Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

સાથી હાથ બઢાના

ર વર્ષના મનવીર શાહને આંતરડાની સારવાર માટે રૂ. ૯ લાખની જરૂર

રાજકોટ તા. ૨૯ : સીરામીકનું કામ કરતા મુંબઇના જૈન વણિક કુમારભાઇ શાહ અને ધારાબેનના ર વર્ષના મનવીરને જન્મજાત ુ આંતરડુ પેટની બહાર નીકળેલુ હોય સારવાર માટે તેમનો પરિવાર શકય પ્રયાસો કરી રહ્યો છે. શાંતાક્રુઝ, એસ.વી. રોડ, મુંબઇ ખાતેની સૂર્યા હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. બહારના ભાગે નિકળેલ આંતરડાને ટુંકુ કરવા અત્યાર સુધીમાં ચાર ઓપરેશનો થઇ ચુકયા છે. જેની પાછળ ૧૯ લાખ જેવો ખર્ચ આ પરિવારે કરેલ છે. ચોથા ઓપરેશન માટે રૂ. ૫ લાખ તેમજ ત્યાર પછીના પાંચમા છેલ્લા ઓપરેશન માટે રૂ.૩ લાખ મળીને રૂ. ૯ લાખની હજી જોગવાઇ કરવી પડે તેમ છે. હતી તેટલી મુડી ખર્ચી નાખનાર આ પરિવાર હવે  આ રકમને પહોંચી શકે તેમ નથી. ત્યારે સમાજના સુખી સંપન્ન લોકો, દાતાઓએ આગળ આવવા અપીલ કરી છે. બેંક ઓફ ઇન્ડીયા (મુંબઇ) માં તેઓ કુમાર શાહના નામથી બચત ખાતુ ધરાવે છે. જેના ખાતા નં. ૦૧૨૦૧૦૧૧૦૦૧૮૨૫૩ છે. આઇએફસી કોડ BKID ૦૦૦૦૧૨૦ છે. વધુ માહીતી માટે ધારાબેન શાહ મો.૯૮૭૦૬ ૮૧૯૫૭ અથવા મો.૮૧૬૯૪ ૨૯૦૯૫ ઉપર સંપર્ક કરી શકાય છે.

(11:24 am IST)
  • રાજકોટ વોર્ડ નં.૧૬ ભાજપના રૂચીતાબેન જોશી માત્ર ૧૧ મતથી જીત્યાઃ ફરી ગણતરીની માંગની શકયતા :વોર્ડ નં.૧૬ના ભાજપના ઉમેદવાર રૂચીતાબેન જોશીને ૮૬૦૦ અને કોંગ્રેસના રસિલાબેન ગેરૈયાને ૮૫૮૯ મત મળેલ માત્ર ૧૧ મતનો ફર્ક પડતા કોંગ્રેસ ફરીથી મતગણતરી કરાવે તેવી શકયતા access_time 3:59 pm IST

  • સુરતમાં પાટીલના ગઢમાં ‘આપ' પક્ષે ગાબડુ પાડયુ : ૨૫ બેઠકો મેળવી : ભાજપને ફાળે ૭૨ બેઠકોઃ કોંગ્રેસને બેઠક મેળવવાના ફાંફાઃ ૨૪ બેઠકો ઉપર ગણતરી ચાલુ : બપોરે ૪ વાગ્‍યે આ લખાય છે ત્‍યારે સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ૯૬ બેઠકો જાહેર થઈ છે અથવા તો ટ્રેન્‍ડ જાહેર થયા છે : જેમાંથી અરવિંદ કેજરીવાલનો નવોદીત આપ પક્ષ ૨૫ બેઠકો લઈ જાય છે : ભાજપને હજુ સુધી ૭૨ બેઠકો સાથે સાદી બહુમતી મળી રહી છે, જયારે કોંગ્રેસને બેઠક મેળવવાના ફાંફા છે અને એક પણ બેઠક મળી નથીઃ કોંગ્રેસની તમામ બેઠકો ‘આપ' ખૂંચવી ગયેલ છે આપની બેઠકો હજુ પણ વધે તેવી શકયતા છેઃ કુલ ૨૪ બેઠકની મતગણતરી હવે થઈ રહી છે access_time 4:24 pm IST

  • ૪ કોર્પોરેશનના તમામ પરિણામો જાહેર : (૧) રાજકોટ : ૭૨માંથી ૬૮ ભાજપ, ૪ કોંગ્રેસ (૨) જામનગર : ૬૪માંથી ૫૦ ભાજપ, ૧૧ કોંગ્રેસ, ૩ બસપા (૩) ભાવનગર : ૫૨માંથી ૪૪ ભાજપ, ૮ કોંગ્રેસ (૪) વડોદરા : ૭૬માંથી ૬૬ ભાજપ, ૧૦ કોંગ્રેસ : અમદાવાદ - સુરતની કેટલીક બેઠકોની ગણત્રી ચાલુ છે ત્યારે અમદાવાદમાં ૧૯૨માં ૧૩૯ બેઠકો ભાજપ મેળવે છે, કોંગ્રેસ ૧૫ અને ૧ અન્ય પક્ષને, મોડે સુધી ગણત્રી ચાલશે. જયારે સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ૯૩ બેઠક ભાજપ મેળવી રહ્યું છે (૫૫ જાહેર થઈ), ૨૫ બેઠક ઉપર આપનો વિજય, ૨ ઉપર આપ આગળ છે, કોંગ્રેસને એક પણ મળી નથી. access_time 4:57 pm IST