વતી સ્તોત્રો, મંત્રો, વગેરે દ્વારા વિદ્યાનો આરંભ કરાય છે.

જીવનમાં તો પાનખરની શુષ્કતા અને વસંતની મધુરતા પણ હોય વસંત પંચમી આસુરી વૃતિતને વાંસંતિ સાત્વિક વૃત્તિમાં ફેરવવાનું પર્વ છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:37 am IST)
  • ફિલ્મ અભિનેતા આમિર ખાનની ટીમના ડ્રાઈવર, રસોયા સહિત ૭ લોકોને કોરોના વળગ્યો access_time 11:55 am IST

  • સુરતના મહિધરપુરા હીરાબજાર ક્લસ્ટર તરીકે જાહેર:પાટીદાર ભવનથી લિંબુશેરી, પીપળા શેરી, નગીનદાસની શેરી, હવાડા શેરી, થોભા શેરી, જદાખાડી રોડ, હાટ ફળિયું, ભોજાભાઈની શેરી અને પાટીદાર ભવન રોડ સુધીના ૧૨૬૨ મકાનોને ક્લસ્ટર તરીકે જાહેર કરવામાં આવ્યા access_time 9:38 pm IST

  • ગુજરાત હાઇકોર્ટના નામાંકિત ધારાશાસ્ત્રી સૂર્યપ્રકાશ રાજુ સુપ્રીમ કોર્ટમાં બન્યા એડિશનલ સોલિસિટર જનરલ :સુપ્રીમ કોર્ટમાં આટલી મોટી પોસ્ટ ઉપર પહોંચનારા ચોથા ગુજરાતી: અગાઉ કિરીટ રાવલ હરીન રાવલ અને તુષાર મહેતા પણ આ પોસ્ટ ઉપર પહોંચ્યા હતા access_time 11:28 pm IST