Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

હીસાબી વર્ષ ર૦૧૯-ર૦ તથા ર૦ર૦-ર૧માં ટેકસ પ્લાનીંગ

વર્ષે  રૂ.પ લાખ સુધીની કમાણી કરતા લોકોને ફુલ ટેકસ રિબેટ આપીને આ બજેટમાં નાના કરદાતા પરથી ટેકસબોજ ઘટાડવામાં આવ્યો છે. જો કે, પાંચ લાખથી વધારે કમાતા લોકો જો વિવિધ સેકશન હેઠળ કરકપાતની માંગણી કરશે તો તેઓ પણ ટેકસમાંથી બચી શકે છે. ''જો કોઇ વ્યકિત વર્ષે રૂ.૬.પ લાખ સુધી કમાતો હશે અને ચોકકસ બચતમાં રોકાણ કરતો હશે તો તેણે પણ ટેકસ નહી ભરવો પડે.'' એમ નાણામંત્રીએ બજેટના ભાષણમાં જણાવ્યું હતુ. જેમ કે, તમારી વાર્ષિક આવક રૂ.૭ લાખ છે પણ તેમાંથી રૂ.૧.પ  લાખ સેકશન ૮૦ સી હેઠળ અને રૂ.પ૦,૦૦૦ સેકશન ૮૦સીસીડી (૧બી) હેઠળમાં રોકો છો તો તમારે ટેકસ ભરવો નહી પડે. તેવી જે રીતે હાઉસીંગ લોન તથા મેડીકલેઇમ વિમાની રકમ પણ બાદ કરવાથી રૂ.પાંચ લાખથી નીચે આવક કરવાનું આયોજન થઇ શકે છે.

રીબેટને કારણે સેકશન ૮૭(એ) હેઠળ મળતા વર્તમાન લાભમાં વધારો થશે. અત્યારે સુધી વર્ષે રૂ.૩.પ લાખ સુધીની કમાણી કરનારા વ્યકિત રૂ.ર,પ૦૦નુ ટેકસ રીબેટ લઇ શકતો હતો. આ વખતની બજેટની દરખાસ્તમાં બંને લિમિટ વધારવામાં આવી છે એટલે હવે રૂ.૩.પ લાખની કમાણી કરનાર વ્યકતી રૂ.૧ર,પ૦૦નું રીબેટ માંગી શકે છે.

લીમીટ કરતા વધારે કમાણી કરનાર વ્યકતી પર રીબેટની અસર તો નહીં પડે, પણ ઓછી આવકના જુથમાં આવતા લોકો રૂ.૧૩,૦૦૦ સુધીની બચત કરી શકશે. એક અંદાજ પ્રમાણે, બજેટની તાજી દરખાસ્તને કારણે ત્રણ કરોડ કરદાતા ટેaસના દાયરામાંથી બહાર નીકળી જશે, પરિણામે સરકારી તીજોરીને રૂ.૧૮,પ૦૦ કરોડની ખોટ જશે. ''રીબેટનો ફાયદો માત્ર ઓછી આવક ધરાવતા લોકોને થશે. અન્ય લોકોને ખાસ ફરક નહીં પડે.'' જયારે પગાર આવક મેળવતા લોકોને માત્ર સ્ટાન્ડર્ડ ડિડકશનમાં થયેલા વધારાનો ફાયદો થયો છે. હવે તેઓ રૂ.૪૦,૦૦૦ની જગ્યાએ રૂ.પ૦,૦૦૦નું સ્ટાન્ડર્ડ ડિડકશન લઇ શકશે, આ પગલાને નોકરીયાત વર્ગ આવકારે છે. કારણ કે, ''સ્ટાન્ડર્ડ ડિકશન રૂ.૧૦,૦૦૦નો વધારો ફાયદાકારક છે. આને કારણે ૮૦-૯૦ ટકા પગારદાર કરદાતાને ફાયદો થશે.''

મર્યાદાની નજીક પહોંચી ગયેલા કરદાતાએ તેમની આવક રૂ. ૫ લાખથી વધી ન જાય તે માટે ચુસ્ત પ્લાનિંગ કરવું પડશે

ટેકસ પ્લાનિંગ કેન્દ્રસ્થાને

બજેટની દરખાસ્તોને જોતા ટેકસનું આયોજન કરવાનું પ્રમાણ વધશે. જેમની વાર્ષિક આવક રૂ. ૫,૦૦,૦૦૦ની નજીક છે તેઓ આ લિમિટ ક્રોસ ન થઇ જાય તે માટે ઉપર મુજબ પૂરતા પ્રયાસ કરશે, નહીંતર ટેકસ ભરવો પડશે. વર્તમાન નિયમ પ્રમાણે, વર્ષે રૂ. ૩.૫ લાખની ટેકસેબલ ઇન્કમ ધરાવતી વ્યકિત સેકશને 87A હેઠળ રૂ. ૨,૫૦૦નું ટેકસ રિબેટ લઇ શકે છે પરંતુ જો આવક રૂ. ૩.૫ લાખથી એક રૂપિયો પણ વધે તો રિબેટ મળતું નથી.

ટેકસ ભરતા ઘણા લોકોને એ પણ ખબર નથી કે, FD, બોન્ડ, NSC, KVP , સીનીયર સીટીઝન સ્કીમ વગેરેના વ્યાજ પર ફુલ ટેકસ લાગે છે. આને કારણે વ્યકિતની આવક વધે છે અને નોર્મલ રેટ પ્રમાણે ટેકસ ભરવો  પડે છે. આવા કરદાતા તેમના રીટર્નમાં આવી આવક જાહેર કરવાનું ટાળે છે, અને રીબેટ કલેમ કરે છે. પરંતુ જો તેમની કુલ આવકમાં વ્યાજની આવક ઉમેરાયા બાદ કુલ આવક રૂ.પ,૦૦,૦૦૦ની લીમીટથી વધી  જાય તો તેમને રીબેટ મળતુ નથી. ઘણા કરદાતાઓ પોતાને મળેલ અથવા મળવાપાત્ર ચડત વ્યાજ આવક બેન્ક FD, પોસ્ટ ઓફિસ NSC તથા KVP ઉપર દેખાડતા નથી. પરંતુ આવકવેરા ખાતુ પાનકાર્ડ તથા નામ આપવાથી કોમ્પ્યુટર સીસ્ટમ કે ઇન્કમટેકસ ઓફિસર પોતાના ટેબલ ઉપરથી આવા તમામ પ્રકારની વ્યાજ  આવક શોધીને કરદાતાની આવકમાં ઉમેરી શકે છે તથા આવક છુપાવવા બદલ ટેક્ષ તેમજ દંડ પણ કરી શકે છે.

એક્રુડ અથવા ચડત વ્યાજ એટલે શું ?

ઘણા કરદાતાઓએ બેન્કમાં એફડી બે-ત્રણેક પાંચ વર્ષ માટે કયુમ્યુલેટીવ ડીપોઝીટી તરીકે મુકેલ હોય છે. બેંક દ્વારા તેમના હિસાબી વર્ષ મુજબ વ્યાજ ખર્ચનું પ્રોવીઝન કરે છે અને ટી.ડી.એસ. પણ આવકવેરા કાયદા મુજબ જો કાપવાનું થાય તો કાપે છે. બેેંક દ્વારા આવું પ્રોવીઝન દર વર્ષે કરવામાં આવે છે. જે કરદાતા ડીપોઝીટરોએ બેંકમાંથી ચડત વ્યાજનું સર્ટીફીકેટ મેળવી પોતાની આવકમાં ઉમેરવી જરૂરી છે. આવી જ રીતે પોસ્ટ ઓફિસમાં NSC તથા KVP જે પાંચ કે સાત વર્ષની મુદતે પાકે છે. તેમાં પણ વ્યાજની રકમ ભાગ્યા મુદત (વર્ષ) કરી જે રકમ આવે તે NSC તથા KVPની વ્યાજ આવક તરીકે દર્શાવવી જરૂરી છે. જો કરદાતા આવી રીતે ન દર્શાવે તો NSC - KVP  પાકતીવખતે જે કાંઇ વ્યાજ આવે તે એક જ વર્ષમાં આવે અને કરપાત્ર આવક પણ વધી જાય.

એક સાથે ભરેલ મેડીકલેઇમ પ્રીમીયમ

ઘણી ઇન્સ્યુરન્સ એજન્સી મેડીકલેમ રકમ એક સાથે ત્રણ ચાર વર્ષનું પ્રીમીયમ સ્વીકારી પ્રીમીયમમાં રીબેટ આપે છે. આવા સમયે ઘણા કરદાતાનો પ્રશ્ન  હોય છે કે પ્રીમીયમની રકમને ત્રણ કે ચાર વર્ષ માટે ભાગીને દરેક વર્ષ પ્રીમીયમ સપ્રમાણ બાદ લઇ જે રકમ બાદને પાત્ર કરતા વધી જતી હોય છે. આ સંજોગોમાં આવકવેરા ખાતાએ છુટ આપેલ છે કે કરદાતા ત્રણ કે ચાર વર્ષના સમયાંતરે દરેક વર્ષે બાદ માંગી શકે છે.

: આલેખન :

નીતિન કામદાર C.A.

રાજકોટ

મો.૯૮રપર ૧૭૮૪૮

E-mail : canitinkamdar@gmail.com

 

(11:17 am IST)