Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

સાથી હાથ બઢાના

દિનેશભાઇ કારેલીયાને બ્રેઇન હેમરેજની સારવાર માટે રૂ.ર લાખની મદદની જરૂર

રાજકોટ તા. ૧૧ : ફેબ્રીકેશનનું કામ કરી વૃધ્ધ માતા, પતિ-પત્નિ અને બે બાળકો મળી પ લોકોના ભરણપોષણની જવાબદારી વહન કરી રહેલ રાજકોટના લુહાર જ્ઞાતિના દિનેશભાઇ હસમુખભાઇ કારેલીયા (ઉ.વ.૩૮) ને બ્રેઇન હેમરેજ થઇ જતા પરીવારજનો મોટી મુંજવણમાં મુકાઇ ગયા છે. ગોકુલ હોસ્પિટલમાં છેલ્લા છ માસથી તેમની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધીમાં રૂ.૧૩ લાખ જેવો ખર્ચ થઇ ચુકયો છે. હજુ મગજમાં પાણી ભરાતુ હોય આગળ બે ઓપરેશન કરવા પડે તેમ છે. વધુ રૂ.ર લાખ જેવો ખર્ચ થાય તેમ છે. હતી તેટલી મુડી સારવાર પાછળ ખર્ચાઇ ચુકી છે. ત્યારે આગળની સારવાર માટે સુખી સંપન્ન લોકો, દાતાઓ આર્થીક મદદ માટે આગળ આવે તેવી અપીલ કરાઇ છે. તેમના ધર્મપત્નિ ગીતાબેન દિનેશભાઇ કારેલીયાના નામે રાજકોટ નાગરિક બેંક, ઉદ્યોગનગર શાખામાં બચત ખાતુ ધરાવે છે. તેમના ખાતા નં. ૦૧૧૦૦૩૧૦૦૦૪૬૩૧૭ છે. આઇએફસી કોડ : આરએનએસબી ૦૦૦૦૦૦૦૧ છે. વધુ માહીતી માટે ગોકુલ હોસ્પિટલ પર અથવા તેમના નિવાસ સ્થાન 'પુષ્ટી વિહાર' વીંગ બી-ર, બ્લોક નં. ૩૦૪, ગોંડલ રોડ, ખોડીયાર હોટલ પાછળ, કાંગશીયાળી, તા.જિ. રાજકોટ ખાતે રૂબરૂ અથવા ગીતાબેન કારેલીયા મો.૯૭૧૨૪ ૨૦૮૩૧ ઉપર સંપર્ક કરી શકાશે.

(11:29 am IST)