Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

સરકારી મહેમાન

કલેકટર પોઝિટીવ વિચારે પણ તેમનો સ્ટાફ નેગેટીવ હોય તો CMનો ઉપદેશ વ્યર્થ જશે

ગુજરાતમાં નાના વેપારીઓનું બિઝનેસ પરિવર્તન, કોરોનાએ ઓરિજનલ બિઝનેસ છોડાવી દીધો છે : સાત વર્ષમાં મોંઘવારીનો માર છતાં કહેવાય છે અચ્છે દિન...: ૨૦૧૪ સામે ૨૦૨૧ની સ્થિતિ વણસી છે : સિસ્ટમ ઓનલાઇન થાય તો સરકારી ફાઇલ કેટલા સમયથી કયાં પડી રહી છે તેની ખબર પડી જાય

રાજયના મહેસૂલ વિભાગના અધિક મુખ્યસચિવ કમલ દાયાણી હાલ વિભાગમાં રેવન્યુની ફાઇલોનો અભ્યાસ કરી રહ્યાં છે. સામાન્ય વહીવટ વિભાગમાંથી રેવન્યુમાં પોસ્ટીંગ થયા પછી તેમણે મોટાભાગનો સ્ટાફ યથાવત રાખ્યો છે, કેમ કે તેમને હજી વિભાગની કામગીરી સમજવાની છે. તેમના પૂરોગામી અને હાલના ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ પંકજકુમારે વિભાગમાં મોટાપાયે સાફસુફી કરી દીધી હતી. કેટલાક અપ્રમાણિક અધિકારીઓ કે જેઓ સંવેદનશીલ જગ્યાએ પોસ્ટીંગ ધરાવતા હતા તેમને ખસેડી અન્ય નોન પરફોર્મન્સ સ્થાને મૂકયા હતા. તેમનો આશય રેવન્યુમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવાનો હતો પરંતુ જિલ્લા કલેકટર કચેરીઓના ભ્રષ્ટાચારને તેઓ દૂર કરી શકયા નથી. રાજયમાં એવા કેટલાક જિલ્લા છે કે જયાં હજી પણ વહીવટદારોનું શાસન ચાલી રહ્યું છે. સચિવાલયથી આવેલા આદેશમાં જિલ્લા વહીવટી તંત્ર સકારાત્મક પ્રતિભાવ આપતું નથી. તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના  અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટરોની કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં તમામ કલેકટર અને ડીડીઓને બોલાવવામાં આવ્યા હતા. વહીવટમાં સ્પષ્ટતા અને નકારાત્મકતાને દૂર કરવાની સલાહ આપવામાં આવી છે. સ્વર્ણિમ સંકુલમાંથી આ ઓફિસરોને વહીવટના પાઠ અને વિભાગના પ્રશ્નો દૂર કરવાના ઉપદેશ આપવામાં આવ્યા છે પરંતુ આ ઉપદેશનું પાલન જિલ્લા કચેરીઓ કેવી રીતે કરશે તે સવાલ છે. માની લઇએ કે જિલ્લા કલેકટરના ગળે સકારાત્મક બાબતો ઉતરે છે પરંતુ તેમની કચેરીના અન્ય અધિકારી કે કર્મચારીઓને કોણ પાઠ ભણાવશે તે નક્કી નથી, પરિણામે નેગેટિવિટીથી ભરેલો વહીવટ ઝડપથી લોકકલ્યાણના કામો કરી શકતો નથી.

કોરોનાએ રાજયમાં ૪૦૦૦ બાળકોને નિસહાય કરી દીધા...

કુદરતી કે માનવસર્જીત આપત્ત્િ। જયારે આવે છે ત્યારે સૌથી વધુ નુકશાન નવી પેઢી એટલે કે બાળકોને થાય છે. ૨૦૦૧જ્રાક્નત્ન કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપે ૧૦૦૦ થી વધુ બાળકોને અનાથ બનાવી દીધા હતા તેવી જ રીતે દોઢ વર્ષથી મંડરાયેલી કોરોના મહામારીએ ૮૦૦ બાળકોને અનાથ બનાવી દીધા છે. એટલું જ નહીં ગુજરાતમાં ૩૨૦૦ બાળકોના માતા કે પિતા છિનવાઇ ચૂકયાં છે. આ બાળકોનું ભવિષ્ય કોના હાથમાં રહેશે તે નિશ્યિત નથી. બાળક માટે સરકાર આર્થિક સહાય તો કરે છે પરંતુ તેનું પાલન કોના હાથમાં જાય છે તે મહત્વનું છે. કોરોના સંક્રમણના કારણે ગુજરાતનો એકપણ જિલ્લો બાકાત નથી કે જયાં બાળકો અનાથ થયા ન હોય. ડાંગ જેવા નાનકડા જિલ્લામાં પણ ૧૧ બાળકો અનાથ બન્યાં છે. કોરોનાએ રાજયમાં ૪૦૦૦ જેટલા બાળકોની છત છિનવી લીધી છે. અનાથ થયેલા બાળકોમાં ૨૨૦ એવાં છે કે જેમની ઉંમર ૧૦ વર્ષ કે તેથી ઓછી છે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન પ્રમાણે રાજયના સમાજકલ્યાણ વિભાગ તરફથી માતા-પિતા કે બન્નેમાંથી કોઇ એકને ગુમાવનાર બાળકને બાળ સહાય યોજના હેઠળ દર મહિને ૪૦૦૦ રૂપિયા આપવાનું નક્કી કર્યું છે એટલે કે બાળકના પાલન માટે સરકાર દર મહિને ૮૦ લાખ રૂપિયાનો ખર્ચ કરશે. આ સહાય બાળક ૧૮ વર્ષનું થાય ત્યાં સુધી આપવામાં આવશે, ત્યારબાદ ૨૧ વર્ષ સુધી બાળકને ઉચ્ચ અભ્યાસ કે સ્વરોજગાર માટે આફટરકેર યોજનાનો લાભ તેમજ સ્કિલ ડેવલપમેટની તાલીમમાં અગ્રતા અપાશે.

પક્ષી ખતરામાં આવે તો આપણે પણ ખતરામાં છીએ...

મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે — 'પૃથ્વી તમામ મનુષ્યોની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પર્યાપ્ત સંસાધન પ્રદાન કરે છે પરંતુ લાલચ પુરી કરવા માટે નહીં.' આજે આપણે લાલચને મોટી બનાવી છે તેથી પૃથ્વી પર વિનાશલીલા શરૂ થઇ છે. જંગલ અને કુરદતી સંપદાનો બેફામ ઉપયોગ શરૂ કર્યો છે તેથી કુદરતી આપત્તિઓએ લોકોને ઘેરી લીધા છે. રોજર ટોરી પીટરસને તો કહ્યું હતું કે — 'પક્ષી પર્યાવરણનો સંકેત છે. જો તેઓ ખતરામાં હશે તો આપણે પણ જાણીએ છીએ કે આપણે પણ ઝડપથી ખતરામાં આવવાના છીએ.' વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે ૫જ્રાક જુલાઇએ મનાવવામાં આવે છે જેનો ઉદ્દેશ લોકોને પર્યાવરણ માટે જાગૃત કરવાનો છે. પ્રકૃત્ત્િ। વિના માનવજીવન કંઇ નથી. મનુષ્ય પાસે ગમે તેટલું લકઝુરિયસ જીવન હોય, રાહતના શ્વાસ, સુકૂન અને શાંતિ તે પ્રકૃત્ત્િ।થી જોડાઇને મહેસૂસ કરે છે. બદલાતા સમયમાં લોકોનો પ્રેમ કુદરત તરફ વધ્યો છે. ફ્રેશ ઓકિસજન મેળવવા મનુષ્ય સંઘર્ષ કરી રહ્યો છે. ૧૯૭૨માં સંયુકત રાષ્ટ્ર મહાસભા દ્વારા આયોજીત પર્યાવરણ સંમેલન ચર્ચામાં આવ્યું હતું, ત્યારબાદ આ દિવસ દરવર્ષે મનાવવામાં આવે છે. ૫મી જૂન ૧૯૭૪થી આ દિવસ પૂર્ણરૂપથી લાગુ કરવામાં આવ્યો હતો. દર વર્ષે એક નવી થીમ પ્રમાણે દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન એ ૨૦૨૧ના વર્ષની થીમ છે. આજે પર્યાવરણ અસંતુલન વધતું જાય છે. પ્રકૃત્ત્િ।ના દોહનથી વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે. છેલ્લા કેટલાક દસકાથી તાપમાનમાં ત્રણ થી ચાર ડીગ્રી સેન્ટીગ્રેડનો વધારો થયો છે. ગ્લેશિયર પીગળી રહ્યાં છે અને સમુદ્દની સપાટી વધી રહી છે ત્યારે પર્યાવરણની બચત એકમાત્ર ઉપાય છે.

IPSની ફેરબદલમાં પંકજકુમારનો મહત્વનો રોલ હશે...

પોલીસ વિભાગમાં જે બદલીઓ થવાની છે તેમાં ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ પંકજકુમારનો મોટો ફાળો છે. રેવન્યુમાંથી કાયમી પોસ્ટીંગ મેળવનારા આ અધિકારી બેવડો હવાલો ધરાવતા હતા તેથી છેલ્લા ઘણાં સમયથી તેઓ તેમના આ વિભાગથી પરિચિત છે. કયા શહેરમાં કયા અધિકારીને પોલીસ કમિશનર બનાવવા, કયા જિલ્લામાં કયા અધિકારીને એસપી તરીકે પોસ્ટીંગ આપવું તેનો અભ્યાસ પંકજકુમારે અગાઉથી કરી લીધો છે. રાજયના વહીવટી તંત્રમાં થયેલા ફેરફાર પછી તેમના વિભાગમાં ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ સબ ઇન્સ્પેકટર અને ઇન્સ્પેકટરની બદલીઓ પણ થવાની છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇ રાજકીય પ્રેશરમાં કરવાની થતી બદલીઓ પર તેમણે ધ્યાન કેન્દ્રીત કર્યું છે. પંકજકુમાર જો સપ્ટેમ્બરમાં રાજયના ચીફ સેક્રેટરી બનશે તો તેમના માટે આ વિભાગ અલ્પજીવી નિવડશે. તેમને આ વિભાગમાં વધુ સમય કામ કરવા નહીં મળી શકે. ખૂબ ઓછા સમયમાં પણ વિભાગમાં પરિવર્તન કરી શકે તેવા આ અધિકારી અત્યારે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ચીફ સેક્રેટરી અનિલ મુકિમ અને રાજયના ડીજીપી આશિષ ભાટીયા સાથે રહીને તેઓ પોલીસ વિભાગના અધિકારીઓમાં ટોપ ટુ બોટમ પરિવર્તન કરે તેવી સંભાવના છે.

૭ વર્ષમાં મોંઘવારીનો માર છતાં કહેવાય અચ્છે દિન...

ગુજરાત સહિત દેશના રાજયોમાં મોંઘવારી અને બેકારી વિકરાળ સમસ્યા બની ચૂકી છે ત્યારે કેન્દ્ર અને રાજય સરકાર તેની તિજોરી ભરવામાં પડી છે. લોકોની યાતનાઓ સમજી શકતી નથી. ચૂંટણી સમયે મતોની ભીખ માગતા આ નેતાઓએ કોરોનાની આફતના સમયમાં લોકોથી મ્હોં ફેરવી લીધા છે. વન નેશન વન ટેકસની ફોર્મ્યુલા લોકોને સમજાવી પરંતુ હજી પણ એવા મોંઘા ટેકિસસ અમલમાં છે કે જેનાથી પરિવારોની આવક છિન્નભિન્ન થઇ રહી છે. જેટલી ઝડપે ભાવ વધે છે તેટલી ઝડપે પગાર અને આવક વધતી નથી. મોંઘવારીમાં સૌથી વધુ સહન પરિવારની મહિલાઓ કરે છે, જેમણે ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા છે. માત્ર છ ચીજવસ્તુ એવી છે કે જેમાં ૭ વર્ષમાં બમણો ભાવવધારો થયો છે. ૨૦૧૪માં કપાસિયા તેલ ૧૦૪૦ અને સિંગતેલ ૧૩૭૦ રૂપિયે મળતું હતું જે ૨૦૨૧માં અનુક્રમે ૨૬૦૦ અને ૨૮૦૦ રૂપિયે મળે છે. આ સમયગાળામાં ૪૦૦નું એલપીજી સિલિન્ડર ૯૦૦ રૂપિયા થયું છે. અમૂલ ગોલ્ડ દૂધનો ભાવ ૪૨ રૂપિયે લીટર હતો તે વધીને ૫૮ રૂપિયા થયો છે. એક કિલો કઠોળના ભાવ ૬૦ થી ૮૦ રૂપિયા હતા તે વધીને ૧૪૦ થી ૧૮૦ રૂપિયા થયાં છે. પેટ્રોલનો લીટરનો ભાવ ૨૦૧૪માં ૬૪ રૂપિયા હતો તે વધીને અત્યારે ૧૦૦ સુધી પહોંચવા આવ્યો છે. મોંઘવારી સામે હલ્લાબોલ કરીને ભાજપે કેન્દ્રમાં સત્તા મેળવી હતી હવે છેલ્લા સાત વર્ષમાં સત્ત્।ાધારી પાર્ટીએ તમામ ભાવમાં બમણો ભડકો કરી દીધો છે તેમ છતાં લોકોને હજી લાગે છે કે આપણા અચ્છે દિન ચાલી રહ્યાં છે.

સરકારની ફાઇલો ઓનલાઇન નહીં ઓફલાઇન ચાલે છે

કોરોના સંક્રમણના સમયમાં રાજયના શિક્ષણ વિભાગમાં સ્કૂલો અને કોલેજો ઓનલાઇન ચાલે છે પરંતુ ગુજરાત સરકારની ફાઇલો અત્યારે ઓનલાઇન નહીં પણ ઓફલાઇન ચાલે છે. કોઇપણ ફાઇલનું ટ્રેકીંગ જોવું હોય તો ફિઝિકલી જોવું પડે છે, કારણ કે ઓનલાઇનમાં ફાઇલની મુવમેન્ટ પ્રક્રિયા બંધ જેવી છે. સરકારે ઇન્ટીગ્રેટેડ વર્કફલો એન્ડ ડોકયુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટ લાવી હતી અને તેના આધારે મુખ્યમંત્રીના સીએમ ડેશબોર્ડમાં ફાઇલની મુવમેન્ટ ખબર પડતી હતી પરંતુ કોરોના સંક્રમણના સમયથી એટલે કે છેલ્લા દોઢ વર્ષથી આઇડબલ્યુડીએમએસ બંધ જેવી હાલતમાં છે. તેમાં ફાઇલ ટ્રેકીંગ કરી શકાતું નથી. ફાઇલનો આખો નંબર યાદ હોય તો અનેક વિભાગોના ચક્કર લગાવ્યા પછી ફાઇલની સાચી દિશા માલૂમ પડે છે. સચિવાલયમાં ચાર વર્ષ પહેલાં ખાનગી કંપની પાસે સોફટવેર તૈયાર કરાવ્યું હતું અને તેનું પેમેન્ટ પણ આપી દેવામાં આવ્યું છે. તપાસ કરતાં જાણવા મળ્યું છે કે સરકારના કેબિનેટ મંત્રીઓ અને વિભાગના આઇએએસ અધિકારીઓ આ સિસ્ટમ ફરી ચાલુ થાય તેવું ઇચ્છતા નથી. કેમ કે સરકારી ફાઇલ ઓનલાઇન થાય તો ખબર પડી જાય છે કે ફાઇલ કયા મંત્રી કે અધિકારીની ચેમ્બરમાં પેન્ડીંગ છે. રાજયના મુખ્યમંત્રીએ અંગત રસ લઇને આ સિસ્ટમને ફરી શરૂ કરાવવી જોઇએ કે જેથી અરજદારની ફાઇલ કયાં પડી રહી છે તેનો ખ્યાલ આવી શકે અને જવાબદાર અધિકારીને નશ્યત થઇ શકે.

રાજયના ૪૦ ટકા નાના વેપારીઓનું વ્યવસાય પરિવર્તન

વૈશ્વિક મહામારીના કારણે ગુજરાતમાં માત્ર લોકોએ નોકરીઓ ગુમાવી નથી પરંતુ નાના વેપારીઓ અને ઉત્પાદકોએ તેમના બિઝનેસ બદલ્યા છે. રિટેઇલમાં બિઝનેસ કરતાં વેપારીઓએ અનેક કારણોસર ગ્રોસરી અને વેજીટેબલ માર્કેટમાં ઝંપલાવ્યું છે. લોકોની ખરીદશકિત બદલાઇ હોવાથી માત્ર જીવન આવશ્યક ચીજવસ્તુઓ પર વેપારીઓ અને ઉત્પાદકોનું ધ્યાન દોરાયું છે. શહેરોમાં ૪૦ ટકા નાના વેપારીઓએ તેમના ધંધા બદલ્યા છે. જેમની પાસે ઇનોવેટીવ આઇડિયા છે તેમણે ઓનલાઇન બિઝનેસ તરફ ઝૂકાવ્યું છે. આ બિઝનેસમાં તેઓ ઇ-કોમર્સની એપ્લિકેશન, વોટ્સઅપ અને અન્ય સોશ્યલ મિડીયા જેવા માધ્યમથી ડિલીવરી કરી રહ્યાં છે. ખાસ કરીને કાપડ ઉદ્યોગમાં મોટી મંદી છે. કાપડના નાના વેપારીઓએ પણ બિઝનેસ બદલ્યાં છે અને તેઓ ગ્રોસરી માર્કેટ તરફ વળ્યાં છે. કેટલાક વેપારીઓએ તો શાકભાજીનો બિઝનેસ શરૂ કર્યો છે. મોટા શહેરોમાં તો બિલ્ડરોએ પણ ગ્રોસરી બિઝનેસ તરફ ઝૂકાવ્યું છે. રાજયના ઉદ્યોગો અંગે સર્વેક્ષણ કરતી સંસ્થાના આંકડા પ્રમાણે ગુજરાતમાં અત્યારે પાંચ લાખ એમએસએમઇ યુનિટમાંથી ૭૫૦૦૦ જેટલા યુનિટોના સંચાલકોએ તેમનો બિઝનેસ રિસફલ કર્યો છે અથવા તો કરી રહ્યાં છે. આ યુનિટો પૈકી ૨૫૦૦થી વધુ સંચાલકોએ પોતાના મુખ્ય બિઝનેસને અન્ય વેપારમાં ડાયવર્ટ કર્યો છે. વેપાર બદલવાના કારણોમાં કોરોના સંક્રમણના કારણે સર્જાયેલી ખરાબ આર્થિક સ્થિતિ, ઇંધણના ભાવવધારાથી વધેલી મોંઘવારી, ગ્રાહકોની બદલાયેલી ખરીદશકિત, અનુભવી કર્મચારીઓ અને મજૂરોની અછત, નાણાંકીય ભીડ, બેન્કોની જોહુકમી અને ગ્રાહકોનો અભાવ જવાબદાર છે.

-: આલેખન :-

ગૌતમ

પુરોહીત

gpurohit09@gmail.com

(10:12 am IST)