Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

સ્થિતિ સ્થાપકતા

''એવી ક્ષણો હોવી જ જોઇએ જયારે લોકો ખૂબજ હળવાશ અનુભવે એટલી હળવાશ કે કરવા માટેકોઇ ઓપચારીકતાઓ ના હોય''

એકવાર એવુ બન્યુ કે એક મહાન ચાઇનીઝ રાજા એક મહાન ઝેન માસ્ટરને મળવા માટે ગયા ઝેન માસ્ટર ભોય ઉપર સુતા હતો. અને હસ્તો હતો અને તેના શિષ્યો પણ હસતા હતા--તેણે  જરૂરથી કોઇ જોક કહ્યો હશે રાજાને શરમ આવી-તેને તેની આંખો પર ભરોસો ના આવ્યો કારણ કે વ્યવહાર ખૂબ અશોભનીય હતો. તે પોતાની જાતને કહેતા રોકી ના શકયો.

તેણે માસ્ટરને કહ્યું ''આ અશોભનીય છે! તમારા જેવા માસ્ટર પાસેથી આ અપેક્ષીત નથી; કઇક શીષ્ટાચાર હોવો જોઇએ તમે ભોય ઉપર આળોટો છો અને પાગલ માણસની જેમ હસો છો.''

માસ્ટરે રાજા સામે જોયુ જેની પાસે તીર કામઠ હતું. તે જુના દિવસોમાં તેઓને તીર-કામઠા સાથે રાખવાની આદત હતી. તેણે કહ્યું''મને એક વાત કહો તમે આ ધનુષને હંમેશા ખેચાયેલું, તણાયેલું રાખો છો કે તમે તેને આરામ પણ આપો છો?''

રાજાએ કહ્યું, ''જો અમે તેને સતત ખેંચીને રાખીએ તો તે તેની સ્થિતિ સ્થાપકતા ગુમાવી છે પછા તે કઇ કામનું ના રહે તેને તણાવરહિત અવસ્થામાં રાખવું પડે જેવી જયારે અમને તેની જરૂર પડેતે સ્થિતિ સ્થાપક રહે.

અને માસ્ટરે કહ્યું તે જ હુ કરી રહ્યો હતો.''

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:01 am IST)