Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

દરરોજ ઓશો૩૬પ દિવસ ઓશો મેડીટેશન

આનંદ

''આનંદ બધા જ ડરનું મારણ છે તમે જીવનને માણો નહી તો ડર આવે છે.  જો તમે જીવનને માણ્યો તો ડર અદ્રશ્ય થઇ જશે''

હકારાત્મક રહો અને વધારે આનંદિત રહો, વધારે હસો, વધારે નાચો, વધારે ગાઓ, વધારે અને વધારે ખૂશખૂશાલ બનો ખૂબ જ નાની વસ્તુઓ માટે પણ ઉત્સાહીત બનો જીવન નાની વસ્તુઓથી બનેલું છે. અને જો તમે નાની-નાની વસ્તુઓ માટે પણ ખૂશ થવાની ગુણવતા લાવશો તો આખુ જીવન અદ્દભૂત બની જશે.

તેથી કઇક મહાન બનવા માટે રાહ નહી જુઓ મહાન ઘટનાઓ બનશે જ--એવું નથી કે તે નહી બને--પરંતુ કઇક મહાન બનવા માટે રાહ ના જુઓ તે ત્યારે જ બનશે જયારે તમે નાની-નાની સામાન્ય ઘટનાઓ એક નવા જ મનથી નવી તાજગીથી નવા જોશ, નવા ઉત્સાહથી જીવવાની શરૂઆત કરશો પછી ધીમે-ધીમે તમે તેને જમા કરતા જશો અને તે એક દિવસ વિસ્ફોટ થઇને પુરેપુરા આનંદમાં ફેરવાઇ જશો.

પરંતુ કોઇ જાણતું નથી કે તો કયારે બનશે વ્યકિતએ ફકત કિનારા પર પહેલા પથ્થર એકઠા કરવાનું ચાલુ રાખવાનું છે જયાર ેતમેએક પથ્થરને જમા કરો છો તે ફકત એક પથ્થર જ છે જયારે બધા પથ્થરો એકઠા થઇ જશે અચાનક તેઓ મુલ્યવાન થઇ જશે. આ જ જીવનનો ચમત્કાર છે.

દુનીયાના ઘણા લોકો આ ઘટના ચુકી જાય છે. કારણ કે તેઓ કઇક મહાન બનવાની રાહ જોતા રહી જાય છે તે કયારેય નહી બનેતે નાની-નાની ઘટનાઓ દ્વારા જ બનશે, નાસ્તો કરતા કરતા ચાલતા-ચાલતા, નહાતી વખતે મીત્ર સાથે વાત કરતી વખતે એકલા બેસીને ફકત આકાશ સામે જોતા-જોતા અથવા કઇ પણ કર્યા વગર પથારીમાં સુતા-સુતા આ એવી નાની વસ્તુઓ છે-જેનાથી જીવન બનેલું છે તેઓ જીવનનો એક ભાગ છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(9:54 am IST)