Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

સાથી હાથ બઢાના

મુંબઇનાં દિપ્તીબેન મશરૂને કેન્સરની સારવાર માટે આર્થિક મદદની જરૂર

જુનાગઢ,તા.૧:મુંબઇનાકાંદિવલી પશ્ચિમમાં રહેતાં દિપ્તીબહેન ઠક્કર (મશરૂ) છેલ્લાં બે વર્ષથી કેન્સરથી પીડાઈ રહ્યાં છે. તાજેતરમાં બોમ્બે હોસ્પિટલ ખાતે તેમના કેન્સરગ્રસ્ત એક ફેફસાંને સર્જરી દ્વારા કાઢી નખાયું છે.

દિપ્તીબહેન અત્યારે બોમ્બે હોસ્પિટલના ICUમાં સારવાર લઈ રહ્યાં છે. તેમની સર્જરી અને કીમો થેરાપીનો ખર્ચ અંદાજે સાત લાખ રૂપિયા થશે.

૫૩ વર્ષીય દિપ્તીબહેન યુવા વયે વિધવા થઈ ગયાં છે. તેમની આવકનું એકમાત્ર સ્રોત તેમની પુત્રી છે જે હાલ શિક્ષિકા તરીકે એક શાળામાં નોકરી કરે છે. તેમની નાનકડી બચત પણ સારવાર પાછળ ખર્ચાઈ ગઈ છે. અત્યારે ખૂબ જ નાણાકીય કટોકટીમાંથી પસાર થઈ રહેલાં દિપ્તીબહેનને આર્થિક સહાયની તાતી જરૂર છે. દાતાઓને ઉદાર હાથે સખાવત કરવાની વિનંતિ A/c. No. 35020100008908, Bank of Baroda, Sundar Nagar, Mumbai-64 branch. IFSC Code: BAR0SUNGOR, Account holder: Khushboo Mahesh Mashru (daughter).

(11:43 am IST)
  • અમિતભાઈ શાહ અત્‍યારે ૩:૩૦ વાગ્‍યાની આસપાસ અમદાવાદ આવી પહોંચ્‍યા છે : સાંજે ૭ વાગ્‍યે ખાનપુર કાર્યાલય ખાતે ભાજપના વિજયોત્‍સવમાં તેઓ જોડાશે તેમ મનાય છે : આ વિજયોત્‍સવમાં વિજયભાઇ રૂપાણી તથા સી.આર.પાટીલ પણ ભાગ લેશે access_time 4:13 pm IST

  • ગૂગલની પ્રસિદ્ધ એપ્પ ગુગલ પ્લે મ્યુઝિક થશે બંધ : છેલ્લા આઠ વર્ષથી ચાલતી આ એપને સંપૂર્ણપણે બંધ કરવા નિર્ણય :એવું મનાય છે કે ગુગલ પ્લે મ્યુઝિકને યુટ્યુબ મ્યુઝિક એપથી રિપ્લેસ કરાશે :ગૂગલે ડિસેમ્બર 2020માં પ્લે મ્યુઝિકનું સંચાલન બંધ કર્યું હતું જેને હવે યૂટ્યૂબ મયુઈકમાં બદલાવી રહ્યાં છે access_time 11:25 pm IST

  • 'આપ'ના રાજભા ઝાલાને માત્ર ૧૧૨૦ મત મળ્યા : બીજા રાઉન્ડના અંતે બપોરે ૨ વાગે 'આપ'ના અગ્રીમ નેતા અને ભાજપના સ્ટેન્ડીંગ ચેરમેન રહી ચૂકેલા, ભાજપ સામે ઉપવાસ આંદોલન કરનાર શ્રી રાજભા ઝાલાને પ્રજાએ સંપૂર્ણ જાકારો આપ્યો છેઃ બીજા રાઉન્ડના અંતે રાજભાને ૧૧૨૦ મત મળ્યા છેઃ જયમીન ઠાકરને ૩૮૪૫, મનીષ રાડીયા ૩૪૩૫૭ access_time 3:57 pm IST