Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

તનાવ ભર્યા યુગમાં વરદાનરૂપ વિશ્વવ્યાપી ઓશો સક્રિય ધ્યાન

પ્રશ્નઃ- હું હૃદય રોગથી પીડિત છું, તો શું આ નાચવું, આ કૂદવું સ્વાસ્થ્ય માટે ખતરનાક તો નહિ થાય ને ?

આ કહેવું થોડુક મુશ્કિેલ છે, કેમ કે આ ઘણીજ વાતો પર આધાર રાખે છે કે જો તે પોતાના શરીરને ભૂલીને પરમાત્માનું જ સ્મરણ રાખે તો કયારેય પણ નુકસાનકારક નહી હોય. પરંતુ પરમાત્માનું સ્મરણ જ નહી રાખે, હૃદયની દુર્બળતાનું જ સ્મરણ રાખે, તો ખૂબજ નુકસાનકારક થઇ શકેછે. ઇટ ડિપેંડ્સ, તમારૃં ધ્યાન શું છે ? પરંતુ તમે તમારા શરીરને ભૂલી જાવ, તો કોઇ પણ નુકશાન થઇ શકતું નથી. અને જો નુકશાન પણ થઇ જાય તો તે પણ લાભ છે.

પહેલા તો નુકશાન થઇ શકતુ નથી, કેમ કે કોઇ કારણ નથી. જેમણે પોતાનું શરીર પુરા પરમાત્માને માટે છોડી દીધું, તેમના હૃદય વગેરેને ધડકાવાની જવાબદારી હવે તેના ઉપર નથી રહી, હવે તે પરમાત્માની ઉપર છે. અને જે પરમાત્માની સહજ હાજરીથી આટલું મોટુ જગત ચાલે છે, તેમની સહસ હાજરીથી તમારા હૃદયની ધડકન ન ચાલે એવું માનવાનું કોઇ કારણ નથી અને જો તેમના સ્મરણથી ભરેલી આ ક્ષણમાં જો ધડકન બંદ પણ થઇ જાય તો, અનુગૃહીત થવું જોઇએ. કેમ કે ધડકન કયારેક તો બંધ થશે જ, પરંતુંખબર નથી તે સમયે આ સ્મરણની ક્ષણ સાથે હશે કે નહી. 

એક તો નુકશાન થશે નહી, પરંતુ જેને આપણે નુકશાન કહીએ છીએ તે જો થઇ જાય પરમાત્માના સ્મરણમાં તો તેમનાથી શુભ ઘડી બીજી નથી, તે કાલ-ક્ષણ છે. જેમાં ગયેલો વ્યકિત પાછો આવતો નથી.

પરંતુ જો તમે એ ડરથી ભયભીત-કે કહી હૃદયને કાંઇ ગડબડ ન થઇ જાય- હૃદયના જ ખ્યાલથી ભરેલા નાચસે-કૂદશે, તો નકકી જ નુકશાન થઇ જાશે, તો આ તમારા પર આધાર રાખે છે.

અને તમે સમજી લો, અને જો હૃદયના જ ખ્યાલમાં ડૂબેલા છે, તો ન કરો. તો ન કરો. પરંતુ એક વાત ધ્યાનમાં રાખો કે હૃદયની ધડકન બંદ થઇ ને રેશેજ તેને કયાં સુધી સંભાળતા રહેશો ? અને સંભાળીને પણ શું મેળવશો ? ખાલી ધડકાવી લેશો. શું છે તેની ઉપબ્ધિ ? શરીર થોડા દિવસ ચાલશે, તેમની ઉપલબ્ધિ શું છે ?

શરીરનું પ્રયોજન જ આ છે કે આપણે અશરીરીને જાણી લઇએ જો અશરીરીને જાણવામાં જ શરીર બાધા બની રહ્યંુ છે, તો તે શરીરને રાખવાનું હવે કોઇ કારણ નથી, કોઇ અર્થનથી. એટલું સાહસ હોય તો આનંદથી નાચો અને કુદો જીવીએ તો ઠીક છે, તેમાં મટી જાઇએ તો પણ ઠીક છે. એટલું સાહસ ન હોય તો તમને સંભાળીને રાખો, તો પછી આ પ્રક્રિયામા  ન ઉતરો

આજના મનુષ્યના ચિતની અવસ્થા જોઇને ઓશો કહે છે. ''મનુષ્ય વિક્ષિપ્ત છે, એવું નથી કે થોડાક લોકો વિક્ષિપ્ત છે, આખી  મનુષ્યતાજ વિક્ષિપ્ત છે દરેક મનુષ્યની વિક્ષિપ્તતા સામાન્ય સ્થિતિ થઇ ગઇ છે એવું કેમ?

આપણે બધાને દમિત' બનાવી દિધા છે બધાજ રીતની વાતોને અંદર ધકેલીને તે અંદર-અંદર ખુલી રહી છે . તે બધાને જે આપણા સમાજમાં ઉછરીને આગળ વધ્યા છે.'

તમે ક્રોધ, કામ, હિંસા, લોભ બધુજ ભેગુ કરી લીધું છે હવે તે ભેગુ કરેલું તમારી અંદર વિક્ષિપ્તા બની ગયું છે.

પશ્ચિમના મોટાભાગના મનૌૈ ચિકિત્સકોના મત અનુસાર આજની વિક્ષિપ્ત મનુષ્યતા માટે, ચિંતાથી મુકત કરવા માટે ''સક્રિય ધ્યાન'' ખરેખર ઉપાય સાબિત થઇ રહ્યું છે.

સક્રિય ધ્યાન અત્યારના મનુષ્ય માટે છે. કારણ કે તે વિક્ષિપ્ત છે. મુશ્કેલીમાં છે. બેચેન છે, ચિંતામાં છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૧ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

ઓશો

ધ્યાન કે કમલ

સંકલનઃ-સ્વામિ સત્ય પ્રકાશ

૯૪ર૭ર પ૪ર૭૬

(2:18 pm IST)
  • દેશમાં કોરોનાના મૃત્યુઆંક ૧૫ થયો : જમ્મુ કાશ્મીરમાં પ્રથમ મોત નોંધાયુ : ૬૩૩ કેસ નોંધાયા access_time 11:25 am IST

  • અમેરિકામાં હાહાકાર : અસરગ્રસ્‍તોનો આંકડો ૭૦ હજારે પહોંચવા આવ્‍યો : ૨૪ કલાકમાં ૧૩,૮૭૦ નવા કેસો : ૬૧૬ રીકવર : ૧૦૪૨ મોત : ૪૫% કેસો માત્ર ન્‍યુયોર્કમાં : ૪,૭૨,૮૨૦ ઉપર ટેસ્‍ટ કરાયા : ઈરાનમાં ૨૦૭૭ મોત : સ્‍પેનમાં ૩૬૪૭ મોત :ચીનમાં ૩૨૮૭ મોત access_time 11:59 am IST

  • સુરતમાં કોરોનાના શંકાસ્‍પદ લક્ષણો ધરાવતા ૮ ના પેન્‍ડીંગ રીપોર્ટ નેગેટીવ આવતા હાશકારો access_time 12:53 pm IST