Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

બહાદુરી

''તમને એક ખૂબજ અહંકારી આદર્શ શીખવવામાં આવ્યો છે.-''બહાદુર બનો'' કેટલુ બકવાસ છે! બુદ્ધિશાળી વ્યકિત ભયને કઇ રીતે અવગણી શકે.''

બધા ભયભીત છે-તેઓએ થવુ જ જોઇએ જીવન એવુ છે કે દરેક વ્યકિતએ ભયભીત થવુ જ જોઇએ અને જે લોકો નીડર બને છે તે બહાદુર બનવાને લીધે નીડર નથી બનતા-કારણ કે બહાદુર લોકોએ ફકત તેના ભયને દબાવી દીધો છે. તેઓ ખરેખર નીડર નથી.

વ્યકિત તેના ભયને સ્વીકારીને જ નીડર બની શકે તેમા બહાદુરીની કોઇ જરૂર નથી તે ફકત જીવનના તથ્યોને બરાબર જોવાથી અને ભય પ્રાકૃતિ છે તે સમજવાથી થાય છે. વ્યકિત તેને સ્વીકારે છે સમસ્યા ત્યારે ઉભી થાય છે જયારે તમે તેનો અસ્વીકાર કરો છો તમને એક અહંકારી આદર્શ શીખવવામાં આવ્યો છે-'બહાદુર બનો' તે બકવાસ છે બુદ્ધિશાળી વ્યકિત ભયને કઇ રીતે અવગણી શકે ?  બસનો ડ્રાયવર સતત હોર્ન વગાડે છે અને તમે રસ્તાની વચ્ચે ભયભીત થયા વગર ઉભા છો અથવા બળદ તમારી તરફ દોડતો- આવે છે.અને તમે ભયભીત થયા વગર ઉભા છો-તે મૂર્ખાઇ છે? બુદ્ધિશાળી વ્યકિત રસ્તા ઉપરથી હટીજશે.

જીવનમાં કોઇ ભય હશે જ નહી એવુ નથી તમે એવુ જાણશો કે તમારા નેવુ ટકા ભય ફકત કલ્પના જ છો ફકત દસ ટકા જ- હકીકતમાં છે તેથી વ્યકિતએ તેઓને સ્વીકારવા જોઇએ વધારે ક્ષતિ ભાવશીલ, સંવેદનશીલ અને સચેત બનવુ જોઇએ અને તે પુરતુ છે તમે એટલા જાગૃત બની જશો કે તમે તમારા ભયને સીડીના-પગથીયાની જેમ ઉપયોગ કરી શકશો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(10:02 am IST)