Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

પ્રેમ કરવો

''પ્રેમને ઉજવવો જોઇએ, ધીમેથી તેનો સ્વાદ માણવો જોઇએ જેથી તે તમારા સમગ્ર અસ્તીત્વને સમાવી લે અને એવી રીતે તમને કબજામા લે કે તમે ખોવાઇ જાવ. એવુ નથી કે તમે પ્રેમ કરો છો-તમે  જ પ્રેમ છો''

પ્રેમ તમારી આજુબાજુ મોટી ઉર્જા બની શકે છેતે તમને અનેતમારા પ્રેમીને એવી રીતે રૂપાંતરીત કરશે કે તમે બંને તેમાં ખોવાઇ જશો. પરંતુ તેના માટે તમારે રાહ જોવી પડશે તે ક્ષણની રાહ જોવી પડશે અને જલદી જ તે ક્ષણ હસ્તક દેશે ઉર્જાને એકઠી  થવા દો અને તેને તેની જાતે જ થવા દો ધીમે-ધીમે જયારે તે ક્ષણ આવશે ત્યારે સચેત થઇ જશો તમે તેના લક્ષણો જોવાની શરૂઆત કરશો આવવા પહેલના લક્ષણો અને પછી કોઇ જ સમસ્યા નહી રહે.

જો એવી ક્ષણ ના આવે કે તમે કુદરતી રીતે જ પ્રેમ કરવાની - શરૂઆત કરો તો રાહ જુઓ; કોઇ ઉતાવળ નથી. પાશ્ચત્ય મન ખૂબજ ઉતાવળમાં છે- પ્રેમ કરતી વખતે પણ, તે એવુ કઇક છે કે પુરૂ કરવું જ પડશે. આ સંપૂર્ણ પણે ખોટો અભીગમ છે.

પ્રેમમાં તમે ભેળસેળ ના કરી શકો તે થાય છે. ત્યારે થાય છે. જો તે નથી થતો તો ચિંતા કરવાની કોઇ જરૂર નથી. તેને તમારી અહંકારનું સાધન ના બનાવો કે કોઇપણ રીતે તમારે પ્રેમ કરવો જ પડશે. પાશ્ચાત્ય મનમાં એ પણ છે પુરૂષ વિચારે છે કે તેને કોઇપણ ભોગે કરવુ જ પડશે. જો તે નહી કરે તો તે સંપૂર્ણ પુરૂષ નથી. આ એક મુર્ખતા છે પ્રેમ એક રૂપાંતરણ છે. તમે તેની વ્યવસ્થા ના- કરી શકો જે લોકો તેને મન પડેતેમ કરે છે. તેઓ તેની બધી જ સુંદરતાને ચૂકી જાય છે.  પછી તે વધારેમાં વધારે એક જાતીય આવેગ બની જાય છે. પરંતુ બધા જ સુક્ષ્મ અને ઉંડા તળ સ્પર્શ કર્યા વગરના રહે છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:27 am IST)