Gujarati News

Gujarati News

News of Tuesday, 29th March 2016

સમગ્ર ભારતમાં નોકરીઓની ભરમાર

-વિવિધ ક્ષેત્રે રોજગારી પ્રાપ્ત કરવાનો હાલમાં સોનેરી સમય ચાલી રહ્યો છે

રાજકોટ તા. ર૯ : ગુજરાત સહિત સમગ્ર ભારતમાં હાલમાં વિવિધ ક્ષેત્રે રીતસર નોકરીઓની ભરમાર ચાલી રહી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે રોજગારી પ્રાપ્ત કરવાનો સોનેરી સમય ચાલી રહ્યો છે તેમ કહેવું જરા પણ ખોટું નથી લાગતું.

કેન્દ્ર-રાજ્ય સરકારના વિવિધ વિભાગો, કોર્પોરેટ ક્ષેત્ર, શૈક્ષણિક ક્ષેત્ર, મેડીકલ ક્ષેત્ર, પોલીસ વિગેરે ક્ષેત્રે હાલમાં નોકરીઓની ઘણી બધી તકો ઉત્પન થતી જાય છે અથવા તો ભવિષ્યમાં થતી રહેશે. આવી તકો ઉપર એક નજર કરીએ તો ....

* મિલીટ્રી એન્જીનીયર સર્વિસીઝ દ્વારા ર૬-૪-૧૬ ની છેલ્લી અરજી તારીખ સાથે ચોકીદાર, સફાઇ કામદાર વિગેરેની ૪૬૩  જગ્યાઓ માટે ભરતી ચાલે છે. mes.gov.in.

* વિશાખા પટ્ટનમ પોર્ટ ટ્રસ્ટ દ્વારા ૧ર-૪-૧૬ ની છેલ્લી અરજી તારીખ સાથે એકાઉન્ટન્ટ વિગેરેની ૬ જગ્યાઓ માટેભરતી ચાલ છે. www.vizagport.com

* એઇમ્સ, રાયપુર દ્વારા ૯-૪-૧૬ ની છેલ્લી અરજી તારીખ સાથે ગૈસ ઓફિસર્સ વિગેરેની ૭૮ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. www.aiimsraipur.edu.in

* કન્ટોન્મેન્ટ બોર્ડ, જબલપુર દ્વારા ર૦-૪-૧૬ ની છેલ્લી અરજી તારીખ સાથે જુનિયર એન્જીનીયર્સ વિગેરેની ૭ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.canttboardjabalpur.org .in.

* EESL ઇન્ડિયા દ્વારા ૧૬-૪-૧૬ ની  છેલ્લી અરજી તારીખ સાથે આસીસ્ટન્ટસ, DEO વિગેરેની કુલ ૯૬ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. www.eeslindia.org

*  નેશનલ ફર્ટીલાઇઝર્સ લિ. દ્વારા રપ-૪-૧૬ની છેલ્લી અરજી તારીખ સાથે મેનેજર વિગેરેની ૬ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. www.nationalfertilizers.com

* AMPRI દ્વારા ૮-૪-૧૬ ની છેલ્લી અરજી તારીખ સાથે સાયન્ટીસ્ટ ગ્રેડ ૪ ની ૮ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. www.ampri.res.in

* DGET દ્વારા ૧૪-૪-૧૬ની છેલ્લી અરજી તારીખ સાથે વોકેશનલ ઇન્સ્ટ્રકટરની ૬ જગ્યાઓ માટે ભરતી  ચાલે છે. www.dget.nic.in

* સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ કેરાલા દ્વારા પ-૪-૧૬ની છેલ્લી અરજી તારીખ સાથે એન્જીનીયર્સ, આસીસ્ટન્ટસ વિગેરેની ૪૬ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. www.cukerala.ac.in

* એઇમ્સ, ભોપાલ દ્વારા ૧પ-૪-૧૬ની છેલ્લી અરજી તારીખ સાથે પ્રોફેસર્સ વિગેરેની રપ૩ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. www.aiimsbhopal.edu.in

*  NBCC ઇન્ડિયા દ્વારા ૧૧-૪-૧૬ ની છેલ્લી અરજી તારીખ સાથે જનરલ, એડીશ્નલ જનરલ વિગેરેની રર જગ્યાઓ માટે ભરતી ચાલે છે.  www.nbccindia.com.

*  THSTI દ્વારા ર-૪-૧૬ ની છેલ્લી અરજી તારીખ સાથે સેકશન ઓફીસર્સ વિગેરેની ૬ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. www.thsti.res.in

*  NIN  ઇન્ડિયા દ્વારા ર૯-૪-૧૬ ની  છેલ્લી અરજી તારીખ સાથે સાયન્ટીસ્ટ બી અને સી ની કુલ ૬  જગ્યાઓ માટે ભરતી ચાલે છે. ninindia.org

* ઇસ્ટ સેન્ટ્રલ રેલ્વે હાજીપુર દ્વારા ૧૧-૪-૧૬ ની છેલ્લી અરજી તારીખ સાથે કોન્સ્ટેબલ્સ (બેન્ડ) ની ર૪૬ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.

www.ecr.indianrailways. gov.in

* આસામ પબ્લિક સર્વિસ કમીશન દ્વારા ૧-૪-૧૬ ની છેલ્લી અરજી તારીખ સાથે આસી. લાયબ્રેરીયન, પીજીટી વિગેરેની કુલ ૧૦૭ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. apsc.nic.in

*  સેન્ટ્રલ ઇન્સ્ટીટયુટ ઓફ પ્લાસ્ટીકસ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી (સિપેટ) અમદાવાદ દ્વારા ૩૦-૩-૧૬ સુધી સવારે ૧૦ થી સાંજે પ સુધી ગુજરાત રાજયના અનુસુચિત જનજાતિ (એસ.ટી.)નાં બેરોજગાર યુવકો-યુવતીઓ માટે રોજગારલક્ષી તાલીમનાં સીધા પ્રવેશ ઇન્ટરવ્યુ રાખેલ છે. www.cipet.gov.in ફોન ૦૭૯-૪૦૧૦૩૯૧૮.

*  સમગ્ર ગુજરાતમાં પોલીસ ખાતામાં નવો પ્રાણ પુરવા માટે અને સ્ટાફની ઘટ નિવારવા માટે સરકાર દ્વારા નજીકના ભવિષ્યમાં પોલીસની વિવિધ કેડરમાં ૧૭ હજાર ઉપરની નવી ભરતીઓ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. માત્ર રાજકોટમાં પોલીસ ખાતાના મહેકમ પ્રમાણે શહેરમાં પોલીસની ૬૧૬ જગ્યાઓ ખાલી છે. ઉપરાંત મોરબીમાં પોલીસની ર૩૬ જેટલી જગ્યાઓ ખાલી હોવાનું જાણવા મળે છે. આવી જ રીતે ગુજરાતના વિવિધ જિલ્લા તથા તાલુકામાં પોલીસની જગ્યાઓ ખાલી હોવાનું જાણવા મળે છે. જે ભરાવાની કાગડોળે રાહ જોવાઇ રહી છે.

*  IIT ખડગપુર દ્વારા ૭-૪-૧૬ ની છેલ્લી અરજી તારીખ સાથે JRF,SRF વિગેરેની ૭ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.www.iitkgp.ac.in

*  એમઇસીએલ દ્વારા ૩૧-૩-૧૬ ની છેલ્લી અરજી તારીખ સાથે આસીસ્ટન્ટ, ટેકિનશ્યન વિગેરેની ૧૮પ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. www.mecl.gov.in

* સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ જમ્મુ દ્વારા ૩૧-૩-૧૬ની છેલ્લી અરજી તારીખ સાથે નોન ટીચીંગ પોસ્ટસની ૩૧ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. www.cujammu.ac.in

* કેન્દ્રીય હિન્દી સંસ્થાન, આગ્રા દ્વારા ૩૧-૩-૧૬ ની છેલ્લી અરજી તારીખ સાથે ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફની કુલ ર૭ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.www.khsindia.org.

*NAAC દ્વારા ૩૧-૩-૧૬ ની છેલ્લી અરજી તારીખ સાથે ડે. એડવાઇઝર વિગેરેની કુલ રપ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.www.naac.gov. in  

*IHBT  દ્વારા ૩૦-૩-૧૬ ની છેલ્લી અરજી તારીખ સાથે સાયન્ટીસ્ટ વિગેરેની ૧૦ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. www.ihbt.res.in

* CFTRI  દ્વારા ૩૧-૩-૧૬ની છેલ્લી અરજી તારીખ સાથે સાયન્ટીસ્ટસ વિગેરેની રર જગ્યાઓ માટે ભરતી ચાલે છે. www.cftri.com

*દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતી નગરપાલિકા વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશન જામખંભાળીયા, સલાયા, ઓખા, મીઠાપુર, દ્વારકા, રાવલ, ભાણવડ ખાતે ટ્રાફિક બ્રિગેડના માનદ્ સેવકોની ભરતીમાં જે તે પોલીસ સ્ટેશન ખાતે અરજી ફોર્મ જમા કરાવાની છેલ્લી તા. ૩૧ -૩-૧૬ છે. રાવલ માટે કલ્યાણપુર પોલીસ સ્ટેશન લાગુ પડે છે. અરજી કરનારની ઉંમર ૧૮ થી પ૦ વર્ષ શિક્ષણ ધો. ૧૦ પાસ કે તેથી વધુ તથા પુરૃષ અરજદારની ઉંચાઇ પ ફૂટ પ ઇંચ અને મહિલા ઉમેદવારની ઉંચાઇ પ ફૂટ કે તેથી વધુ હોવી જોઇએ. દૈનિક રૃા. ર૦૦ માનદ્ વેતન સરકાર ચુકવશે.

*રાજકોટ જિલ્લામાં ૩૧-૧-૧૬ની સ્થિતિએ ર૭૬રર શિક્ષિત બેરોજગારો તથા ૩૦૪૮ અશિક્ષિત બેરોજગારો સરકારી ચોપડે નોંધાયેલ હોવાનું જાણવા મળે છે. આવા તમામ લોકોને વહેલાસર રોજગારી મળે તે ઇચ્છનીય છે.

* S.V.E.T.કોલેજ  શરૃ સેકશન રોડ જામનગર દ્વારા (અંગ્રેજી માધ્યમ) પ્રિન્સીપાલ, પી.ટી. આઇ., વોચમેન, પટ્ટાવાળા તથા એકાઉન્ટન્સી, અંગ્રેજી, મેનેજમેન્ટ, કોમ્પ્યુટર સાયન્સના લેકચરર્સ અને લેબ આસીસ્ટન્ટની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. રજી. એ.ડી.થી અરજી કરવાની છેલ્લી તારીખ ૯-૪-૧૬ છે.

* યુનિક ગ્રૃપ ઓફ સ્કુલ્સ-આટકોટ દ્વારા L.K.G. થી ધો. -૧ર (કોમર્સ) (ગુજરાતી માધ્યમ) માટે વિવિધ કર્મચારીઓની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ગણિત, વિજ્ઞાન, સમાજ, ભાષાઓ, કોમર્સના તમામ વિષયો, કોમ્પ્યુટર શિક્ષક, શારીરિક શિક્ષણ, ડાન્સ, આર્ટ-ક્રાફટ, ઓફીસ આસીસ્ટન્ટ, રીસેપ્સનીષ્ટ, કોમ્પ્યુટર ટાઇપીસ્ટ (ગુજરાતી), ગૃહપતી તેમજ હોસ્ટેલમાં રહી શકે તેવા શિક્ષકો અને સ્ટાફ વિગેરેની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

* ધી રાજુલા નાગરીક સહકારી બેન્ક  લી દ્વારા તા.૨-૪-૨૦૧૬ની છેલ્લી અરજી તારીખ સાથે ૩૫ વર્ષ કે તેથી નીચેની ઉમર ધરાવતા ઉમેદવારો માટે મેનેજરની પોસ્ટ માટે ભરતી ચાલે છે. ઇ-મેઇલ-adrcareers@gmail.com

* નાલંદા વિદ્યાલય, મોરબી-રાજકોટ હાઇવે, વિરપર (મોરબી) ૩૬૩૬૪૧ દ્વારા તા.૪-૪-૧૬ની છેલ્લી અરજી તારીખ સાથે વિજ્ઞાન પ્રવાહ (અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ)ના ફીઝીકસ કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી વિષયો માટે તથા વાણિજય પ્રવાહ (અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ)ના તમામ વિષયો માટે શિક્ષકો ઉપરાંત ડ્રાઇવર અને અનુભવી હોસ્ટેલ ગૃહપતીની ભરતી ચાલે છે ફોન-૦૨૮૨૨-૨૨૨૩૦૧/૦૨/૦૩.

* શ્રી સ્વામીનારાયણ ગુરૃકુલ, ખંભાળીયા હાઇ-વે એરપોર્ટ પાસે નાઘેડી, જામનગર દ્વારા ૯-૪-૧૬ની છેલ્લી અરજી તારીખ સાથે ધોરણ-૫ થી ૧૨ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ) માં અંગ્રેજી, વિજ્ઞાન,ગણિત, હિન્દી, સમાજ વિદ્યા અને ગુજરાતી ભણાવી શકે તેવા અનુભવી (બી.એડ) શિક્ષકોની ભરતી ચાલે છે

* રાજકોટ જિલ્લા પંચાયત કચેરીમાં અલગ-અલગ કેડરમાં વર્ગ-૩ અને ૪ના કર્મચારીઓની આશરે ૧૫૫૧ જેટલી જગ્યાઓ ખાલી છે જે ભરાવાની રાહ જોવાઇ રહી છે.

આટઆટલી ભરતીઓ અને નોકરીઓ હાજર છે ત્યારે ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને યોગ્ય લાયકાત, સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ, આત્મવિશ્વાસ અને સાચા માર્ગદર્શન સાથે મહેનત કરવા તૂટી પડો-મંડી પડો. નોકરી ઘણી નજીક દેખાઇ રહી છે. સાચી નીતિથી  મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ.

(કોઇપણ જગ્યાએ નોકરી માટેની અરજી કરતા પહેલા કે પ્રવેશ મેળવતા પહેલા જે-તે જગ્યાઓ અને ભરતી વિશેની તમામ માહિતી ફોન, વેબસાઇટ, રૃબરૃ કે પછી અન્ય કોઇ  સોર્સ દ્વારા  જાણી લેવી હિતાવત છે કે જેથી લેટેસ્ટ ઇન્ફર્મેશન મળી શકે)

 

 

 

(2:31 pm IST)