Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ – ૨૫૩

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉંતારી લ્યો

કલ્પના
‘‘કલ્પનાઓને કયારેય અવગણો નહી મનુષ્યનો તે એક જ રચનાત્મક ભાગ છે અને વ્યકિતએ તે અવગણવો જોઇએ નહી.’’
અવગણાયેલ કલ્પના બદલો લે છે તે દુઃસ્વપ્ન બની જાય છે. તે વિનાશકારક બની જાય છે. તે રચનાત્મકતા જ છે પરંતુ જો તમે તેને અવગણશો તો તમે તમારી પોતાની-રચનાત્મકતા અને તમારી વચ્ચે ઘર્ષણની શરૂઆત કરશો.
વિજ્ઞાન કયારેય કલા સામે ના જીતી શકે અને તક-કયારેય પ્રેમ સામે ના જીતી શકે. ઇતીહાસ કયારેય દંતકથાઓ સામે ના જીતી શકે વાસ્તવીકતા સ્વપ્નો સામે ખૂબજ ગરીબ છે.તેથી જો કલ્પનાની િિવરોધમાં તમારી પાસે કોઇ વિચાર હોય તો તેને છોડી દો. અત્યારની દુનીયા એકદમ કલ્પના વિરોધી છે લોકોને વાસ્તવીક બનવાનું શીખવવામાં આવે છે. લોકો વધારે સ્વપ્નશીલ, વધારે બાળક જેવા, વધારે ઉંત્સાહી હોવા જોઇએ લોકો- આનંદનું સર્જન કરી શકવા જોઇએ અને તેના દ્વારા જ તમે વાસ્તીવક સ્ત્રોત સુધી પહોંચી શકસો.
ભગવાનનું ખુબજ રચનાત્મક વ્યકિતત્વ હશે જ આ દુનીયા સામે જુઓ ! જેણે પણ તેને બનાવી છે. અથવા તેના વિશે સ્વપ્ન જોયુ છે તે એક મહાન સ્વપ્ન જોનાર  હશે જ...ઘણા બધા રંગો અને ઘણા બધા ગીતો આખુ અસ્તીત્વ ઇન્દ્રધનુષ જેવુ છે તે એક અગાધ કલ્પનામાંથી જ સર્જાયું હશે.
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૬ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.  
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(10:15 am IST)