Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

નોરતુ ૯મું: યા દેવી શકિતરૂપેણ સંસ્થિતાં

પાર્વતી પોતે જગન્માયા છે

સૌંદર્યથી યોગીશંકર વશ થશે નહી એમ તે સમજી ગયા

સર્વશ્રેષ્ઠ જીતેન્દ્રીય મહાદેવજી પાર્વતીજી ઉપર દયાળુ થઇ સ્ત્રીવશ ભાવ દાખવે છે.

પાર્વતીના અતિશય સૌંદર્યથી હું જરૂર વશ કરીશ એવી આશાથી ધનુષ્ય ઉંચકનાર કામદેવને તણખલાની જેમ મહાદેવજીએ પોતાની સામે જ બાળીને ભસ્મ કર્યો.

પરંતુ તેમણે દેવી પાર્વતી કે જેમણે મહાદેવજી માટે લાંબો સમય તપ કર્યું છે તેઓ મારો વિરહ  પામે નહી એવી દયા મહાદેવજીના મનમાં ઉપજી અને તેમણે પોતાના અર્ધ શરીરમાં માતા પાર્વતીને સ્થાન આપ્યું.

જયારે મહાદેવજીએ પોતાના ત્રીજા નેત્રની જવાળા વડે કામદેવને ભસ્મિ ભૂત કર્યો ત્યારે પાર્વતીજીએ તે નજરે નીહાળ્યું હતુ઼ અને ત્યારે તેમણે વિચાયુંર્ કેમારા સર્વોત્કૃષ્ટ સૌદર્યથી યોગી શંકર  વશ થશે નહી એમ તે સમજી ગયા હતા.

પરંતુ ભગવાન ભોળાનાથ તો બીજુજ વિચારતા હતા.

તેમને થયું કે મારા માટે પાર્વતી વર્ષોથી તપ કરે છે. તો તેના ઉપર કૃપા થવી જોઇએ, મારા વિરહના દુઃખને એ પ્રાપ્ત ન કરે, એમ કેવળ કૃપા વશ થઇને તમે પોતાના શરીરના અર્ધભાગમાં તેમને ધારણ કરેલા છે.

છતાં એ પાર્વતી દેવી જો એમ માનતા હોય કે શંકર માટે આધિન છે, તેથી મને અર્ધાંગે રાખે છે. અને એ સ્ત્રી વશ જ છે.

તો આમ માનવું જોઇએ કે હે વરદ ! ખરેખર સ્ત્રીઓ સ્વભાવથી જ મુઢ હોય છે. ખરી રીતે દેવી પાર્વતી તો ચિદ્રુપ છે. છતા જો તે એ રીતે માને તો સ્ત્રીઓના ભૂષણરૂપ ગુણોમાં મુઢતાએ પ્રધાન ગુણ છે. એમ સ્ત્રીઓની તે નકલ કરી દેખાડે છે.

પાર્વતી પોતે જગન્માયા છે અને ચિત્કળા છે છતાં શિવ પમાત્માને સ્ત્રી વશ માને એવી સંભાવના જે કહેલી છે. તે તો કેવળ લૌકિક સ્ત્રીઓના સ્વભાવની નકલ જ કરી બતાવી છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:04 am IST)