Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

આવકવેરા રીર્ટન ભરવા તેમજ ન ભરવા બદલ વ્યવહારીક સમજ/માર્ગદર્શન

આવકવેરા કાયદાની કલમ ૧૩૯ નીચે મુજબની જોગવાઇ છે.

(૧) કોઇ પણ વ્યકિત, HUF,AOP અથવા BOIના કેસમાં તેઓએ આવક તેવો એ પાનકાર્ડ ન હોય તો મેળવી ને આવક વેરાનું રીર્ટન ભરવું ફરજીયાત છે.

(૨) કોઇ પણ કરદાતા ની ઉંમર ૬૦ વર્ષથી નીચે હોય તો ઇન્કમ રૂ.૨,૫૦,૦૦૦ સુધી સિનીયર સીટીઝન રૂ.૩૦૦૦૦૦ સુધી તેમજ સુપર સીનીયર સીઝનના કેસમાં રૂ.૫૦૦૦૦૦ કરમુકત છે આ રકમ કરમુકત આવક કુલ આવકની છે પછી તેઓને આવકવેરા ના કાયદા મુજબ જે કાંઇ બાદ મળે એ કલમ ૮૦૦ હેઠળ બાદ લઇ શકે છે. પરંતુ ઉપરોકત દર્શાવ્યા મુજબ ગ્રોસ આવક વધતી હોય તો ફરજીયાત રીર્ટન ભરવાની રહેશે તેમાં કાંઇ બાંધ છોડ નથી.

(૩) આવી રીતે જો કોઇ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ જેમા ધર્માદા કે કેળવણી કે મેડીકલ જાહેર ટ્રસ્ટો પણ તેમની કુલઆવક હિસાબી વર્ષ દરમિયાન રૂ.૨,૫૦,૦૦૦ થી વધતી હોય તો પણ તેવોએ ફરજીયાત રીર્ટન ભરવાનું રહેશે.

(૪) આવી રીતે કોઇ પણ કો-ઓપરેટીવ સોસાયટી હાઉસીંગ ધીરાણ આપનારી મજુરોની અથવા કોઇપણ પ્રકારની કો-ઓપરેટીવ સોસાયટીઓ જેની પણ ગ્રોસ ઇન્કમ (કુલ આવક/ કોઇપણ ખર્ચ બાદ કયા વગર) જો રૂ.૨૫૦,૦૦૦ થી વધતી હોય તો તેમને પણ હિસાબી વર્ષ ૧૮-૧૯નું રીટર્ન ભરવું ફરજીયાત છે.

(૫) આ ઉપરાંત નાના-મોટા ધંધાર્થીઓ બીઝનેશમેન અથવા કોઇ પણ વ્યવસાયો જેવા કે એડવોકેટ બ્યુટીપાર્લર, કન્સલ્ટન્ટ, કમીશનએજન્ટ બ્રોકર વ્યકિતઓની આવક (ટર્નઓવર) રૂ.૨,૫૦,૦૦૦ અથવા નાના વેપારીનું ટર્નઓવર ખરીદી-વેચાણ રૂ.૫૦૦૦૦૦ થી વધુ થયુ હોય તો તેઓ પણ ફરજીયાત રીટર્ન ભરવા પાત્ર બને છે. આમ વાર્ષિક રૂ.૫,૦૦,૦૦૦ ટર્ન ઓવર કે ગ્રોસ આવક ધરાવનારાઓએ પણ ફરજીયાત રીર્ટન ભરવાને પાત્ર આવક વેરા કાયદા મુજબ છે.

(૬) કોઈપણ વ્યકિત પેઢી કે ઈન્સ્ટીટયુટ કે સોસાયટી વર્ષ દરમિયાન પોતાના સેવિંગ અથવા કરન્ટ એકાઉન્ટ રૂ. ૨૫૦૦૦૦થી વધારે રોકડમાં જમા કરેલ હોય અથવા ઉપાડેલા હોય તેઓએ રીટર્ન ભરવુ ફરજીયાત છે. જો ન ઉમેરે તો ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટમાં કોમ્પ્યુટર વિભાગ એઆઈઆર દ્વારા તેના પાનકાર્ડ નંબરથી નોટીસ નીકળી શકે છે. આ બાબત ફકત એક જ સેવિંગ કે કરન્ટને ગણતરીમાં નથી લેવાની પરંતુ એકથી વધુ તમામ ખાતામાં જમા પાનકાર્ડ આપેલ હોય તે બધાનો કુલ સરવાળો રૂ. ૨,૫૦,૦૦૦થી વધારે રોકડ સ્વરૂપે વ્યવહારો કરેલ હોય તો તે તમામ બેંકના ટ્રાન્ઝેકશન એટલે કે રોકડમાં થયેલ વ્યવહારો ગણવામાં આવશે.

(૭) નાણાકીય વર્ષ દરમિયાન કોઈપણ કરદાતાએ ટીડીએસ - ટીસીએસ કાપેલ હોય અને જે કોઈ વ્યકિતનો ટીડીએસ-ટીસીએસ કપાયેલ હોય તે તમામે આવક વેરાનું રીટર્ન ફરજીયાત ભરવાની જવાબદારી છે.

(૮) ઈમ્પોર્ટ એકસપોસ્ટ કોડ નંબર કે જીએસટી કાયદા હેઠળ રજીસ્ટ્રેશન અરજી કરેલ હોય અથવા રજીસ્ટ્રેશન ધરાવતા હોય તેવા તમામ વ્યકિત, પેઢી વગેરે તેઓ પણ રીટર્ન ભરવુ જરૂરી છે.

(૯) આવકવેરા રીટર્ન ભરાવા માટે તમામ વ્યકિતએ પોતાનું પાનકાર્ડ તથા આધારકાર્ડ બન્નેમાં એક સરખી વિગત એટલે આખુ નામ જન્મ તારીખ વગેરે એક જ સરખુ હોય તો જ રીટર્ન ભરી શકાશે. જો તેમા કોઈ પણ મીસમેચ હોય તો રીટર્ન ભરી નહી શકાય તેથી બન્ને એક સરખા હોવા ખાસ જરૂરી છે.

(૧૦) હવે જો ઉપરોકત આવક વેરાની જોગવાઈનો કાયદો ભંગ કરે તો શું થાય ?

- આવક વેરા અધિકારી ન રીટર્ન ભરવા બદલ નોટીસ મારી ફરજીયાત રીટર્ન ભરવાની નોટીસ મારી શકે

- આવકવેરા અધિકારી રીટર્ન મોડુ ભરવા અથવા ન ભરવા બદલ રૂ. ૧૦,૦૦૦નો દંડ ઉઘરાવી શકશે.

- રીટર્ન મોડુ ભરાતા એટલે લેઇટ ભરાય તો આવકવેરાની કલમ નીચે ૮૦ નીચે કરદાતાને બાદ મળવાને પાત્ર જે કાંઇ રોકાણ રકમ હોય અથવા ડિડકસન મળવાને પાત્ર હોય તે આવકવેરા અધિકારી નામંજુર અથવા રીજેક કરી શકે છે આમ કલમ ૮૦ નીચે તેમજ અન્ય ડિડકશન બાદ ન મળવાથી ગ્રોસઆવક ઉપર ઇન્ટમટેક્ષ ઉપરનું વ્યાજ તથા દંડ ભરવાને પાત્ર બને છે. જે કરદાતા માટે અઘરૂ થઇ પડે છે.

ટુંકમાં ઘણા કરદાતાઓને એવી ઇમ્પ્રેશન એટલે કે માન્યતા એવી હોય છે કે નિયમીત રીર્ટન ન ભરવાથી ઉપરોકત તમામ વસ્તુઓ કાયદાકીય જોગવાઇ હોય છે અને એમાથી બાકાત એટલે કે દુર ન રહે એવી અમારી સલાહ છે.

આ લેખન/સલાહકાર

નીતીન કામદાર

  ચાર્ટડ એકાઉન્ટટ

 ૭/૯ પંચનાથ પ્લોટ, રાજકોટ

મો.૯૮૨૫૨ ૧૭૮૪૮

(3:45 pm IST)
  • કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના કૌટુંબિક ભાઈ પ્રશાંત ચાવડાએ ભગવો ધારણ કર્યો, રાજ્યસભાના પૂર્વ સાંસદ લાલસિંહ વડોદીયાએ આણંદમાં ખેસ પહેરાવી કર્યું સ્વાગત access_time 1:05 am IST

  • 'આપ'ના રાજભા ઝાલાને માત્ર ૧૧૨૦ મત મળ્યા : બીજા રાઉન્ડના અંતે બપોરે ૨ વાગે 'આપ'ના અગ્રીમ નેતા અને ભાજપના સ્ટેન્ડીંગ ચેરમેન રહી ચૂકેલા, ભાજપ સામે ઉપવાસ આંદોલન કરનાર શ્રી રાજભા ઝાલાને પ્રજાએ સંપૂર્ણ જાકારો આપ્યો છેઃ બીજા રાઉન્ડના અંતે રાજભાને ૧૧૨૦ મત મળ્યા છેઃ જયમીન ઠાકરને ૩૮૪૫, મનીષ રાડીયા ૩૪૩૫૭ access_time 3:57 pm IST

  • પોપ્યુલર એપ્પનાં 300 કરોડ યુઝર્સના પાસવર્ડ થયા લીક : Gmail, Netflix અને Linkedin પર એકાઉન્ટ રાખતા યુઝર્સને મોટો ઝટકો :લીક થયેલા ડેટામાં યુઝર્સની આઈડી અને પાસવર્ડ જેવી જાણકારી સામેલ :હેવાલ મુજબ 1અંદાજે 500 કરોડ એકાઉન્ટને ટાર્ગેટ કરાયા હતા જેમાંથી 300 કરોડ યુઝર્સના આઈડી અને પાસવર્ડ હૈક કરાયા access_time 11:15 pm IST