Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

શુન્યતા

''તમારા જીવનનો સૌથી મહાન દિવસ એ હશે જયારે તમને તમારી જાતમાથી બહાર ફેકવા જેવુ કઇ શોધી ના શકો બધુ પહેલેથી જ બહાર ફેકાઇ ચુકયું છે અને ત્યા ફકત શુદ્ધ શુન્ય છેે શુન્યમા તમેતમારી જાતને શોધી શકસો.''

ધ્યાનનો સરળ અર્થ મનની બધી જ સામગ્રીને  ખાલી કરી નાખવાઃ યાદશકતી, કલ્પના, વિચારો, ઇચ્છાઓ અપેક્ષાઓ અને સ્વભાવ. વ્યકિતએ આ દરેક સામગ્રીને ખાલી કરવી જ જોઇએ તમારા જીવનનો સૌથી મહાન દિવસ એ હશે જયારે તમને તમારી જાતમાંથી બહાર ફેંકવા જેવું કઇ શોધી ના શકો બધુ પહેલેથી જ બહાર ફેંકાઇ ચુકયું છે અને ત્યાં ફકત શુદ્ધ શુન્ય છે તે શુન્યમા તમે તમારી જાતને શોધી શકશો. તે શુન્યમા તમે શુદ્ધ ચેતનાને શોધી શકસો મનને લાગે વળગે છે ત્યા સુધીએ શુન્યતા ખાલી છે અન્યથા તે તમારા અસ્તિત્વથી ઉભરાઇ રહી છે-મનથી ખાલી છેપણ ચેતનાથી ભરપુર છે તેથી શબ્દ શુન્ય થવાથી ગભરાવ નહી તે બીનજરૂરી સામાનને દુર કરી નાખશે કે જે તમે જુની આદતને લીધે લઇને ફરતા હતા, તેનાથી કઇ મદદ નથી મળતી પરંતુ અવરોધ જ ઉત્પન્ન થાય છે. તે કેવળ એક ભાર છે, પહાડ  જેટલો ભાર એકવાર આ ભાર દુર થઇ જશે તો તમે બધી જ સીમાઓથી પર થઇ જશો. તમે આકાશની જેમ અનંત થઇ જશો આ અનુભવ પરમાત્મા અથવા બુદ્ધત્વ અથવા જે કોઇપણ શબ્દ તમને પસંદ હોય તેનો છે તને ધમ્મ કહો, તેને તરતો કહો, તેને સત્ય કહો, તેને નિવાર્ણ કહો-તે બધાનો એક જ અર્થ છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:59 am IST)