Gujarati News

Gujarati News

News of Thursday, 30th January 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

અકસ્માતો

''વસ્તુઓની સકારાત્મક બાજુઓ તરફ હંમેશા વિચાર કરો અકસ્માત થયો પરંતુ તમે હજુ પણ જીવતા છો તમે તેને ઓળંગી ગયા.''

અકસ્માતોની વધારે પડતી નોંધ  ના રાખો. તેના બદલે તમે બચી ગયા તેની નોંધ રાખો તે વાસ્તવિક હકીકત છે. તમે અકસ્માતોથી બચી ગયા તેથી ચિંતા કરવા જેવું કઇ નથી હંમેશા વસ્તુઓની સકારાત્મક બાજુઓનો વિચાર કરશો અકસ્માત થયો અને તમે બચી ગયા. તમે તેને ઓળંગી ગયા. તમે તમારી શકિત પુરવાર કરી તમે અકસ્માત કરતા મજબુત પુરવાર થયા.

પરંતુ હું સમજી શકુ છું કે આ પ્રકારની ઘટના વારંવાર બને તો જાય ઉત્પન્ન થાય છે તમે કુવામાં પડી જાવ અને બીજુ કઇક બને ત્યારે મૃત્યુનો ભય મનમાં ઉત્પન્ન થાય છે. પરંતુ મૃત્યુ કોઇપણ રીતે થવાનું જ છે, તમે કુવામાં પડો કે ના પડો જો તમે મૃત્યુને ટાળવા માંગતા હો તો સૌથી ખતરનાક જગ્યા જે તમારે અવગણવી જોઇએ તે તમારી પથારી છે કારણ કે નવાણુ ટકા મૃત્યુ પથારી પર થાય છે-- કયારેક જ કુવામાં થાય છે.

કોઇ પણ રીતે મૃત્ય ુતો થશે જ. તે કઇ રીતે થશે તેનો કોઇ મતલબ નથી. અને જો વ્યકિતએ પથારી અને કુવા વચ્ચે પસંદગી કરવાની હોય, હું માનુ છું કે કુવો વધારે બરાબર છે.  તેની પોતાની એક સુંદરતા છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:05 am IST)