Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2017


સાથી હાથ બઢાનાઃ તૈયદભાઇ જુનાથને સારવાર માટે આર્થીક મદદની જરૂર

રાજકોટ તા. ૧ : શ્વાસની તકલીફનો સામનો કરી રહેલ રાજકોટના તૈયદભાઇ જુનાથને ગેગરીનની અસર થતા ક્રાઇસ્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે આઇસીયુમાં ખસેડવામાં આવેલ છે. લીવર ઉપર સોજો અને લોહીની ટકાવારી ઘટી ગયાનું તબીબી રીપોર્ટમાં જણાવાયુ છે. પરીક્ષણ કરાતા તેમને સિસ્ટેમીક લ્યુપસ ઇરિથીમેટોસીસ (એસ.એલ.ઇ.) નામનો જટીલ રોગ થયાનું કહે છે. ગેંગરીનના કારણે આંગળીઓ કાળી પડવા લાગી હોય તાત્કાલીક ઓપરેશનની સલાહ આપવામાં આવી છે. ફેફસામાં પાણી ભરાવાની સમસ્યા પણ ચિંતા જનક હોવાનું તબીબોએ જણાવેલ છે. એકદમ સાધારણ પરિસ્થિતીમાંથી આવતા તૈયદભાઇનો પરિવાર આગળની સારવારના ખર્ચ પહોંચી વળે તેમ ન હોય સમાજના સુખી સંપન્ન લોકોએ આગળ આવવા અપીલ કરાઇ છે. તેઓ ભારતીય સ્ટેટ બેન્કમાં બચત ખાતુ ધરાવે છે. ખાતા નં. ૩૧૫૧૧૮૭૭૦૭૨ છે. વધુ માહીતી માટે દાઉદભાઇ (મો.૯૪૨૬૮ ૧૯૯૭૩) નો અથવા રૂરૂ તેમના નિવાસ સ્થાન જામનગરરોડ, હુડકો કવાર્ટર ૧૦૧ કવટરની બાજુમાં રાજકોટ ખાતે સંપર્ક કરવા જણાવાયુ છે.

(2:40 pm IST)
  • સુરેન્દ્રનગરમાં વિજળી પડતા ૧નું મોત : ૧ દાઝયો લખતરના ઓળક ગામમાં દંપતિ ઉપર પડી હતી વિજળી : ઝાડ નીચે મહિલા બેઠી હતી અને વિજળી પડી access_time 6:29 pm IST

  • ઇરાનના કોઇપણ હુમલાનો જડબાતોડ જવાબ મળશે : અમેરિકા access_time 4:23 pm IST

  • સાબરકાંઠાના અરવલ્લીના પશુપાલકો માટે સારા સમાચાર : ગાયના દુધના ભાવમાં કિલો ફેટે રૂ.૨૦નો વધારો : ભેસના દુધના ભાવમાં કિલો ફેટે રૂ.૩૦નો વધારો : સાબરડેરીએ દુધના ભાવમાં વધારો કર્યો access_time 1:08 pm IST