Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

 

ટેલીવીઝન જોઇએ છીએ

''ધ્યાનનુ આખુ રહસ્ય જ એ છે કે કોઇની તરફેણમાં અથવા વિરોધમાં ના જવુ પરંતુ કોઇની પરવા કર્યા વગર શાંત રહીને, કોઇપણ જાતના ગમા-અણગમા અને પસંદગી વગર રહેવું.''

ધ્યાન સરળ સક્રિયા છે. તમારૃં મન ટેલીવીઝનના પડદા જેવુ છે જુની યાદો પસાર થાય છે. ચિત્રો પસાર થાય છે. વિચારો, ઇચ્છાઓ અને હજારો વસ્તુઓ પસાર થાય  છે. ત્યાં હમેશા ધસારો હોય છે અને રસ્તો લગભગ ઇન્ડીયન રસ્તાઓ જેવો છે. ત્યાં કોઇ ટ્રાફીકના નિયમો નથી અને બધા જ બધી દિશાઓમાં જઇ રહ્યા છે. વ્યકિતએ કોઇપણ જાતના મુલ્યાંકન, ચુકાદા અને પસંદગી વગર જોવું જોઇએ જેમ કે તેને તમારી સાથે કંઇ લેવા દેવા નથી અને તમે ફકત સાક્ષી છો આ પસંદગી કર્યા વગરની જાગૃતિ છે.

જો તમે પસંદ કરો, તેમ કહો ''આ વિચાર સારો છે-તે રાખવા દો'' અથવા ''તે ખૂબજ સુંદર સ્વપ્ન છે. મારે તે થોડીવાર વધારે માણવું જ જોઇએ જો તમે પસંદગી કરશો તો સાક્ષતભાવ ખોઇ બેસસો જો તમે કહેશો,'' તે ''ખરાબ અનૈતિક અને પાપ છે. મારે તે દુર કરી નાખવું જોઇએ.'' અને તમે સંઘર્ષની શરૂઆત કરો છો ફરીથી તને સાક્ષીભાવ ખોઇ બેસો છો તમે બે રિતે સાક્ષાીભાવને ખોઇ શકો છો તરફેણ કરીને અથવા વિરોધ કરીને ધ્યાનનું આખુ રહસ્ય જ એ છે કે કોઇની તરફેણમાં અને વિરોધમાં ના જવુ પરંતુ કોઇની પરવા કર્યા વગર શાંત રહીને કોઇપણ જાતના ગમા-અણગમા અને પસંદગી વગર રહેવું જો તમે અમુક ક્ષણો માટે પણ સાક્ષીભાવ બની રહેશો તો તમે આશ્ચર્ય કે તમે કેટલા આનંદિત બની જાવ છો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:17 am IST)