Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

સુખ અને દુઃખની વચ્ચે

''એક જ અવસ્થા છે જેમાં વ્યકતી સતત સ્થાયી રહી શકે તે સુખ પણ નથી અને દુઃખ પણ નથી.''

તે અવકાશમાં ઉત્તમ ગુણવતા વાળી શાંતી છે અલબત શરૂઆતમાં તે સ્વાદ વગરની લાગશે, કારણ કે ત્યાં કોઇ સુખ અને દુઃખ નથી, બધાજ સુખ અને દુઃખ એક ઉત્તેજના છે જે ઉતેજના તમને ગમે તેને તમે સુખ કહો છો જે ઉતેજના તમને ના ગમે તેને તમે દુઃખ કહો છો કયારેક એવું બને છે કે અમુક ઉતેજનાને તમે પસંદ કરવાનું શરૂ કરો છો તો તે સુખ બની જાય છેઅને જેવા તમે બીજી ઉતેજનાને પસંદ કરવા લાગો છો તો તે દુઃખ બની જાય છે. તેથી એક ઉતેજના સુખ પણ બની શકે છે અને દુઃખ પણ બની શકે છે. તે તમારા ગમા અણગમા ઉપર આધાર રાખે છે.

સુખ અને દુઃખ વચ્ચેના અવકાશમાં વીરામ કરો તે વિશ્રામની સૌથી પ્રાકૃતિક અવસ્થા છે એકવાર તમે તેમાં રહેવાની શરૂઆત કરશો અનુભવવાની શરૂઆત કરશો તમે તેનો સ્વાદ લેવાનું શીખી જશો તેને જ હુંે તાઓનો સ્વાદ કહું છું તે શરાબ જેવો જ છે શરૂઆતમાં તે કડવો લાગશે વ્યકિતએ તે શીખવું પડશે તે શાંતી માટેનું સૌથી ઉત્તમ આલ્કોહોલીક પીણું છે વ્યકિત તેનાથી ખૂબ જ નશામા આવી જાય છે ધીમે-ધીમે તમને તેનો સ્વાદ સમજમા આવતો જશે શરૂઆતમાં તે સ્વાદ વગરની લાગશે કારણ કે તમારા જીભ સુખ અને દુઃખથી ખૂબ જ ભરાયેલ છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(9:48 am IST)